ડાઉએ 31 હજાર નાસ્ડેકે 13 હજાર પાર કર્યું, એશિયામાં તોફાની તેજી
યુએસ શેરબજારોએ નવી ટોચ દર્શાવતાં એશિયન બજારોમાં આક્રમક તેજી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ગુરુવારે રાતે 212 પોઈન્ટ્સના સુધારે 31041 પર જ્યારે નાસ્ડેક 327 પોઈન્ટ્સના સુધારે 13067ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં. એશિયન બજારોમાં કોરિયા 2.67 ટકા, જાપાન 1.73 ટકા, તાઈવાન 0.9 ટકા અને સિંગાપુર 1.31 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ચીન પણ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 78 પોઈન્ટ્સ મજબૂતી સાથે 14288 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. નિફ્ટીને 14300-14400ના સ્તરે અવરોધ નડી શકે છે એવું ટેકનિકલ એનાલિસ્ટ જણાવે છે. શુક્રવારે તે 14300ના સ્તરની આસપાસ બંધ દર્શાવશે તો નવા સપ્તાહે તે નવી ટોચ દર્શાવી શકે છે.
ક્રૂડમાં મજબૂત
બ્રેન્ટ ક્રૂડ મજબૂત ટકી રહ્યો છે. શુક્રવારે 54.75 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેને 55 ડોલરનો અવરોધ નડી રહ્યો છે. જે પાર થતાં 60 ડોલરનું સ્તર જોવા મળી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
ગુરુવારે રાતે એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 70 હજાર પર બંધ આપવામાં સફળ રહી હતી. સોનું પણ પોઝીટીવ બંધ દર્શાવતું હતું. હતું. જોકે શુક્રવારે સવારે વૈશ્વિક બજારમાં સોનું 1913 ડોલર પર સાધારણ નરમાઈ સાથે જ્યારે ચાંદી 27.20 ડોલર પર ટ્રેડ થતી હતી.
મહત્વની હેડલાઈન્સ
-
1952 બાદ પ્રથમવાર ભારતીય અર્થતંત્ર 2020-21માં 7.7 ટકાનો ઘટાડો દર્શાવશે.
-
સરકારના મતે હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ ઈકોનોમિક રિકવરી સૂચવી રહ્યાં છે.
-
આરબીઆઈએ બેંકોની ઈન્ટરનલ ઓડિટ સિસ્ટમને મજબૂત કરવા માટે માર્ગદર્શિકાઓ જાહેર કરી
-
કાશ્મીરમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે સરકારે 4 અબજ ડોલરના પેકેજને આપેલી મંજૂરી
-
ગુરુવારે વૈશ્વિક ફંડ્ઝે ભારતીય બજારમાં રૂ. 382 કરોડની ચોખ્ખી ખરીદી કરી.
-
ગુરુવારે સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 990 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી.
-
ગુરુવારે વિદેશી ફંડ્સે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 2960 કરોડની ચોખ્ખી ખરીદી કરી.
-
મીડ-કેપ ઈન્ડેક્સે ગુરુવારે વિક્રમી સપાટી પર બંધ રહ્યો હતો.
-
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરશે.
-
અબુધાબીના સોવરિન ફંડ એડીક્યૂએ બાયોકોન બાયોલોજિક્સમાં રૂ. 555 કરોડનું રોકાણ કર્યું.
-
હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન 31 ડિસેમ્બરે રૂ. 1770 કરોડની લોન ચૂકવવામાં ડિફોલ્ટ થઈ હતી.
-
જૈન ઈરિગેશન ઋણ ઓછું કરવા રિસ્ટ્રક્ચરિંગ કરશે.
-
એચપીસીએ જણાવ્યું છે કે એનસીએલટીએ જલપાવર કોર્પ માટે રેસોલ્યુશન પ્લાનને મંજૂર કરાવ્યો છે.
-
ટાટા પાવરે રૂ. 383 કરોડમાં ટીપી સાઉથર્ન અને ટીપી વેસ્ટર્ન ઓડિશામાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.
-
જાહેર સાહસ નાલ્કો 2027-28 સુધીમાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરશે.