યુએસ બજારમાં ઘટાડા પાછળ એશિયામાં વધુ નરમાઈ
યુએસ ખાતે બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ઈન્ડેક્સ 634 પોઈન્ટ્સ અથવા 2.05 ટકા ઘટીને 30303ની સપાટી પર બંધ રહ્યો હતો. જેની પાછળ ગુરુવારે સવારે એશિયામાં પણ સવા ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં તાઈવાન બજાર 1.27 ટકા સાથે સૌથી વધુ નરમાઈ સૂચવે છે. જ્યારે કોર્પી, નિક્કાઈમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળે છે. ચીન અને હોંગ કોંગ પણ 0.8 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે નાસ્ડેક પણ 355 પોઈન્ટ્સ અથવા 2.61 ટકાના ઘટાડે 13271 પર બંધ રહ્યો હતો.
SGX નિફ્ટીમાં નરમાઈ
સિંગાપુર નિફ્ટી 105 પોઈન્ટસના ઘટાડા સાથે 13875ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં પણ બેન્ચમાર્ક ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને નીચે 13700નો સપોર્ટ છે. જે તૂટતાં તે 13100 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે.
ક્રૂડમાં ટકેલી મજબૂતી
ક્રૂડના ભાવમાં મજબૂતી ટકી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 0.14 ટકાની મજબૂતી સાથે 55.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. 55 ડોલર મહત્વનો સપોર્ટ છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
વૈશ્વિક ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ જળવાય છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 9 ડોલર નરમાઈ સાથે 1836 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.82 ટકા ઘટી 25.18 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. એમસીએક્સ ખાતે બુધવારે રાતે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 0.64 ટકા ઘટી રૂ. 48830ના સ્તરે જ્યારે સિલ્વર માર્ચ વાયદો 0.51 ટકાના ઘટાડે રૂ. 68463ના સ્તરે બંધ રહ્યાં હતાં.
મહત્વની હેડલાઈન્સ
· એપ્રિલ-નવેમ્બર દરમિયાન દેશમાં સીધું વિદેશી રોકાણ 22 ટકા ઉછળી 58.4 અબજ ડોલર પર જોવા મળ્યું છે. ભારતે અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઊંચો વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
· હિંદુસ્તાન યુનિલિવરે ફુગાવાના દબાણને કારણે ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં બજારને નિરાશ કર્યું છે.
· એક્સિસ બેંકે પણ નફામાં 36 ટકા ઘટાડો નોંધાવી એનાલિસ્ટ્સના અંદાજથી વિપરીત પરિણામ દર્શાવ્યાં છે. બેંકે રૂ. 1120 કરોડની આવક નોંધાવી હતી. જે રૂ. 2360 કરોડના અંદાજથી 50 ટકા કરતાં ઓછી હતી. કંપનીએ રૂ. 4604 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું હતું.
· દેશ મુશ્કેલીમાં જોવા મળતી પાવર ઉત્પાદક કંપનીઓ માટે 41 અબજ ડોલરની સુધારણા યોજના માટે વિચારી રહ્યું છે. જેમાં સ્માર્ટ મીટર્સ, કંટ્રોલ સિસ્ટમ્સ અને પાવર લાઈન્સ જેવા ઉપાયોનો સમાવેશ થાય છે.
· કોર્ટ આજે ફ્યુચર્સ જૂથના વેચાણને અટકાવવા માટેની એમેઝોનની અરજી પર સુનાવણી કરશે.
· એડેન રિન્યૂએબલ્સ ઈન્ડિયાએ સોલાર પ્રોજેક્ટ માટે 16.5 કરોડ ડોલરની ગ્રીન લોન મેળવી છે.
· બુધવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1690 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
· સ્થાનિક ફંડ્સે પણ બુધવારે રૂ. 3380 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
· એસ્ટ્રાલ પોલી 3 ફેબ્રુઆરીએ ફ્રિ શેર ઈસ્યુ માટે વિચારણા કરશે.
· બેંક ઓફ બરોડાએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1060 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1410 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની ગ્રોસ એનપીએ ઘટીને 8.48 ટકા રહી હતી. જે ગયા વર્ષે 9.14 ટકા પર હતી.
· હીરોમોટોકોએ મેક્સિકોની કંપની સાથે ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ કર્યો છે.