બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારો મંદીમાં ગરકાવ
યુએસ સહિતના શેરબજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે 1.57 ટકાના ઘટાડે 34321ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. સવારે એશિયન બજારોમાં જાપાન 2.5 ટકા સાથે સૌથી વધુ નરમાઈ સૂચવે છે. જ્યારે કોરિયા 2 ટકા, તાઈવાન 1.4 ટકા, ચીન 1.3 ટકા અને હોંગ કોંગ 0.3 ટકા નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુરોપ બજારો સોમવારે 2 ટકાથી વધુના ઘટાડે બંધ રહ્યાં હતાં.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 95 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17630ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ તીવ્ર ગેપડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 17600નો સપોર્ટ છે. જે તૂટશે તો 17300-17400ની રેંજ જોવા મળી શકે છે. જ્યાં તેને મહત્વનો સપોર્ટ છે.
ક્રૂડમાં ઊંચા મથાળે વેચવાલી
વૈશ્વિક ક્રૂડમાં ટોચના સ્તરેથી વેચવાલી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 80 ડોલરની સપાટી પાર કર્યાં બાદ આજે સવારે 1.44 ટકા ઘટાડા સાથે 77.22 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. જો તે 75 ડોલર નીચે જશે તો વધુ ઘટાડો સંભવ છે.
ગોલ્ડ છ સપ્તાહના તળિયે, ચાંદી વર્ષના તળિયે
વૈશ્વિક ગોલ્ડ 1740 ડોલરની છ સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. વધ-ઘટે તે 1700 ડોલરનું સ્તર દર્શાવે તેવી શક્યતા છે. કોમેક્સ સિલ્વર વાયદો 22.51 ડોલરના સ્તર પર ટ્રેડ દર્શઆવી રહ્યો છે. જે 22.025 ડોલરના વાર્ષિક તળિયા નજીકનું સ્તર છે.
મહત્વની હેડલાઈન્સ
• સેબીએ સ્પોટ ગોલ્ડ, સોશ્યલ સ્ટોક એક્સચેન્જ ફ્રેમવર્કને આપેલી મંજૂરી.
• કોર્ટે ફ્યુચર જૂથની કંપનીને એસેટ સેલ માટે શેરધારકોની મંજૂરી મેળવવા માટે આપેલી છૂટ.
• આરબીઆઈએ લિક્વિડીટી ટાઈટનીંગનો સંકેત આપતાં બોન્ડ્સમાં સુધારો ધોવાયો.
• ઓગસ્ટમાં દેશમાંખી કટ અને પોલિશ્ડ ડાયમંડ્સની નિકાસમાં વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ નોંધાઈ.
• વિદેશી રોકાણકારોએ સોમવારે ભારતીય બજારમાં રૂ. 419 કરોડની વેચવાલી દર્શાવી.
• આઈનોક્સ લિઝીંગ એન્ડ ફાઈનાન્સે ઓફઆઈનોક્સ વિન્ડના 44.5 લાખ શેર્સની ખરીદી કરી છે. જ્યારે સિધ્ધપાવન ટ્રેડિંગ એલએલપીના 44.5 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
• લ્યુપીને યુએસ ખાતે ડ્રોક્સિડોપા કેપ્સ્યૂલ્સ લોંચ કરી છે.
• શ્રેયસ શીપીંગ એન્ડ લોજિસ્ટીક્સે 35152 ડીડબલ્યુટીનું બલ્ક કેરિયર ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યાં છે.
• એસઆરએફે તેના બોન્સ ઈસ્યુ માટે 14 ઓક્ટોબરને રેકોર્ડ ડેટ તરીકે રાખી છે. કંપની 1:4ના રેશિયોમાં બોનસ શેર ઈસ્યુ કરવાની છે.
• એચસીએલ ટેક્નોલોજી એડબલ્યુએસ સર્વિસ ડિલિવરી પ્રોગ્રામમાં જોડાઈ છે. તે એડબલ્યુએસ કોન્ટેક સેન્ટર ઈન્ટેલિજન્સ પાર્ટનર બની છે.
• પેટ્રોનેટ એલએનજીએ જણાવ્યું છે કે કોચી એલએનજી ટર્મિનલ બે વર્ષોમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કામકાજ કરતું થઈ જશે.
Market Opening 29 September 2021
September 29, 2021