Market Tips

Market Opening 6 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક શેરબજારોમાં દિશાહિન ટ્રેડ યથાવત

વિતેલા સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 75 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 32 પોઈન્ટ્સના સુધારે સર્વોચ્ચ ઊંચાઈ પર બંધ જોવા મળ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જળવાયો છે. જાપાનનો નિક્કાઈ 1.8 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગ અને ચીન 0.5 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સિંગાપુર અને તાઈવાન 0.3 ટકાનો સામાન્ય સુધારો ધરાવે છે. જ્યારે કોરિયન બજાર સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ક્રૂડમાં નરમાઈ

વૈશ્વિક ક્રૂડના ભાવ સપ્તાહની શરૂઆતમાં નરમાઈ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.2 ટકા ઘટાડા સાથે 71.73 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. હાલમાં ક્રૂડ 68-72 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. તે બેમાંથી એકબાજુ બ્રેકઆઉટ આપે તેવી શક્યતા છે.

ગોલ્ડમાં ફ્લેટ ટ્રેડ

વૈશ્વિક ગોલ્ડમાં શુક્રવારે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તે તાજેતરની ટોચ પર બંધ રહ્યું હતું. તેણે 1830 ડોલરના અવરોધને પાર કર્યો હતો. આજે સવારે તે 3.75 ડોલરની નરમાઈ સાથે 1830 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. જો આ સ્તર પર તે ટકી જશે તો 1900 ડોલર સુધીનો સુધારો સંભવ છે. ગોલ્ડમાં ફંડામેન્ટલ્સ મજબૂતી સૂચવે છે.

રિલાયન્સની પાંખે સ્ટ્રેન્ડ લાઈફ સાઈન્સિસના 2.28 કરોડ શેર્સ ખરીદ્યાં

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીને રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સે સ્ટ્રેન્ડ લાઈફ સાઈન્સિસના 2,28,42,654 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે. રૂ. 10ની ફેસવલ્યૂ ધરાવતાં શેરની ખરીદી માટે કંપનીએ કુલ રૂ. 393 કરોડનું રોકાણ કર્યું છે. આરઆઈએલે જણાવ્યું છે કે માર્ચ 2023 સુધીમાં તે વધુ રૂ. 160 કરોડનું રોકાણ કરશે. જ્યારબાદ તે સ્ટ્રેન્ડ લાઈફમાં 80.3 ટકા હિસ્સો ધરાવતી હશે. કંપનીના જણાવ્યા મુજબ તેણે ડિજિટલ હેલ્થકેર બિઝનેસના ભાગરૂપે આ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. કંપની ભારતમાં પોસાય તેવા ભાવે વિશ્વ કક્ષાની ટેક્નોલોજી અને ઈનોવેશન આધારિત હેલ્થકેર ઈકોસિસ્ટમ ઊભી કરવા માગે છે. સ્ટ્રેન્ડ ભારતમાં જેનોમિક્સ ટેસ્ટીંગની શરૂઆત કરનાર કંપની છે. તે હેલ્થકેર પ્રોવાઈડર્સને બાયોઈન્ફોર્મેટીક્સ સોફ્ટવેર અને ક્લિનિકલ રિસર્ચ સોલ્યુશન્સ પૂરાં પાડે છે.

 

મહત્વની હેડલાઈન્સ

  • રિલાયન્સે જામનગર ખાતે નવા એનર્જી બિલ્ડિંગનું બાંધકામ શરૂ કર્યું.
  • સાઉદી અરેબિયાએ ખરીદારોને આકર્ષવા માટે ઓઈલના ભાવમાં ઘટાડો કર્યો.
  • દેશનું ફોરેક્સ રિઝર્વ્સ ઉછળીને 633.6 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ.
  • વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 770 કરોડની કરેલી ખરીદી.
  • સ્થાનિક ફંડ્સે પણ ભારતીય બજારમાં કરેલી રૂ. 669 કરોડની ખરીદી.
  • વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 2905 કરોડનું વેચાણ દર્શાવ્યું.
  • બાર્ક્લેઝે રાકેશ ઝૂનઝૂનવાલાના ઝાયડસ ડિલને કરેલું ફંડીંગ.
  • સરકાર લેધર અને ફૂટવેર ઉદ્યોગ માટે આઈએફએલએડીપી ઈન્સેન્ટીવ સ્કીમ 2025-26 સુધી લંબાવે તેવી શક્યતા.
  • કોલ ઈન્ડિયાના 39 માઈનીંગ પ્રોજેક્ટ્સ શરૂ થવામાં વિલંબ.
  • આરબીઆઈએ જમ્મુ એન્ડ કાશ્મીર સરકારને જેએન્ડકે બેંકમાં હિસ્સો ખરીદવા માટે આપેલી મંજૂરી.
  • એમએન્ડએમ ફાઈનાન્સિયલના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં કલેક્શન્સમાં સુધારો. બેડ લોન્સમાં ઘટાડો.
  • ઓબેરોય રિઅલ્ટીના મતે ઊંચા ઈનપુટ ખર્ચ અને નવા લોંચમાં ઘટાડાને કારણે ભાવમાં વૃદ્ધિ.
  • પંજાબ નેશનલ બેંકે બોંડ સેલ માટે 10 સપ્ટેમ્બરે બેઠક.
Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.