માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં નરમ ટ્રેડિંગ
સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 56 પોઈન્ટ્સની નરમાઈ સાથે સાધારણ નેગેટિવ બંધ દર્શાવી રહ્યો હતો. જેની સાથે એશિયન બજારો પણ આજે સવારે નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ 1.3 ટકા સાથે સૌથી વધુ નરમાઈ સૂચવે છે. સિંગાપુર બજાર પણ 1.21 ટકાનો ઘટાડો દર્શાવે છે. તાઈવાન, કોરિયા અને ચીનના બજારો અડધાથી એક ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે જાપાન 0.2 ટકા નરમાઈ સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 37 પોઈન્ટ્સ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તે 16928ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નેગેટિવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે ભારતીય બજારમાં મોમેન્ટમ તેજીનું છે અને તેથી આજે નિફ્ટી 17000ની સપાટી પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. ટ્રેડર્સે 16550ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
ક્રૂડ મક્કમ
વૈશ્વિક ક્રૂડના ભાવ મક્કમ જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 72 ડોલરને પાર કર્યાં બાદ આજે સવારે 0.55 ટકા ઘટાડા સાથે 71.83 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સપ્તાહ અગાઉના તળિયેથી તે 10 ટકાથી વધુ બાઉન્સ સૂચવી રહ્યો છે.
ગોલ્ડમાં મજબૂત અન્ડરટોન
ફેડ ચેરમેને જેક્સન હોલમાં વર્ષાંત સુધીમાં ટેપરિંગની શક્યતા વ્યક્ત કર્યાં બાદ ઈક્વિટી સાથે ગોલ્ડમાં પણ મજબૂતી જોવા મળી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી તે 1800 ડોલરની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે. આજે સવારે તે 2.55 ડોલર સુધારા સાથે 1815 ડોલર પર જોવા મળે છે. તેના માટે 1850 ડોલરનું સ્તર પાર કરવું જરૂરી છે. જે પાર થતાં તે 1900 ડોલર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· ભારત ફોર્જે તે ટેસ્લાને કોમ્પોનેન્ટ્સ સપ્લાય કરવાની વાતચીત ચલાવી રહી હોવાની વાતને રદિયો આપ્યો છે.
· બીપીસીએલમાં સંભવિત ખરીદારો દ્વારા હજુ ડ્યુ ડિલિજન્સ બાકી છે, ત્યારે સપ્ટેમ્બર આખર સુધીમાં સરકારના સમગ્ર હિસ્સા માટે ફાઈનાન્સિયલ બીડ્સ સબમિટ કરવામાં આવે તેવી અપેક્ષા છે. વિલંબ થયો હોવા છતાં સરકાર ચાલુ વર્ષે જ વર્તમાન ભાવે રૂ. 54 હજાર કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટની અપેક્ષા રાખે છે.
· ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે જણાવ્યું છે કે ફંડ ઊભું કરવાથી કંપનીના અસાધારણ ઋણને ઘટાડવામાં સહાયતા મળશે.
· કેકેઆર મોરેશ્યસ પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સે કોફી ડે એન્ટરપ્રાઈસિસના 2.5 લાખ શેર્સ અથવા 1.2 ટકા શએર્સનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 25.47ના ભાવે શેર વેચ્યાં છે.
· ગુડલક ઈન્ડિયાએ લાર્સન એન્ડ ટુબ્રો પાસેથી ભારતમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ફેબ્રિકેટેડ સ્પેશ્યલ બ્રીજ પૂરા પાડવા માટે રૂ. 199 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
· એચસીએલ ટેક્લોનોલોજિસ ડેલાવર સ્થિત ઓસ્ટીન જીઆઈએસ ઈન્કમાં 13.9 ટકા હિસ્સો મેળવવા માટે કંપનીના સિરિઝ એ પ્રિફર્ડ શેર્સમાં 12.5 કરોડ ડોલરનું રોકાણ કરશે.
· જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના બોર્ડે સિનિયર બોન્ડ્સ મારફતે એક અબજ ડોલર એકત્ર કરવાને મંજૂરી આપી છે.
· કેએનઆર કન્સ્ટ્રક્શન્સના બોર્ડે ક્યૂબ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ત્રણ સ્પેશ્યલ પરપઝ વેહીકલ કંપનીઓનો સમગ્ર હિસ્સો વેચવા માટે મંજૂરી આપી છે.
· કોટક મહિન્દ્રા બેંક એરટેલ પેમેન્ટ્સ બેંકના 20 કરોડ શેર્સનું ભારતી એન્ટરપ્રાઈઝિસને વેચાણ કરશે.
· લાર્સન એન્ડ ટુબ્રોએ એલએન્ડટી ઉત્તરાંચલ હાઈડ્રોપાવરના સમગ્ર હિસ્સાનું રિન્યૂ પાવર સર્વિસિસને વેચાણ પૂર્ણ કર્યું છે.
· ઓએનજીસી તેની વિશાળ ઓફશોર જમીનનો ઉપયોગ કરી વિન્ડ ઊર્જા પેદા કરી રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો બનાવવા માગે છે એમ ચેરમેન સુભાષ કુમારે જણાવ્યું છે.
· ટીવીએસ મોટર હવેથી ગ્રાહકોને કસ્ટમાઈઝ મોટરસાઈકલ્સ ઓફર કરી રહ્યું છે. જેમાં ગ્રાહક ખરીદી વખતે તેને પર્સનલાઈઝ કરી શકે છે. ગ્રાહકની પસંદગી મુજબના સુધારા ફેકટરી ખાતે કરીને જ ડિલીવરી આપવામાં આવશે.
Market Opening 31 August 2021
August 31, 2021