બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં રજા વચ્ચે એશિયામાં મિશ્ર ટ્રેન્ડ
નવા સપ્તાહના પ્રથમ દિવસે યુએસ બજારો બંધ રહ્યાં હતાં. મંગળવારે એશિયન બજારો મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ અને ચીનના બજારો મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે, ત્યારે તાઈવાન, કોરિયા અને સિંગાપુરના બજારો નેગેટિવ ટ્રેડ સૂચવે છે. ચીનનું બજાર છેલ્લાં કેટલાક સત્રોથી સતત તેજી દર્શાવી રહ્યું છે અને તે ટૂંકમાં જ નવી વાર્ષિક ટોચ બનાવે તેવી શક્યતા છે. સામાન્યરીતે ચીનનું બજાર જ્યારે સુધારો દર્શાવતું હોય છે ત્યાર વૈશ્વિક બજારોમાં કરેક્શન જોવા મળ્યું હોય તેવું ઘણીવાર બન્યું છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી એક પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે 17420 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. ભારતીય બજાર છેલ્લાં પખવાડિયામાં સતત સુધારાતરફી બની રહ્યું છે અને તેમાં કોઈપણ સમયે એક 5-7 ટકાનું કરેક્શન અપેક્ષિત છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ રેંજમાં ટકેલાં છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.35 ટકા સુધારા સાતે 72.47 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે દિવસ દરમિયાન તે સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જેનું કારણ સાઉદી અરેબિયાએ તેના એશિયન ગ્રાહકો માટે ભાવમાં એક ડોલર જેટલો કરેલો ઘટાડો હતો. ઓપેક અને ઓપેક સિવાયના દેશો તરફથી ક્રૂડ ઉત્પાદનમાં વૃદ્ધિ પાછળ સાઉદીને ભાવ ઘટાડવાની ફરજ પડી છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
ગોલ્ડ 1830 ડોલરની અવરોધ પર આવીને ઊભું છે. શુક્રવારે તેણે આ સપાટીને સ્પર્શ કર્યો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી તે આ સ્તર આસપાસ ટ્રેડ દર્શાવે છે. જો આ સ્તર પાર કરશે તો તે નવી તેજી માટે તૈયાર થશે. તે ફંડામેન્ટલી તથા ટેકનિકલી મજબૂતી દર્શાવી રહ્યું છે.
મહત્વની હેડલાઈન્સ
• સ્ટાર્ટેક ફાઈનાન્સે તેની પેટા કંપની સ્ટાર્ટેક હાઉસિંગ ફાઈનાન્સમાં 100 ટકા હિસ્સા વેચાણનો નિર્ણય લીધો છે.
• યસ બેંકે ડિશ ટીવીના કેટલાક ડિરેક્ટર્સને દૂર કરવા માટે જણાવ્યું છે.
• રિકવરી ઓફિસર ડીઆરટી કોર્ટ 2એ મેકડોવેલ હોલ્ડિંગ્સના વધુ 11.46 લાખ શેર્સ રૂ. 38.77 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
• વંડરલા હોલિડેઝઃ વેલ્યૂક્વેસ્ટ ઈન્ડિયા મોસ્ટ ફંડે કંપનીના 3,48,251 શેર્સનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 238.11 પ્રતિ શેરના ભાવે શેર્સ વેચ્યાં છે.
• ઓરિએન્ટ સિમેન્ટઃ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીએ શુક્રવારે કંપનીના 44.70 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું.
• ઈન્ફોસિસે જણાવ્યું છે કે તેણે બાયબેક પ્રોગ્રામને લગભગ પૂર્ણ કર્યો છે. બાયબેક કમિટિ 8 સપ્ટેમ્બરે બાયબેક પ્રોગ્રામના ક્લોઝર અંગે નિર્ણય લેવા માટે મળશે.
• બલરામપુર ચીનીએ એનએસઈ પરથી કંપનીના 11,29,869 શેર્સની રૂ. 366.53ના ભાવે ખરીદી કરી છે.
• એપોલો હોસ્પિટલ્સઃ કંપની દેશમાં પ્રથમ કંપની બની છે જેણે 100 રોબોટિક કાર્ડિઆક સર્જરી પૂરી કરી છે.
• ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સાઉદી અરેબિયાએ ભાવમાં કરેલા ઘટાડાનો લાભ થઈ શકે છે.
• ઓગસ્ટ મહિનામાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિકમાંમાસિક ધોરણે 31 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. તે 66 લાખ પેસેન્જર્સ પર જોવા મળ્યો હતો.
• દેશના મહત્વના પોર્ટ્સ ખાતે કાર્ગો ટ્રાફિકમાં ઓગસ્ટ દરમિયાન 11.43 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 5.759 કરોડ ટન પર રહ્યો હતો.
• કંપનીએ સ્પુટનિક વીના દસ લાખ ડોઝમાંથી પ્રથમ શીપમેન્ટ સપ્લાય કર્યું છે.
• પેટ્રોનેટ એલએનજી અને ઓએનજીસી વિદેશ રશિયાના લિક્વિફાઈડ ગેસ પ્રોજેક્ટ આર્કટિક એલએનજી 2માં હિસ્સો ખરીદવા માટે વિચારી રહ્યાં છે.
Market Opening 7 Sep 2021
September 07, 2021