માર્કેટ ઓપનીંગ
એશિયા બજારોમાં સતત બીજા દિવસે મજબૂતી
મંગળવારે યુએસ બજારોમાં સ્થિરતા જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સાધારણ પોઝીટવ બંધ દર્શાવી રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 100 પોઈન્ટ્સ સુધર્યો હતો. જોકે એશિયન બજારો એક ટકાથી પણ વધુ સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ 1.11 ટકા સાથે સૌથી સારો દેખાવ નોંધાવી રહ્યો છે. સિંગાપુર, કોરિયા, તાઈવાન અને ચીન પણ પોઝીટીવ ટ્રેડ સૂચવે છે. એકમાત્ર જાપાન બજાર સાધારણ નેગેટિવ ટ્રેડ દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 89 પોઈન્ટ્સના સુધારે 17574ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે દર્શાવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ સાથે ઓપનીંગ આપી શકે છે. સતત બે ટ્રેડિંગ સત્રોમાં દોઢ ટકાથી વધુના સુધારા બાદ બજાર થોડુ કોન્સોલિડેશન દર્શાવી શકે છે. નિફ્ટીને 17600નો એક અવરોધ છે. જે પાર થશે તો શોર્ટકવરિંગ પાછળ 17800નું સ્તર જોવા મળી શકે છે. જોકે માર્કેટમાં મોટી લેવરેજ પોઝીશન જાળવવી જોખમી છે. કેમકે બજાર બે બાજુની વધ-ઘટ દર્શાવી શકે છે. ટ્રેડર્સે 17400ને સ્ટોપલોસ તરીકે રાખી લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
ક્રૂડમાં આગળ વધતી મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સુધારો જળવાયો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 76 ડોલરની સપાટી પાર કરી 76.52 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 80-85 ડજોલરની રેંજમાં ઝડપથી જોવા મળી શકે છે. ઓમિક્રોનને લઈને ગભરાટ દૂર થતાં કોમોડિટીઝમાં ઝડપથી બાઉન્સ જોવા મળ્યું છે. ક્રૂડ 87 ડોલરની ઓક્ટોબરમાં બનેલી ટોચને પાર કરી નવી ટોચ બનાવે તેવી પૂરી શક્યતાં છે.
ગોલ્ડમાં અન્ડરટોન નરમ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં બાઉન્સનો અભાવ જોવા મળે છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1790 ડોલરના સ્તર પર ટકી શકતો નથી. આજે તે 2 ડોલર નરમાઈ સાથે 1783 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેને 1770 ડોલરનો સપોર્ટ છે. જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે.
મહત્વની હેડલાઈન્સ
· કેનફીન હોમ્સનું બોર્ડ 14 ડિસેમ્બરે વચગાળાના ડિવિડન્ડ માટે બેઠક યોજશે.
· એચસીએલ ટેક્નોલોજી અને એપોબેંક જર્મનીની આઈટી કન્સલ્ટીંગ કંપની જીબીએસની ભેગા મળીને ખરીદી કરશે.
· ગ્લેન્ડ ફાર્માએ કેન્ગ્રેલોર ઈન્જેક્શન માટે સંભવિત યુએસએફડીએ મંજૂરી મેળવી છે.
· સોનાટા સોફ્ટવેરે સોનાટા સોફ્ટવેર નોર્થ અમેરિકા નામે કેનેડામાં તેની સંપૂર્ણ માલિકીની કંપનીની રચના કરી છે.
· રેઈલટેલ કોર્પઃ કંપનીએ રૂ. 210 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
· એનએચપીસીના બોર્ડે લાન્કો તિસ્તા હાઈડ્રો પાવરને પોતાની સાથે ભેળવવાની મંજૂરી આપી છે.
· વિનસ રેમેડિઝને આઉટપુટ લિંક્ડ સ્કીમ હેઠળ ફાર્મા પ્રોડક્ટ્સ માટે મંજૂરી મળી છે.
· વેદાતાંનું બોર્ડ બીજા ઈન્ટરિમ ડિવિડન્ડની વિચારણા માટે મળશે.
· મારુતિ આગામી વર્ષે મજબૂત હાઈબ્રીડ વ્હીકલ લોંચ કરે તેવી શક્યતા છે.
· કોફી ડેએ જણાવ્યું છે કે તેણે સેબીને ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ સબમીટ કર્યો છે.
· યુનાઈટેડ બ્રૂઅરીઝે એનસીએલટીમાં એન્ટીટ્રસ્ટ વોચડોગના આદેશ સામે અપીલ કરી છે.
· યૂપીએલે કંપનીમાં રૂ. 1.3 કરોડના નવા કમ્પલ્સરી કન્વર્ટિબલ પ્રેફરન્શિયલ શેર્સ ખરીદ્યાં છે.
Market Opening 9 Dec 2021
December 09, 2021