બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિતના બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ
ગુરુવારે યુએસ બજારો સતત ત્રીજા દિવસે સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 338 પોઈન્ટ્સના સુધારે 34755ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 1.05 ટકા સુધરી બંધ આવ્યો હતો. આજે સવારે એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં નિક્કાઈ 2.16 ટકાનો સુધારો સૂચવે છે. જ્યારે તાઈવાન, કોરિયા, સિંગાપુર અને હોંગ કોંગ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ચીન બજાર લાંબી રજાઓ બાદ ખૂલ્યું છે અને તે 0.58 ટકાનો સુધારો દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 37 પોઈન્ટસ સુધારા સાથે 17853ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 17947નો અવરોધ છે. જે પાર થતાં તે નવી ટેરિટરીમાં પ્રવેશશે. જેનો ટાર્ગેટ 18200નો રહેશે. જ્યારે તેને 17500નો સપોર્ટ છે. જે તૂટતાં તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. ઓટોમોબાઈલ શેર્સમાં નવેસરથી તેજી જોવા મળી છે અને તેઓ બજારને સપોર્ટ આપવાનું ચાલુ રાખી શકે છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડમાં આજે સવારે એક ટકાથી વધુ સુધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ 1.28 ટકા સુધારે 83 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેણે તાજેતરમાં 83.47 ડોલરની ટોચ દર્શાવી હતી. જે પાર થતાં તે વધુ સુધારો નોધાવે તેવી શક્યતાં છે.
ગોલ્ડમાં સાંકડી રેંજમાં ટ્રેડ
વૈશ્વિક ગોલ્ડના ભાવ રેંજ બાઉન્ડ જોવા મળી રહ્યાં છે. કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો સાધારણ સુધારા સાથે 1760 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ધાતુમાં અન્ડરટોન પોઝીટીવ જણાય છે. તે 1760 ડોલર પર ટકવામાં સફળ રહેશે તો આગામી સમયગાળામાં 1800 ડોલર સુધીનો સુધારો જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ઓઈલ ઈન્ડિયા માટે મૂડીઝે આઉટલૂકને નેગેટિવથી સુધારી સ્ટેબલ બનાવ્યું છે.
• ઈકરાએ આઈટીડી સિમેન્ટેશન માટેનું આઉટલૂક નેગેટિવથી સુધારી સ્ટેબલ કર્યું છે.
• ઓબેરોય રિઅલ્ટીએ સપ્ટેમ્બરમાં 45 સામે 200 યુનિટ્સ બુક કર્યાં છે. જ્યારે એરિયાની રીતે તેણે 1.3 લાખ ચોરસ ફીટ સામે 4.4 લાખ સ્કવેર ફીટ એરિયાનું વેચાણ કર્યું છે.
• કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જીએચસીએલ સાથે નવો લોંગ-ટર્મ પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
• રત્નમણિ મેટલ્સઃ કંપનીએ કાર્બન સ્ટીલ પાઈપ્સના સપ્લાય માટે રૂ. 98 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• જીએસડબલ્યુ એનર્જીએ જીઈ રિન્યૂએબલ એનર્જી સાથે 810 મેગાવોટ ઓનશોર વાઈન્ડ ટર્બાઈન્સની ખરીદી માટે કોન્ટ્રેક્ટ કર્યો છે.
• કાર્બોરેન્ડમઃ કંપનીએ પ્લસ એડવાન્સ્ડ ટેક્નોલોજિસમાં 71.99 ટકા હિસ્સો ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
• બીએસઈએ તેની કોમોડિટી ડેરિવેટીવ્સ અને ઈજીઆર સેગમેન્ટમાં લિક્વિડીટી વધારવા માટે બે ઉદ્યોગ એસોસિએશન સાથે એમઓયૂ કર્યાં છે.
• એસબીઆઈ એમએફે જીઈ શીપીંગના 8.4 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
Market Opening 8 October 2021
October 08, 2021