માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. એશિયન બજારો 1.5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યા છે. યુએસ પ્રમુખ તરીકે જો બાઈડનને વિજયી ઘોષિત કરવામાં આવતાં બજારોને સ્પષ્ટતા મળી છે. જો બાઈડનની નીતિ ડોલરને નબળો રાખવાની છે. જેની પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ સહિત સોનું-ચાંદી છેલ્લા કેટલાક દિવસોથી મજબૂતી દર્શાવી રહ્યાં છે. યુએસ બજારોમાં શુક્રવારે સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય બજાર નવી ટોચ બનાવશે તે નિશ્ચિત
એસજીએક્સ નિફ્ટીનો સંકેત જોઈએ તો ભારતીય બજાર આજે 160 પોઈન્ટ્સનું ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. એટલેકે 12425ના સ્તર જેટલું ઊંચું ખૂલી શકે છે. અગાઉ જાન્યુઆરીમાં નિફ્ટીએ 14440ની તેની ટોચ દર્શાવી છે. આમ માર્કેટ આ સ્તરને પાર કરે તેવી શક્યતા છે. મોમેન્ટમ જોતાં શોર્ટકવરિંગ પાછળ આમ થવું શક્ય છે.
ડાઉ ફ્યુચર્સ 350 પોઈન્ટ્સ અપ
સોમવારે સવારે ડાઉ ફ્યુચર્સ 350 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવી રહ્યો છે. યુએસ ખાતે સેનેટમાં રિપબ્લિકન્સની બહુમતી જળવાઈ છે અને તેને કારણે બાઈડેન ટેક્સમાં વૃદ્ધિ કરવાના તેમના એજન્ડાને આસાનીથી લાગુ કરી શકે એમ નથી. આમ માર્કેટને બાઈડેનની નીતિઓને કારણે સતાવી રહી ચિંતાઓ હાલમાં અસ્થાને છે.
યુએસ ખાતે અનએમ્પ્લોયમેન્ટમાં ઘટાડો
યુએસ લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કુલ 6.38 લાખ નવી જોબનો ઉમેરો જોવા મળ્યો હતો અને અનએમ્પ્લોયમેન્ટ રેટ અથવા બેરોજગારીનો દર સપ્ટેમ્બર મહિનાના 7.9 ટકાથી ઘટી 6.9 ટકા થયો હતો. આમ ત્રીજા ક્વાર્ટરમાં 3 ટકાથી પણ ઊંચા ગ્રોથ રેટ બાદ બેરોજગારમાં ઘટાડા જેવા પોઝીટીવ ડેટા યુએસ તરફથી રજૂ થઈ રહ્યાં છે. જે માર્કેટ સેન્ટિમેન્ટને સપોર્ટ કરી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· બિહાર ખાતે મંગળવારે હાથ ધરાનારી વિધાનસભા મતગણતરીમાં રાજદ-કોંગ્રેસ સહિતના યૂપીએનો હાથ ઉપર હોવાનું એક્ઝિટ પોલ્સ જણાવે છે.
· ભારતનું ફોરેક્સ રિઝર્વ વધુ 1.80 કરોડ ડોલર વધી 561 અબજ ડોલર પર પહોંચ્યું છે.
· એમેઝોન વેબ સર્વિસિઝ ભારતમાં ડેટા સેન્ટર્સમાં 2.8 અબજ ડોલરનો ખર્ચ કરશે.
· વૈશ્વિક ફંડ્સે 6 નવેમ્બરે ભારતમાં 4870 કરોડની ચોખ્ખી કરીદી કરી હતી.
· દેશના અગ્રણી ધિરાણકર્તાઓના મતે 2021માં ભારતીય અર્થતંત્ર તેની સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.
· ફ્યુચર ગ્રૂપ અંગેના સોદાને લઈને એમેઝોનને મંત્રણામાં હાજર રહેવાનો અધિકાર હોવાનો નિષ્ણાતોનો મત
· બીપીસીએલની ખરીદી માટે સરકારે ઓનલાઈન બીડ સબમિશનની આપેલી છૂટ
· ભારત ઈલેક્ટ્રોનિક્સે બીજા ક્વાર્ટરમાં 397 કરોડની આવક દર્શાવી છે. તેણે 292 કરોડના અંદાજને બીટ કર્યો છે.
· ગોલ્ડમેન સાચ બાયોકોનના બાયોલોજિક્સ યુનિટમાં 15.2 કરોડ ડોલરનું રોકાણ કરશે.
· ઓએનજીસીએ એમઆરપીએલમાં મેંગ્લોર પેટ્રોકેમ યુનિટમાં 48.99 ટકા હિસ્સાના વેચાણ માટે મંજૂરી આપી છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.