બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
શેરબજારોમાં નવેસરથી ઘટાડો
વૈશ્વિક શેરબજારો વધુ મંદીમાં સરી પડ્યાં છે. આજે સવારે એશિયન બજારો તેમના તાજેતરના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ અને જાપાન બજારો 2 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. જ્યારે તાઈવાન, સિંગાપુર, કોરિયા અને ચીન પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. ગુરુવારે યુરોપ બજારો 2.6 ટકા સુધીનો ઘટાડો સૂચવતાં હતાં. રાતે યુએસ બજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 227 પોઈન્ટ્સ ઘટાડે 16285 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 16200નું 24 ફેબ્રુઆરીનું બોટમ મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો 15500-15800ની રેંજમાં જોવા મળી શકે છે. ઉપર 16600 પર ટકવું અઘરું બન્યું છે. આમ તેની ટ્રેડિંગ રેંજ 15800-16600ની જોવા મળી શકે છે.
ક્રૂડમાં વધ્યા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેત
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ગુરુવારે ટોચના મથાળેથી સારો ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ વાયદો 119.78 ડોલરની ટોચ બનાવી 110.46 ડોલરના સ્તરે બંધ રહ્યો હતો. આજે સવારે 110.41ના સ્તરે ખૂલી 2 ટકાથી વધુ સુધારા સાથે 112.70 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. યુક્રેન-રશિયા યુધ્ધની નેગેટિવ અસરો ડિસ્કાઉન્ટ થઈ ચૂકી હોય તેમ જણાય છે. જે સ્થિતિમાં તે વધુ ઘટાડો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં મજબૂત અન્ડરટોન સાથે પોઝીટીવ ટ્રેડ
વૈશ્વિક ગોલ્ડના ભાવ છેલ્લાં ત્રણેક સત્રોથી 1930-1945 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આજે સવારે તે 6 ડોલરના સુધારા સાથે 1942 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. તેના માટે 1975 ડોલરની તાજેતરની સપાટી એક અવરોધ છે. જે પાર થતાં ગોલ્ડ 2000 ડોલરનું સ્તર કૂદાવે તેવી શક્યતાં છે.
મહત્વની કોર્પોરેટ હેડલાઈન્સ
• ઈઆઈએચ હોટેલ્સે ઈઆઈએચ પ્રેસ યુનિટ્સની એસેટ્સનું રૂ. 94.5 કરોડમાં વેચાણ કર્યું છે.
• ઈન્ડિયામાર્ટ ઝીમ્યો કન્સલ્ટીંગમાં 10 ટકા હિસ્સો ખરીદશે.
• એલટી ફૂડ્સે જણાવ્યું છે કે તેના યુનિટે ગોલ્ડન સ્ટાર ટ્રેડિંગમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• એઆઈએ એન્જીનીયરીંગે જણાવ્યું છે કે રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધને કારણે નિકાસ પર કોઈ દેખીતી અસર નથી જોવા મળી.
• થેમિસ મેડીકરે કોવિડ-19 દવા માટે સરકારની મંજૂરી મેળવી છે.
• વોડાફોન આઈડિયા પ્રમોટર્સ પાસેથી રૂ. 4500 કરોડ ઊભા કરશે.
• એચડીએફડી એસેટ મેનેજમેન્ટે ગેબ્રિઅલ ઈન્ડિયામાં વધુ 2.13 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
• એમએન્ડએમ ફાઈનાન્સિયલે ફેબ્રુઆરીમાં રૂ. 2733 કરોડનું લોન વિતરણ કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 44 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
• વોખાર્ડ દરેક 10 શેર્સ સામે 3 રાઈટ શેર્સ ઈસ્યુ કરશે.
• મહિન્દ્રા લાઈફે જણાવ્યું છે કે કલ્યાણ પ્રોજેક્ટ લોંચ કર્યાંના ચાર સપ્તાહોમાં તેણે 200થી વધુ એપ્લિકેશન્સ મેળવી છે.