બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ડાઉ જોન્સમાં સર્વોચ્ચ ઊંચાઈ વચ્ચે એશિયન બજારોમાં સુસ્તી
વૈશ્વિક બજારોમાં યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 90 પોઈન્ટ્સના સુધારે 36489ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 16 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારો સુસ્તી દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન, સિંગાપુર, તાઈવાન, કોરિયા નેગેટિવ ટ્રેડ સૂચવે છે. જ્યારે હોંગ કોંગ અને ચીન 0.6-0.8 ટકાની રેંજમાં સુધારો દર્શાવી રહ્યાં છે. બુધવારે યુરોપિયન બજારો પણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી અગાઉના બંધ સ્તરે ફ્લેટ ટ્રેડ દર્શાવવા સાથે 17213ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 17200-17300ની રેંજમાં અવરોધ નડી રહ્યો છે. જોકે બે-ચાર સત્રોના કોન્સોલિડેશન બાદ તે આ સ્તરને પાર કરે તેવી શક્યતાં છે. નીચામાં જ્યાં સુધી નિફ્ટી 16700ના સ્તર પર ટકેલો છે. ત્યાં સુધી મીડિયમ ટર્મમાં સુધારાતરફી ટ્રેન્ડ અકબંધ ગણાશે.
વૈશ્વિક ક્રૂડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ત્રણેક દિવસથી 80 ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. સપ્તાહની શરૂમાં તેણે ઉપરની તરફ બ્રેકઆઉટ આપ્યો હતો. જે સૂચવે છે કે તેજીવાળાઓની મજબૂત પકડ છે. ઓમિક્રોનના વધતાં કેસિસ વચ્ચે પણ ક્રૂડ મચક આપી રહ્યું નથી, જે દર્શાવે છે કે માર્કેટ પ્લેયર્સ ઓમિક્રોનની ઈકોનોમી પર અગાઉના રાઉન્ડ્સ જેટલી ગંભીર અસરની શક્યતાં જોઈ રહ્યાં નથી.
ગોલ્ડમાં ઊંચા સ્તરે ફરી વેચવાલી
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1800 ડોલર પર ટકવામાં મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બુધવારે કોમેક્સ વાયદો 1810 ડોલરના સ્તરેથી 15 ડોલર ગગડી 1800 ડોલર નીચે ચાલ્યો ગયો હતો. આજે સવારે તે 3.25 ડોલર નરમાઈ સાથે 1802.55 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ઓમિક્રોનને લઈને ગભરાટભર્યાં નિવેદનો વચ્ચે ગોલ્ડ સુધારો ટકાવી શક્યું નથી. આમ પીળી ધાતુમાં સુધારા માટે મજબૂત કારણની આવશ્યક્તા જોવા મળી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
• રિઅલ્ટી કંપની પૂર્વંકારા કેપ્પેલ ઈન્વેસ્ટમેન્ટમાં 49 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
• એક્સપ્રો ઈન્ડિયાઃ રેટિંગ એજન્સી બ્રિકવર્કે કંપનીની બેંક લોન ફેસિલિટીઝના રેટિંગને અપગ્રેડ કર્યું છે.
• ઈન્ડિયન હોટેલ્સે ઈએલઈએલ હોટેલ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સમાં 100 ટકા શેરહોલ્ડીંગ મેળવ્યું છે.
• દિપ ઈન્ડસ્ટ્રીઝે જીએસપીસી એલએનજી ટર્મિનલ ખાતે ગેસ કોમ્પ્રેસન સર્વિસિસ માટે રૂ. 44.4 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
• દ્વારિકેશ સુગરઃ ઈકરાએ કંપનીના રેટિંગને જાળવી રાખતાં તેના આઉટલૂકને સ્ટેબલમાંથી પોઝીટીવ બનાવ્યું છે.
• જીએસટી કાઉન્સિલ રૂ. 1000થી નીચું મૂલ્ય ધરાવતાં ટેક્સટાઈલ્સ અને ફૂટવેર પર જીએસટી રેટ્સમાં ઘટાડાને મોકૂફ રાખવા માટે વિચારણા કરશે.
• વરુણ બેવરેજિસે કોંગો ખાતે નવી કંપની વરુણ બેવરેજિસ આરડીસી સાસની શરૂઆત કરી છે. તેણે કાર્બોનેટેડ અને નોન-કાર્બોનેટેડ બેવરેજીસનો બિઝનેસ શરૂ કરવા માટે આમ કર્યું છે.
• એલઆઈસીએ બીપીસીએલમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફતે 2.019 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સિન્ટ્રા આઈએનઆર ઈન્વેસ્ટમેન્ટ્સને રૂ. 211.79 પ્રતિ શેરના ભાવે કુલ 25.24 કરોડ શેર્સની ફાળવણીની મંજૂરી આપી રૂ. 5346.6 કરોડ ઊભા કર્યાં છે.
• પીવીઆર સિનેમાએ તેલંગાણામાં ટિકિટ્સના ભાવમાં વૃદ્ધિ કરી છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.