માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં સાધારણ નરમાઈ વચ્ચે એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. સતત ત્રીજા દિવસે જાપાનનો નિક્કાઈ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. બેચમાર્ક 0.6 ટકાના સુધારે 26470 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની બે દાયકાની ટોચની સપાટી છે. હોંગ કોંગ, કોરિયા અને તાઈવાનના બજારો પોઝીટીવ ટેરિટરીમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ચીન અને સિંગાપુરના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 66 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવી રહ્યો છે અને 12929ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ 12930ની આસપાસ ખૂલવાની શકયતા છે. બુધવારે ઊંચા સ્તરેથી તીવ્ર વેચવાલી બાદ નિફ્ટી માટે 13150નું સ્તર એક અવરોધ બની રહેશે. જેને પાર કરવા માટે તેણે ખાસ્સી મહેતન લગાવવી પડી શકે છે.
લાર્જ-કેપ્સમાં સુસ્તી વચ્ચે મીડ-કેપ્સમાં મજબૂતીના આસાર
એનાલિસ્ટ્સ માને છે કે લાર્જ-કેપ્સમાં કેટલોક સમય સુસ્તી જળવાય તે દરમિયાન મીડ-કેપ્સમાં સુધારો જળવાય શકે છે. એટલેકે બજાર જ્યારે તીવ્ર ઘટાડો ના દર્શાવતું હોય અને ફ્લેટ ટ્રેડ થતું હોય તેવા દિવસે મીડ-કેપ્સમાં સુધારો જોવા મળી શકે છે. નવેમ્બરમાં નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપે સારો દેખાવ દર્શાવ્યો છે.
બ્રેન્ટ ક્રૂડ 49 પર પહોંચ્યું
ક્રૂડમાં તેજી જળવાય છે. યુએસ ખાતે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 33 ટકા વૃદ્ધિ જેવા પરિબળોએ તેને તેજી માટે કારણ પૂરું પાડ્યું છે. 50 ડોલર પાર થતાં બ્રેન્ટ 55 ડોલર સુધી જાય તેવી પૂરી શક્યતા છે. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો રૂ. 3400ની સપાટીને પાર કરી ગયો છે.
સોનું-ચાંદી નરમ
બુધવારે દિવસ દરમિયાન બંને કિંમતી ધાતુઓમાં સુધારો જોવા મળતો હતો. જોકે મોડી સાંજે તેઓએ લગભગ સુધારો ગુમાવ્યો હતો અને સોનું રૂ. 48500ની આસપાસ જ્યારે ચાંદી રૂ. 60 હજારની નીચે બંધ આવી હતી.
મહત્વની હેડલાઈન્સ
· દેશમાંથી ટીડબલ્યુએસ(ટ્રૂ વાયરલેસ સ્ટીરીઓ અથવા ઈયરબડ્સ)ની નિકાસમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 723 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 60 લાખ યુનિટ્સ પર જોવા મળી હતી.
· દેશમાં ડેટીંગ એપ્સની કામગીરીમાં વૃદ્ધિ આવી છે. ટિન્ડર, બમ્બલ અને ટ્રુલી મેડલી જેવા એપ્સે તેમના સબસ્ક્રાઈબર્સમાં 140 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
· ઈપીસી કંપનીઓને સરકાર તરફથી મળતાં ઓર્ડર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. જેનો લાભ એલએન્ડટીથી લઈને અનેક કંપનીઓને થઈ રહ્યો છે.
· અનએકેડેમીએ 2 અબજ ડોલરના વેલ્યૂએશન પર વધુ 6-7 કરોડ ડોલર ઊભાં કર્યાં છે.
· ટેસ્લાએ સમગ્ર યુરોપમાં મોડેલ એસના ભાવમાં વૃદ્ધિ કરી છે. હાલમાં તે જર્મની ખાતે 81990 યુરો ચાલી રહ્યાં છે.
· એમેઝોન-ફ્યુચર્સના ઘર્ષણમાં સિંગાપુર આર્બિટ્રેશને ફ્યુચર ગ્રૂપની અરજીને ફગાવી દીધી છે.
· જીએસટી સત્તાવાળાઓને એફએમસીજી કંપની જિલેટ અને પીએન્ડજી પ્રોફિટઅરિંગ કરી રહ્યાં હોવાનું જણાયું છે.
· પ્રોડક્ટ્સ પર ફરજિયાત દર્શાવવાની થતી વિગતો નહિ લખવા બદલ એમેઝોનને દંડ કરવામાં આવ્યો છે.
· લૌરસ લેબ્સે બાયોટેક કંપની રિચકોર લાઈફસાઈન્સિઝમાં રૂ. 247 કરોડના ખર્ચે 73 ટકા હિસ્સો ખરીદ્યો છે.