માર્કેટ ઓપનીંગ
યુએસમાં સ્થિરતા વચ્ચે એશિયન બજારોમાં નરમાઈ
મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 96 પોઈન્ટ્સના સુધારે 36398.21ની તેની સર્વોચ્ચ સપાટી નજીક બંધ રહ્યો હતો. અગાઉ તેણે 8 નવેમ્બરે 36432.22નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. આમ લગભગ દોઢ મહિનામાં તે ફરી આ સ્તર નજીક પરત ફર્યો છે. જોકે નાસ્ડેકમાં ઊંચા મથાળે વેચવાલી પાછળ નરમાઈ જોવા મળી હતી. એશિયન બજારો પણ બે ટ્રેડિંગ સત્રોમાં પોઝીટીવ દેખાવ બાદ નેગેટિવ જોવા મળી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારો 0.5થી 0.9 ટકાની રેંજમાં ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે સિંગાપુર અને તાઈવાન સાધારણ પોઝીટીવ જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો સાધારણ ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 48 પોઈન્ટ્સના ઘટાડે 17215ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર સાધારણ નેગેટિવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે બજારમાં બે દિવસમાં જોવા મળેલા મક્કમ અન્ડરટોનને જોતામાં માર્કેટમાં મોટા ઘટાડાની શક્યતાં નથી. નિફ્ટી 17050-17500ની રેંજમાં કોન્સોલિડેટ થાય તેવી શક્યતાં છે. જ્યારે બજેટ પૂર્વે તે સુધારાતરફી બની રહે અને 17700-17900ની રેંજ દર્શાવી શકે છે. નીચામાં 16700નો મહત્વનો સ્ટોપલોસ છે. જે તૂટશે તો જ નિફ્ટીમાં વચગાળા માટે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળશે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ તેના મહિના અગાઉના તળિયાથી 10 ડોલર કરતાં વધુ સુધારો દર્શાવી ચૂક્યાં છે. આમ નવા વેરિયન્ટની ચિંતાથી તે બહાર આવી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 79.12 ડોલરની ટોચ બનાવ્યાં બાદ 78.72 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. 80 ડોલરનું સ્તર પાર કર્યાં બાદ તે 85-95 ડોલરની રેંજમાં જોવા મળી શકે છે. ઈક્વિટી માર્કેટ્સનો પણ ક્રૂડના ભાવને સપોર્ટ મળી રહ્યો છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
ઓમિક્રોનનો ડર ઓછો થવાથી ગોલ્ડના ભાવ ફરી કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. જોકે મહત્વની વાત એ છે કે કોમેક્સ ખાતે તે 1800 ડોલરની નીચે ગગડ્યાં નથી. જે સૂચવે છે કે ઈન્વેસ્ટર્સ ગોલ્ડથી દૂર થવા તૈયાર નથી. યુએસ ખાતે સપ્તાહ બાદ રજૂ થનારા ઈન્ફ્લેશન ડેટાને લઈને તેઓ ચિંતિત હોય શકે છે અને તેથી ગોલ્ડમાં ખરીદી જળવાય શકે છે. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 3.55 ડોલરના ઘટાડે 1807.35 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. જો તે 1820 ડોલરનું સ્તર પાર કરશે તો 1850 ડોલર અને ત્યારબાદ 2000 ડોલરની સપાટી રહેશે.
મહત્વની હેડલાઈન્સ
· સ્ટ્રાઈડ્સ ફાર્માએ ઈમર્જન્સી યુઝ હેઠળ કોવિડ-19 માટેના ઓરલ મેડિકેશન મોલ્નુપીરાવીરના કમર્સિયલ વપરાશ માટે ડીસીજીઆઈની મંજૂરી મેળવી છે. આ પ્રકારની મંજૂરી ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઓરોબિંદો ફાર્મા, નેટકો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માએ પણ મેળવી છે.
· સન ફાર્મા આંધ્ર પ્રદેશ ખાતે એન્ડ-ટુ-એન્ડ મેન્યૂફેક્ચરિંગ સુવિધાની સ્થાપના કરશે.
· સરકાર 1 જાન્યુઆરીથી ટેક્સટાઈલ ક્ષેત્રે આઉટપુટ-લિંક્ડ સ્કિમ્સ માટે અરજીઓ સ્વિકારવાનું શરૂ કરશે.
· મઝગાંવ ડોકે પ્રતિ શેર રૂ. 7.1ના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
· એમએન્ડએમની પાંખ મહિન્દ્રા ત્સુબાકીમાં 49 ટકા હિસ્સાનું રૂ. 58.89 કરોડમાં વેચાણ કરશે.
· જીઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નોઈડા મેટ્રો રેઈલ કોર્પોરેશન માટે એલ-1 બીડર તરીકે ઊભરી આવી છે.
· રેમન્ડે ટેન એક્સ રિયલ્ટી તરીકે રિઅલ એસ્ટેટ બિઝનેસ કંપનીની સ્થાપના કરી છે. જેમાં રૂ. 150 કરોડનું રોકાણ કરશે.
· રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ બોન્ડ સેલ મારફતે રૂ. 8000 કરોડ ઊભાં કરશે.
· ઉડ્ડયન કંપની ઈન્ડિગોએ રૂ. 1122થી શરૂ થાય તે રીતે પાંચ દિવસ માટે સેલની જાહેરાત કરી છે.
· ઈન્ડો એમાઈન્સે 15 જાન્યુઆરીને સ્ટોક સ્પ્લિટ માટે રેકર્ડ ડેટ જાહેર કરી છે. કંપની એક શેરના બે ટુકડાં કરશે.
· લક્સ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સે 1.35 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
· મોશ્ચીપ સેમીકંડક્ટરમાં પ્રમોટર્સે 3 લાખ શેર્સ ઓપન માર્કેટમાં વેચ્યાં છે.
Market Opening 29 Dec 2021
December 29, 2021