બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટની આગેકૂચ જારી, ઈમર્જિંગ માર્કેટ્સ સુસ્ત
વૈશ્વિક સ્તરે યુએસ બજારોમાં મજબૂતી જળવાયેલી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે 104.27 પોઈન્ટ્સના સુધારા સાતે 36432.22ની ટોચ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 36565.73ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. નાસ્ડેક પણ 11 પોઈન્ટસના સુધારે 15982.36ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જોકે યુરોપ બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ઈમર્જિંગ એશિયાઈ બજારો પણ સુસ્ત જોવા મળી રહ્યાં છે. જેમાં જાપાન, હોંગ કોંગ અને તાઈવાન સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયા, સિંગાપુર અને ચીન નરમાઈ સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 6 પોઈન્ટસના સુધારે 18143.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ અગાઉ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી સોમવારે 18000ના સ્તરને પાર કરવામાં સફળ રહેતાં તેના માટે વધુ સુધારાની જગા થઈ છે. જોકે 18300-18400ની રેંજ તેના માટે એક અવરોધ ઝોન તરીકે કામ કરે તેવી શક્યતાં છે. માર્કેટમાં શોર્ટ પોઝીશન માટે તેને સ્ટોપલોસ તરીકે જાળવવો જોઈએ. નવા શોર્ટથી દૂર રહેવું યોગ્ય ગણાશે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ક્રૂડ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યું છે. તે 82-85 ડોલરની રેંજમાં લગભગ બે સપ્તાહથી ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા છ મહિનાથી ધીમી ગતિએ સુધરતાં રહ્યાં બાદ હવેનું બ્રેક આઉટ કોઈ એક બાજુ મોટી મુવમેન્ટ દર્શાવી શકે તેવી શક્યતાં છે. ક્રૂડમાં અગ્રણી બ્રોકરેજિસ 90-100 ડોલરનો ટાર્ગેટ આપી ચૂક્યાં છે.
ગોલ્ડમાં અન્ડરટોન મક્કમ
વૈશ્વિક ગોલ્ડ બે ટ્રેડિંગ સત્રોથી 1800 ડોલરની સપાટી પર ટકેલું જોવા મળી રહ્યું છે. આમ તે મહત્વનો બ્રેકઆઉટ જાળવવામાં સફળ રહ્યું છે. આજે સવારે તે 1825 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. એકાદ-બે દિવસોના કોન્સોલિડેશન બાદ તે એક વધુ ફલાંગ લગાવી શકે છે. બુધવારે યુએસ ખાતે ઈન્ફ્લેશનના આંકડા રજૂ થવાના છે. જો તે અપેક્ષાથી ઊંચા આવશે તો ગોલ્ડમાં ઉછાળો સ્વાભાવિક છે. કિંમતી ધાતુએ ટેપરિંગને ડિસ્કાઉન્ટ કરી લીધું છે.
મહત્વની હેડલાઈન્સ
• જેબીએમ ઓટોએ 200 એરકંડીશન્ડ ફૂલ્લી બિલ્ટ લો ફ્લોર ઈલેક્ટ્રીક બસના સપ્લાય, ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે ઓર્ડર મેળવ્યો છે.
• પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે કિર્લોસ્કર ન્યૂમેટિકમાં રૂ. 397 પ્રતિ શેરના ભાવે 5 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• ઈઆઈડી પેરીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 470.35 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 562.70 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 6978.41 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 5836.21 કરોડ પર હતી.
• વેદાંતાના એડીઆરનું 8 નવેમ્બરથી ડિલિસ્ટ અમલી બન્યું છે.
• ઓરોબિંદો ફાર્માએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 696.7 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 807.2 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 6483.4 કરોડ પરથી ગગડી રૂ. 5941.9 કરોડ રહી હતી.
• એફએમસીજી કંપની બ્રિટાનિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 381.8 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 495.2 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 3419.1 કરોડ પરથી વધુ રૂ. 3607.4 કરોડ રહી હતી.
• 3આઈ ઈન્ફોટેકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 23.1 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 12.9 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 177.1 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 152.1 કરોડ પર હતી.
• ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 274 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 96 કરોડ પર હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો ગ્રોસ એનપીએ તથા નેટ એનપીએ રેશિયો વધુ ખરાબ બન્યો હતો.
Market Opening 9 Nov 2021
November 09, 2021
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2021/11/Daily-Market-Update-9-Nov.jpg)