બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટ્સની આગેકૂચ જારી, એશિયામાં મિશ્ર માહોલ
યુએસ શેરબજારે મંગળવારે આગેકૂચ જાળવી હતી અને નવી ટોચ દર્શાવી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 139 પોઈન્ટ્સ ઉછળી 36052.63ની સપાટી પર બંધ રહ્યો હતો. તેણે પ્રથમવાર 36 હજાર પર બંધ દર્શાવ્યું હતું. નાસ્ડેક 53.68 પોઈન્ટસના સુધારે 15649.60ની ટોચ પર બંધ આવ્યો હતો. એસએન્ડપી 500એ પણ નવી ટોચ દર્શાવી હતી. જોકે એશિયન બજારોમાં દમ નથી. સિંગાપુર, હોંગ કોંગ, ચીન અને કોરિયા નરમાઈ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર તાઈવાન 0.30 ટકા સુધારો દર્શાવે છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સંવત 2077ના આખરી દિવસે ભારતીય બજાર પોઝીટીવ ઓપનીંગ દર્શાવે તેમ સિંગાપુર નિફ્ટી સૂચવે છે. એસજીએક્સ નિફ્ટી 27 પોઈન્ટ્સના સુધારે 17948ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ સુધારા સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. જોકે 18 હજારનું સ્તર નિફ્ટી માટે મહત્વનો અવરોધ બની રહ્યું છે અને તેથી આ સ્તર પાર થાય છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે. નીચે 17600-17700ની રેંજમાં મહત્વનો સપોર્ટ જોવા મળી શકે છે.
ક્રૂડમાં સાંકડી રેંજમાં વધ-ઘટ
વૈશ્વિક ક્રૂડના ભાવ સાંકડી રેંજમાં વધ-ઘટ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે સવારે 1.5 ટકા ઘટાડાસાથએ 83.47 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 82-85 ડોલર વચ્ચે અથડાઈ રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ ઝડપી ગતિ દર્શાવી શકે છે. ત્યાં સુધી સાઈડલાઈન રહેવું જોઈએ.
ગોલ્ડમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 8 ડોલર ઘટાડે 1781 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આજથી યુએસ ફેડની બેઠક શરૂ થવાની છે. જેમાં તે ઈન્ફ્લેશનને લઈને શું ટિપ્પણી કરે છે તે મહત્વનું છે. જો તે રેટ વૃદ્ધિની વાત કરશે તો ગોલ્ડ અને ઈક્વિટીઝમાં શોર્ટ ટર્મમાં ઘટાડોજોવા મળી શકે છે. ટેપરિંગની ઘટનાને માર્કેટ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે.
મહત્વની હેડલાઈન્સ
• ઈક્લર્ક્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 100.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 61.4 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 360.7 કરોડ પરથી વધી રૂ. 523.2 કરોડ થઈ છે.
• સેન્ચ્યૂરી પ્લાયબોર્ડ્સે રૂ. 99 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 50.2 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની આવક રૂ. 522.2 કરોડ પરથી વધી રૂ. 813.6 કરોડ પર રહી હતી.
• મિંડા કોર્પોરેશને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 39.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 25.8 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 656.1 કરોડ પરથી વધી રૂ. 731.3 કરોડ રહી હતી.
• ભારતી એરટેલઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે રૂ. 1134 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 283.5 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 26853.6 કરોડ પરથી વધી રૂ. 28326.6 કરોડ પર રહી હતી.
• કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સને એક્સાઈડ લાઈફમાં 100 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે.
• સ્ટરલાઈટ ટેક્નોલોજિસ મેટિસ એડ્યૂવેન્ચર્સમાં રૂ. 45 કરોડમાં હિસ્સાનું વેચાણ કરશે.
• ટ્રેન્ડે બીજા ક્વાર્ટરમાં રૂ. 126 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 48 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 452 કરોડ સામે રૂ. 1020 કરોડ પર જોવા મળી હતી.
વેદાંતાઃ કંપનીના બોર્ડે દેસાઈ સિમેન્ટ કંપનીની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ટાટા સ્ટીલે બમ્નીપાલ સ્ટીલ લિને ટાટા સ્ટીલ બીએસએલ અને ટાટા સ્ટીલ સાથે ભેળવવા માટે એનસીએલટી પાસેથી સર્ટિફાઈડ ટ્રુ કોપીનો ઓર્ડર મેળવ્યો છે.