બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ડાઉ જોન્સ નવી ટોચ પર છતાં એશિયન બજારોમાં નરમાઈ
વૈશ્વિક સ્તરે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે મંગળવારે રાતે 215 પોઈન્ટ્સના સુધારે 36799.65ના વિક્રમી સ્તરે બંધ દર્શાવ્યું હતું. તેણે 36934.84ની ઈન્ટ્રા-ડે ટોચ પણ દર્શાવી હતી. જોકે બીજી બાજુ નાસ્ડેક 210 પોઈન્ટ્સ અથવા 1.33 ટકા ઘટાડે બંધ આવ્યો હતો. આજે સવારે જાપાન સિવાય એશિયન બજારો પણ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયા 1.41 ટકાનો જ્યારે હોંગ કોંગ 0.95 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે. તાઈવાન, સિંગાપુર અને ચીનના બજારો પણ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો નેગેટિવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 73 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17802ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ સાધારણ નરમાઈ સાથે ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે માર્કેટમાં તીવ્ર ઘટાડાની શક્યતાં નથી. માર્કેટ સંપૂર્ણપણે તેજીવાળાઓના અંકુશમાં છે અને તેથી વધ-ઘટે તે મક્કમ જોવા મળી શકે છે. નિફ્ટીને 17250નો સપોર્ટ છે. જે સ્તર અકબંધ છે ત્યાં સુધી માર્કેટમાં કોઈ તેજી ઊભી રાખી શકાય. માર્કેટનો ટાર્ગેટ 18200નો છે. જે એકાદ સપ્તાહમાં જોવા મળી શકે છે.
ઓપેક ઉત્પાદન વધારશે
ઓપેક અને અન્ય ક્રૂડ ઉત્પાદકોની બેઠકમાં 4 લાખ બેરલના ધોરણે ઉત્પાદન વૃદ્ધિનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે ક્રૂડના ભાવો પર આ નિર્ણયની કોઈ અસર પડી નહોતી અને તે મક્કમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 80 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો આ સ્તરને પાર કરશે તો 90-100 ડોલરની રેંજમાં જોવા મળે તેવી શક્યતા છે.
ગોલ્ડમાં બે બાજુની વધ-ઘટ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો મંગળવારે ફરી 1810 ડોલરને પાર કરીને બંધ જોવા મળ્યો હતો. આજે સવારે તે 1815.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ગોલ્ડમાં અન્ડરટોન મક્કમ છે. 1820 ડોલરનું સ્તર પાર કરી ત્યાં ટકશે તો ઝડપી સુધારાની સંભાવના છે.
મહત્વની હેડલાઈન્સ
• થર્મેક્સે યૂપી કાતે એફજીડી સિસ્ટમ્સની સ્થાપના કરવાના રૂ. 545.6 કરોડના ઓર્ડરને પૂરો કર્યો છે.
• ભારતી એરટેલ વર્તમાન કોર્પોરેટ સ્ટ્રક્ચર સાથે કામગી ચાલુ રાખશે. જોકે ડીટીએચ કામગીરીને તે પોતાની સાથે ભેળવવાનું વિચારી રહી છે.
• પીએસયૂ કંપની ગેઈલે અન્ય પીએસૂય કંપની ઓએનસીજી ત્રિપુરા પાવર કંપનીમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સે મહારાષ્ટ્રમાં હિંદુસ્તાન યુનિલિવર પ્રોડક્ટ્સનો સપ્લાય ફરી શરૂ કર્યો છે.
• હોંગ કોંગ સ્થિત વેલ્યૂ પાર્ટનર્સ હાઈ-ડિવિડન્ડ સ્ટોક્સ ફંડે એફલ ઈન્ડિયામાં રૂ. 1194.25 પ્રતિ શેરના ભાવ 1,05,739 શેર્સની ખરીદી કરી છે.
• એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટે ગો ફેશનમાં 0.85 ટકા હિસ્સાની ઓપન માર્કેટ મારફતે 3 જાન્યુઆરીએ ખરીદી કરી હતી.
• બંધન બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં ડિપોઝીટ્સમાં ત્રિમાસિક ધોરણે 3 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને કુલ ડિપોઝીટ્સ રૂ. 84500 કરોડ પર જોવા મળી હતી.
• ટેક્સમો પાઈપ્સે ટેક્સમો વોટર ટેંકનું કમર્સિયલ ઉત્પાદન શરૂ કર્યું છે.
• આઈટીસીએ માસ્ટર શેફ બ્રાન્ડ હેઠળ પ્લાન્ટ બેઝ્ડ મીટ પ્રોડક્ટ્સમાં પ્રવેશ કર્યો છે.
• ગ્રાસિમના પ્રમોટર્સે કંપનીમાં વધુ 59 હજાર શેર્સની ખરીદી કરી છે.
Market Opening 5 Jan 2022
January 05, 2022