Market Tips

Market Opening 8 March 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં મજબૂતી છતાં એશિયામાં મહદઅંશે નરમાઈ

વિતેલા સપ્તાહે યુએસ બજાર નોંધપાત્ર સુધારા સાથે બંધ આવવા છતાં નવા સપ્તાહની શરૂઆતમાં એશિયન બજરોમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સિંગાપુર અને તાઈવાનને બાદ કરતાં અન્ય મહત્વના બેન્ચમાર્ક્સ 0.5થી 1 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. શુક્રવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીલ એવરેજ 572 પોઈન્ટ્સ ઉછળી 31496 પર સર્વોચ્ચ ટોચ નજીક બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ દિવસ દરમિયાન મોટી વધ-ઘટ બાદ 197 પોઈન્ટ્સ ઉછળ્યો હતો અને 12920 પર બંધ રહ્યો હતો. જોકે યુરોપ બજારો ઈન્ટ્રા-ડે વધ-ઘટ બાદ પણ લગભગ તળિયા નજીક બંધ રહ્યાં હતાં.

યુએસ ખાતે જો બાઈડનના 1.9 ટ્રિલિયન ડોલરના સ્ટીમ્યુલસને સેનેટની મંજૂરી

યુએસ ખાતે નવા પ્રમુખ જો બાઈડને મૂકેલા 1.9 ટ્રિલીયન ડોલરના સ્ટીમ્યુલસને સેનેટે મંજૂરી આપી હતી. જોકે બજારો આ ઘટનાને અગાઉ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હોવાથી તેને કોઈ પોઝીટીવ અસર બજારો પર જોવા મળી નથી

SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી

એશિયન બજારોમાં હોંગકોંગ એક ટકો, કોસ્પી 0.3 ટકા, ચીન 0.5 ટકા નરમ ટ્રેડ રહ્યાં હોવા છતાં એસજીએક્સ નિફ્ટી 21 પોઈન્ટ્સ સુધારા સાથે 14975 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ 15000ની નીચે જ કામકાજની શરૂઆત દર્શાવશે.

ક્રૂડમાં ભડકો

વૈશ્વિક ક્રૂડ બજારમાં અવિરત તેજી જોવા મળી રહી છે. અગ્રણી બેંક્સે તેમના ક્રૂડ માટેના ટાર્ગેટ્સમાં સુધારો કર્યાં બાદ આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલરની સપાટી પાર કરી ગયો છે. હાલમાં તે 2.3 ટકાના સુધારા સાથે 70.94 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.

ગોલ્ડ-સિલ્વરમાં સુધારો

નવા સપ્તાહની શરૂઆત બુલિયનમાં પોઝીટીવ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ વાયદો 6 ડોલર સુધારે 1705 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 1.4 ટકા મજબૂતી સાથે 25.65 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર ખાતે પણ બંને ધાતુઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવશે.

મહત્વની હેડલાઈન્સ

  • ભૂષણ સ્ટીલના લેન્ડર્સે જેએસડબલ્યુ સ્ટીલના પરચેઝ પ્લાનને મંજૂરી આપી છે.
  • એમટીએઆર ટેક્નોલોજીનો આઈપીઓ 200 ગણો છલકાયો હતો.
  • વિતેલા સપ્તાહે બોન્ડ્સમાં આખરી ભાગમાં બાઉન્સ જોવા મળ્યું હતું.
  • ઈન્ડિયા ગ્રીડ ટ્રસ્ટ સ્ટરલાઈટ પાસેથી નોર્થ-ઈસ્ટ પ્રોજેક્ટની ખરીદી કરશે.
  • ભારત પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટમાં નક્કી કરવામાં આવેલા હેતુઓને હાંસલ કરવાની દિશામાં હોવાનું જણાવતાં મોદી.
  • જાન્યુઆરીમાં ભારતે યુએસ ક્રૂડની ખરીદીમાં ચીનને પાછળ રાખ્યું હતું અને સૌથી મોટો યુએસ ક્રૂડ ખરીદાર બન્યું હતું.
  • હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન રૂ. 1904 કરોડના લોન પેમેન્ટ્સમાં નાદાર બન્યું.
  • યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીન મહિનાના અંતે ભારતની મુલાકાત લેશે.
  • ફેરફેક્સ ઈન્ડિયા એંકરેજના ભારતમાં લિસ્ટ માટે વિચારી રહ્યું છે.
  • એનએમડીસી 11 માર્ચે વચગાળાના ડિવિડન્ડ માટે વિચારણા કરશે.
Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

8 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

8 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.