માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં સ્થિરતા વચ્ચે એશિયામાં પોઝીટીવ ટ્રેન્ડ
બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 25 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં હોંગ કોંગને બાદ કરતાં અન્ય બજારોમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. જેમાં કોરિયન માર્કેટ 0.85 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યું છે. જ્યારે અન્ય બજારો સાધારણ સુધારો નોંધાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 74 પોઈન્ટ્સની મજબૂતી સાથએ 15704 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. બને કે બજાર નવી ટોચ તરફ જવાનો પ્રયાસ કરે અને તેમાં સફળ પણ રહે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પોઝીટીવ અહેવાલ પાછળ બજારમાં સુધારો આગળ વધે તેવી શક્યતા વધુ છે. નિફ્ટી 15700-15900ની રેંજમાં ટોચ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· આરબીઆઈ નાણાકિય વિસ્તરણ માટે ક્વોન્ટેટિટિવ ઈઝીંગને વેગ આપે તેવો અર્થશાસ્ત્રીઓનો મત.
· ભારતીય સુગર કંપનીઓની નિકાસ 68 લાખ ટનના વિક્રમી સ્તરે પહોંચવાની બલરામપુર ચીનીની જાહેરાત.
· વિદેશી ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 921 કરોડની કરેલી ખરીદી.
· સ્થાનિક ફંડ્સે બજારમાંથી રૂ. 242 કરોડની કરેલી ખરીદી.
· વિદેશી રોકાણકારોએ બુધવારે રૂ. 1600 કરોડની ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કરેલી ખરીદી.
· કોલ ઈન્ડિયા મેનેજમેન્ટ ટ્રેડ યુનિયન્સ સાથે વેતન વૃદ્ધિ માટે ચર્ચા-વિચારણા શરૂ કરશે.
· એમટાર ટેકનોલોજિસનો માર્ચ ક્વાર્ટરનો નફો બમણો થઈ રૂ. 18 કરોડ થયો. જે ગયા વર્ષે રૂ. 9 કરોડ હતો.
· પીવીઆરનો માર્ચ ક્વાર્ટરની ખોટ અંદાજ કરતાં ઘણી વધારે રહી.
· રોસારી બાયોટેક રૂ. 421 કરોડમાં યુનિટોપ કેમિકલ્સની ખરીદી કરશે.
· શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ રૂ. 75 કરોડના એનસીડી ઈસ્યુ કરશે.
· ટાટા પાવરના સોલાર યુનિટે એનટીપીસી પાસેથી રૂ. 686 કરોડનો ઈપીસી ઓર્ડર મેળવ્યો છે.
· વિપ્રોએ ટ્રાન્સેક્શન બેંકિંગ માટે ફિનાસ્ટ્રા સાથે અલગથી ભાગીદારી કરી છે. તેણે ડેનિમ ગ્રૂપમાં તેનો સમગ્ર હિસ્સો 2.24 કરોડ ડોલરમાં વેચ્યો છે અને સ્ક્વાડકોસ્ટમાં 12 લાખ ડોલરમાં લઘુમતી હિસ્સો ખરીદ્યો છે.
Market Opening 3 June 2021
June 03, 2021