Categories: Market TipsNEWS

Market Opening 9 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં પોઝીટીવ ટ્રેડ
ઘણા સત્રો બાદ મોટાભાગના વૈશ્વિક બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 372 પોઈન્ટ્સ સુધારે 35463ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 1.28 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં જાપાન, સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ માર્કેટ 1.77 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 71 પોઈન્ટ્સ સુધારે 17330ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. બજાર એક કોન્સોલિડેશન ઝોનમાં જોવા મળે છે. મંગળવારે નિફ્ટીએ 17000ની નીચે નહિ જઈને પરત ફર્યો હતો. જે સૂચવે છે કે હાલમાં બુલ્સ અને બેર્સ વચ્ચે ખેંચાખેંચી ચાલી રહી છે. નિફ્ટી માટે 17800નો મહત્વનો અવરોધ છે. જોકે તે નજીકના સમયમાં ઝડપી બાઉન્સ દર્શાવે તેવી શક્યતાં નથી. નિફ્ટીની રેંજ 17000-17500ની જોવા મળી શકે છે.
ક્રૂડમાં થાક ખાતી તેજી
સતત સાત સપ્તાહ સુધી સુધરતાં રહી નવી ટોચ દર્શાવ્યાં બાદ ક્રૂડ બે સત્રોથી નરમાઈ દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 91 ડોલર આસપાસ ટ્રેડ સૂચવે છે. તેણે સોમવારે 94 ડોલરની સાત વર્ષોની ટોચ દર્શાવી હતી. 90 ડોલર નીચે તે વધુ નરમાઈ દર્શાવી શકે છે.
ગોલ્ડમાં ધીમો સુધારો
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1780 ડોલરનો સપોર્ટ લઈ જોતજોતામાં ફરી 1830 ડોલર આસપાસ પરત ફર્યાં છે. જે સૂચવે છે કે ગોલ્ડમાં સેફહેવનરૂપી ખરીદી થઈ રહી છે. યુએસ ખાતે જાન્યુઆરી ઈન્ફ્લેશનના ડેટા અગાઉ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી છે. ગોલ્ડ 1850 ડોલરની સપાટી પાર કરશે તો 1900 ડોલરનું સ્તર જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• વેદાંતા જૂથે અગાઉની બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ યોજનાને પરત ખેંચી છે.
• ફાર્મા કંપની એફડીસી આજે શેર્સ બાયબેક માટે વિચારણા કરશે.
• પીસીબીએલનું બોર્ડ શેર્સ સ્પ્લિટ માટે વિચારણા કરશે.
• પાઈન લેબ્સે ઓનલાઈન પેમેન્ટ સ્ટાર્ટઅપ ક્યૂફિક્સની કરેલી ખરીદી.
• ગુજરાત સરકાર 1000 મેગાવોટ રુફટોપ સોલાર ક્ષમતા માટે 22.2 કરોડ ડોલરની ખરીદી કરશે.
• મંગળવારે વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં રૂ. 1968 કરોડની વેચવાલી દર્શાવી હતી.
• અરામ્કોએ ચીન ખાતે મલ્ટી-બિલિયન ડોલર રિફાઈનરી માટે મંત્રણાને ફરી શરૂ કરી છે.
• લંડન મેટલ એક્સચેન્જ ખાતે એલ્યુમિનિયમના ભાવ 2008 બાદની ટોચ પર પહોંચ્યાં છે.
• ભારતી એરટેલે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 830 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે અંદાજ કરતાં ઘણો નીચો છે.
• બીએસઈએ બે શેર્સ સામે એક બોનસ શેરના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
• જમ્મુ-કાશ્મીર બેંકે રૂ. 174 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 66 કરોડ પર હતો.
• થર્મેક્સે એક્ઝેક્ટ સ્પેસમાં રૂ. 10 કરોડમાં 15.17 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1629 કરોડનો નફો નોંધાવ્યો છે. વર્ષ અગાઉ સમાનગાળામાં તે રૂ. 2250 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 9281 કરોડ પરથી વધી રૂ. 12525 કરોડ પર જોવા મળી હતી.
• ગુજરાત ગેસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 122 કરોડનો નફો દર્શાવ્યો છે. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 245 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2890 કરોડ પરથી વધી રૂ. 5241 કરોડ રહી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 3699 કરોડ પર હતી.
• બાટા ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 72.3 કરોડનો કોન્સોલિડેટેડ નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે 26.4 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 616 કરોડ પરથી વધી રૂ. 841 કરોડ રહી હતી. સપ્ટે. ક્વાર્ટરમાં તે રૂ. 614 કરોડ પર હતી.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.