માર્કેટ ઓપનીંગ
યુએસ ઓલ-ટાઈમ હાઈ વચ્ચે એશિયામાં મિશ્ર વલણ
શક્રવારના અંતે યુએસ બજાર તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ ઈન્ડેક્સ 144 પોઈન્ટસના સુધારા સાથે 35209ની ટોચ પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં એની ખાસ કોઈ અસર જોવા મળી રહી નથી. જાપાન, હોંગ કોંગ, સિંગાપુર, કોરિયા અને ચીન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે તાઈવાન નેગેટિવ ઝોનમાં જોવા મળે છે. એશિયન બજારો સતત ત્રણ મહિનાથી આ પ્રકારનું વલણ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટ્સના ઘટાડે 16246ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જેની પાછળ સ્થાનિક બજાર પણ નરમાઈ સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. નિફ્ટીને 16350ની તેની તાજેતરની ટોચનો અવરોધ જ્યારે 16130નો સપોર્ટ છે. ટ્રેડર્સે મીડ અને સ્મોલ-કેપ્સમાં પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. જ્યારે નવી પોઝીશન લાર્જ-કેપ્સમાં જ લેવી જોઈએ.
વૈશ્વિક ક્રૂમાં નરમાઈ
વિશ્વ બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો જળવાયો છે. નવા સપ્તાહે બ્રેન્ટ વાયદો 2.21 ટકા ઘટાડે 69.14 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તે 68 ડોલરની નીચે વધુ ઘટાડો દર્શાવશે. જ્યારે 62 ડોલર નીચે 55 ડોલર સુધી ગગડી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં કડાકો
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ ઊંધા માથે પટકાયાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 22 ડોલર અથવા 1.23 ટકાના ઘટાડા સાથે 1742 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ગોલ્ડના ભાવ બે દિવસમાં જ 60 ડોલરથી વધુ તૂટી ચૂક્યાં છે. સ્થાનિક બજારમાં પણ ગોલ્ડના ભાવ બે મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે. એમસીએક્સમાં ગોલ્ડ ફરી 44 હજાર ડોલરનું સ્તર દર્શાવી શકે છે. કોમેક્સ સિલ્વર 23.92 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહી છે. આમ ચાંદીમાં પણ રૂ. 63000નું સ્તર જોવા મળે તેવી સંભાવના છે.
મહત્વની હેડલાઈન્સ
· ટેસ્લાની ડ્યૂટી કટની વાતને મહિન્દ્રા અને હ્યુન્દાઈનું પણ સમર્થન
· એડીબીએ ગ્રામીણ વિસ્તારોમાં રોડ બાંધકામ માટે 30 કરોડની લોન મંજૂર કરી.
· વિદેશી હૂંડિયામણમાં 30 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 9.4 અબજ ડોલરનો વિક્રમી ઉછાળો. ફોક્સ રિઝર્વ્સ 620.6 અબજ ડોલરના વિક્રમી સ્તરે.
· આરબીઆઈએ લિક્વિડીટી ટાઈટનીંગ માટે નિર્ણય લેતાં 5-વર્ષના બોન્ડ્સમાં મજબૂતી.
· એફઆઈઆઈએ શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 69.32 કરોડની વેચવાલી નોંધાવી.
· સ્થાનિક સંસ્થાઓએ શુક્રવારે બજારમાં રૂ. 631 કરોડની ખરીદી દર્શાવી.
· વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 2390 કરોડની વેચવાલી નોંધાવી.
· આરતી ઈન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટરમાં રૂ. 165 કરોડનો નફો નોંધાવ્યો. ગયા વર્ષે તે રૂ. 81.86 કરોડ પર હતો.
· અદાણી એન્ટરપ્રાઈઝિસે નોઈડા ડેટા સેન્ટલ લિ. નામે કંપનીની શરૂઆત કરી.
· એફલ ઈન્ડિયાનો જૂન ક્વાર્ટરમાં રૂ. 35.89 કરોડનો નફો નોંધાયો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 18.77 કરોડ પર હતો.
· એક્સિસ બેંક ફ્યુચર ગ્રૂપની કંપનીઓમાં રૂ. 648 કરોડનું એક્સપોઝર ધરાવે છે.
· બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટરમાં રૂ. 331 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 122 કરોડ પર હતો.
· બેંક ઓફ બરોડાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1210 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 864 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીએ રૂ. 4110 કરોડના પ્રોવિઝન્સ દર્શાવ્યાં હતાં. જ્યારે ગ્રોસ એનપીએ 8.86 ટકા રહી હતી. જે માર્ચ ક્વાર્ટરમાં 8.87 ટકા પર હતી.
Market Opening 9 August 2021
August 09, 2021