બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ
શેરબજારોમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી રહી છે. જોકે કેટલાંક બજારો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં સિંગાપુર, હોંગ કોંગ અને કોરિયાનો સમાવેશ થાય છે. જાપાન અને તાઈવાન 1.2 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ બજારમાં સતત બીજા દિવસે ગુરુવારે નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ 171 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેક 19 પોઈન્ટ્સની નરમાઈ સૂચવતો હતો. યુરોપ બજારોએ પણ 1.73 ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 11 પોઈન્ટ્સના સુધારે 17830.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે ગુરુવારનું તળિયું એક નજીકનો સપોર્ટ બની રહેશે. જ્યારે 17260નું સ્તર મહત્વનો સપોર્ટ ગણાશે. જેની ઉપર બજારમાં સુધારાતરફી ટ્રેન્ડ અકબંધ ગણાશે. માર્કેટ 17900ને પાર કરશે તો 18200 સુધીનો સુધારો દર્શાવે તેવી શક્યતાં છે. આઈટી ક્ષેત્રે બે દિવસના નોંધપાત્ર ઘટાડા બાદ એક બાઉન્સ સંભવ છે. જ્યારે બેકિંગમાં પણ અન્ડરટોન બુલીશ છે.
મહત્વની હેડલાઈન્સ
• એચસીએલ ટેક્નોલોજીએ જર્મન આઈટી કન્સલ્ટીંગ કંપની ગેસેલશાફ્ટમાં 51 ટકા હિસ્સાની ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે.
• મેક્રોટેકે ડિસેમ્બરમાં સારા પરિણામો રજૂ કર્યાં છે. કંપની ત્રિમાસિક ધોરણે 40 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2608 કરોડનું પ્રિ-સેલ્સ નોંધાવ્યું છે.
• ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકે ડિસેમ્બરમાં રૂ. 4800 કરોડનું લોન વિતરણ કર્યું છે. જે વાર્ષિક ધોરણે 120 ટકા વૃદ્ધિ સૂચવે છે.
• ટાઈટને તેના સમગ્ર બિઝનેસમાં મજબૂત માગ નોંધાવી છે. વાર્ષિક ધોરણે તેણે 36 ટકા વૃદ્ધિ દર્શાવી છે.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાંખ રિલાયન્સ રિટેલે ડૂન્ઝોમાં 25.8 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• અદાણી એન્ટરપ્રાઈઝે એનટીપીસીને 10 લાખ ટન કોલ સપ્લાય માટેનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
• આનંદ રાઠીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 106 કરોડની આવક નોંધાવી છે. જે વાર્ષિક ધોરણે 4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કરવેરા પૂર્વેનો નફો 2.4 ટકા વધી રૂ. 44 કરોડ રહ્યો છે.
• હિંદુજા ગ્લોબલે તેના હેલ્થકેર સર્વિસિઝ બિઝનેસના વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરી છે. કંપનીએ બેરિંગને 1.2 અબજ ડોલરમાં આ વેચાણ કર્યું છે. કંપની એક શેર સામે એક બોનસ શેર પણ ઈસ્યુ કરશે.
• ફિચે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના પ્રસ્તાવિત ડોલર સિનિયર સિક્યોર્ડ બોન્ડ્સને બીબીનું રેટિંગ આપ્યું છે.
• ઝી લર્નમાં સ્પ્રિંગ વેન્ચર્સે બલ્ક ડિલમાં 50 લાખ શેર્સની ખરીદી કરી હતી.
Market Opening 7 Jan 2022
January 07, 2022
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2022/01/Daily-Market-Update-7-Jan-2022.jpg)