બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટ્સમાં ચોથા દિવસે મજબૂતી
યુએસ શેરબજારોએ ચોથા દિવસે સુધારા સાથે બંધ આપ્યું હતું. જેમાં ડાઉ જોન્સ ઈન્ડ. એવરેજ 224 પોઈન્ટ્સનો સુધારો દર્શાવતો હતો. જ્યારે નાસ્ડેક 72 પોઈન્ટ્સ સુધરી બંઘ જોવા મળતો હતો. એશિયન બજારોમાં જોકે મિશ્ર ટ્રેન્ડ જોવા મળે છે. છેલ્લાં બે સત્રો દરમિયાન બંધ જોવા મળતાં કોરિયન અને સિંગાપુર બજારોમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે જાપાન માર્કેટમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળે છે. હોંગ કોંગ, તાઈવાન અને ચીન માર્કેટમાં વેકેશન ચાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 17 પોઈન્ટ્સના ઘટાડે 17791.50ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીમાં 17800નો અવરોધ છે. જે પાર થશે તો માર્કેટ 18000 સુધીનો સુધારો દર્શાવી શકે છે. સતત ત્રણ સત્રોથી એક ટકાથી વધુ સુધારા બાદ તે કોન્સોલિડેશનમાં પણ જોવા મળી શકે છે. જોકે તાજેતરના 16800ના તળિયાથી તે ઘણુ ઉપર આવી ચૂક્યું છે અને હાલમાં ટ્રેન્ડ સુધારાતરફી છે. જેને જોતાં ઘટાડે ખરીદી કરવી યોગ્ય જણાય છે.
મહત્વની હેડલાઈન્સ
• કમ્પિટિશન કમિશને પાંચ ટાયર ઉત્પાદકો પર 23.9 કરોડ ડોલરનો દંડ લાગુ પાડ્યો છે.
• હરિફ અર્થતંત્રોની સરખામણીમાં સૌથી ઊંચા ઋણની પાછળ ભારતનું જંક-રેટિંગ જળવાશે.
• દેશમાં સ્પોન્જ આર્યન મિલ્સમાં ઈંધણ તરીકે ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ શરૂ થશે.
• ડચ પ્રોસિક્યૂટરે ટાટા સ્ટીલ સામે ક્રિમિનલ તપાસ આદરી.
• બુધવારે વૈશ્વિક રોકાણકારોએ સ્થાનિક બજારમાં રૂ. 184 કરોડનું વેચાણ દર્શાવ્યું.
• સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 436 કરોડની ખરીદી કરી.
• વૈશ્વિક રોકાણકારોએ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટમાં રૂ. 2090 કરોડની ખરીદી કરી.
• સરકાર નાણાકિય વર્ષની આખર સુધીમાં આઈડીબીઆઈ માટે એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ મંગાવશે.
• વંદે ભારત ટ્રેન્સ માટે બોમ્બાર્ડિઅર અને સિમેન્ટ જેવી કંપનીઓ વચ્ચે સ્પર્ધા.
• અદાણી ગ્રીન એનર્જીના નફામાં વાર્ષિક ધોરણે 14 ટકા વૃદ્ધિ નોંધાઈ.
• અદાણી ટોટલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 128 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 146 કરોડ પર હતો.
• ભારત ડાયનેમિક્સે ઈન્ડિયન આર્મી માટે રૂ. 3103 કરોડનો મિસાઈલ કોન્ટ્રેક્ટ કર્યો.
• ત્રિવેણી એન્જિનિયરીંગે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 130.12 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 94.66 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1235.44 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 1123.08 કરોડ પર રહી હતી.
• ટિમકેન ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 69.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37.2 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 383 કરોડ પરથી ઊછળી રૂ. 510 કરોડ થઈ હતી.
• એમએન્ડએમ ફાઈનાન્સિયલે રૂ. 893.8 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે કંપનીએ રૂ. 274.1 કરોડની ખોટ દર્શાવી હતી.
• ડાબર ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 504 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 501 કરોડ પર હતો. કંપનીની વોલ્યુમ વૃદ્ધિ 4-6 ટકાની અપેક્ષા સામે 2 ટકા જોવા મળી હતી.
Market Opening 3 Feb 2022
February 03, 2022
![](https://investallign.b-cdn.net/wp-content/uploads/2022/02/Daily-Market-Update-3-Feb-2022.jpg)