બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
મહત્વના વૈશ્વિક બજારોમાં રજા વચ્ચે સ્થિરતા
કેલેન્ડર 2021ના આખરી દિવસે જાપાન, કોરિયા, તાઈવાન સહિતના એશિયન બજારોમાં રજા વચ્ચે અન્ય બજારોમાં સ્થિરતા સાથે સુધારો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં હોંગ કોંગ 1.8 ટકાનો ઉછાળો દર્શાવે છે. જ્યારે ચીન 0.5 ટકા મજબૂતી સૂચવે છે. ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 91 પોઈન્ટ્સની નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 25 પોઈન્ટસના સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યો હતો. યુરોપ બજારોમાં ફ્લેટ ટ્રેડ જોવા મળતો હતો.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 15 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17270ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર લગભગ ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. માર્કેટ હાલમાં કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યું છે. લોંગ ટ્રેડર્સે નજીકમાં 17100 અને દૂરમાં 16700ના બે સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. માર્કેટ વધ-ઘટે સુધારાતરફી ચાલ જાળવે તેવી ઊંચી શક્યતાં છે.
ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
વૈશ્વિક ક્રૂડના ભાવ છેલ્લાં ત્રણેક સત્રોથી રેંજમાં અથડાઈ ગયાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 78-80 ડોલરની રેંજમાં ટ્રેડ થતો જોવા મળે છે. આજે સવારે તે 0.8 ટકા ઘટાડે 78.93 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવે છે. 80 ડોલરનું સ્તર પાર થશે તો ઝડપી સુધારો નોંધાવી શકે છે. તેને ઉપરમાં ઓક્ટોબરમાં દર્શાવેલી 87 ડોલરની ટોચનો અવરોધ છે.
ગોલ્ડમાં ઊંચી વધ-ઘટ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો બુધવારે 1800 ડોલરની નીચે ઉતરી ગયા બાદ ઝડપથી પરત ફર્યો હતો અને ગુરુવારે તેણે 1814 ડોલર પર બંધ રહ્યો હતો. આજે એશિયન ટાઈમ મુજબ તે 5.55 ડોલરના સુધારે 1819.65 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે પીળી ધાતુમાં ખરીદી નીકળી છે. 1820 ડોલરના સ્તર પર તેના માટે 1850 ડોલર સુધીનો ટાર્ગેટ છે. જ્યારે આ સ્તર પાર થશે તો સોનુ આગામી વર્ષે 2000નો ટાર્ગેટ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સીસીઆઈએ જીંદાલ પાવરનો 96.42 ટકા હિસ્સો ખરીદવા માટે વર્લ્ડોનને મંજૂરી આપી છે.
• એસબીઆઈ નવા બેટ બેન્ચમાર્ક માટે તૈયાર બની છે.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 578 અબજ ડોલરની વેચવાલી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 1001 કરોડની ખરીદી કરી હતી.
• રાજ્યોએ ટેક્સટાઈલ્સ પર જીએસટી રેટમાં વૃદ્ધિની માગને મોકૂફ રાખવા કેન્દ્રને જણાવ્યું છે.
• એપ્રિલ-નવેમ્બર માટે ફિસ્કલ ડેફિસિટનો ડેટા આજે સાંજે જાહેર કરવામાં આવશે.
• ભારત ફોર્જે મુંધવા અને સતારા પ્લાન્ટના સ્ટાફ માટે વીઆરએસ પ્લાનની જાહેરાત કરી છે.
• બાયોકોનનો બાયોલોજિક્સ પાર્ટનર વાઈટ્રીસે સનોફી સામે યુએસ કોર્ટમાં વિજય મેળવ્યો છે.
• આઈડીએફસી ફર્સ્ટ બેંકે આઈડીએફસી લિ અને આઈડીએફસી ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ સાથે મર્જરની તરફેણ કરી છે.
• પાવર ગ્રીડ કોર્પોરેશને માનેસર ખાતે રૂ. 322 કરોડના ખર્ચે ડેટા સેન્ટર ઊભું કરવાને મંજૂરી આપી છે.
• એસબીઆઈએ રૂ. 34 કરોડમાં આઈએફએસસીમાં 9.95 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિલાયન્સ ન્યૂ એનર્જીને 2.93 કરોડ શેર્સની ફાળવણી કરશે. જ્યારબાદ કંપનીમાં રિલાયન્સનો હિસ્સો 15.46 ટકા પર પહોંચશે.
Market Opening 31 Dec 2021
December 31, 2021
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2021/12/Daily-Market-Update-31-Dec.jpg)