માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે તીવ્ર ઘટાડા પાછળ એશિયામાં વેચવાલી
યુએસ ખાતે ગુરુવારે રાતે ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 560 પોઈન્ટસ તૂટી 31402ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 479 પોઈન્ટ્સ તૂટી 13119 પર બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો 2.8 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયા 2.8 ટકા સાથે સૌથી વધુ ખરાબ છે. જ્યારે નિક્કાઈ 2.4 ટકા, તાઈવાન 2.2 ટકા, હોંગ કોંગ 1.9 ટકા અને ચીન 1.3 ટકા ડાઉન ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો મોટા ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 259 પોઈન્ટ્સની નરમાઈ દર્શાવે છે. જે ભારતીય બજાર 2 લગભગ 1.5 ટકા ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે તેવો સંકેત છે. એસજીએક્સ નિફ્ટી 14921 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર 15000ના સ્તર નીચે જ ખૂલશે એવું જણાય છે. લોંગ ટ્રેડર્સે 14650ના તાજેતરના તળિયાના સ્ટોપલોસે પોઝીશન જાળવવી જોઈએ. જે તૂટતાં પોઝીશન સ્કવેર ઓફ કરી લેવી જોઈએ. કેમકે બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી રહી છે. બજાર ટૂંકાગાળામાં તીવ્ર વધ-ઘટ દર્શાવે તેવા સંકેતો મળી રહ્યાં છે.
ક્રૂડ કોન્સોલિડેશનમાં
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ફરી રેંજ બાઉન્ડ બન્યાં છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ 65.77 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જે અડધા ટકાની સાધારણ નરમાઈ દર્શાવે છે. એમસીએક્સ ખાતે ક્રૂડના ભાવ રૂ. 4600ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વર
ગોલ્ડ-સિલ્વરમાં દિશાવિહિન ટ્રેડ જોવા મળી રહ્યો છે. બંને ધાતુઓ સવારે મજબૂતી અને સાંજે નરમાઈ દર્શાવે છે. ગુરુવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 160ના ઘટાડે રૂ. 46362ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 18ના સાધારણ ઘટાડે રૂ. 69525 પર બંધ રહ્યો હતો. તે રૂ. 70 હજાર પર ફરી એકવાર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
- ડીએચએફએલને આરબીઆઈ તરફથી નો-ઓબ્જેક્શન મળ્યું, કંપનીએ એનસીએલટીમાં રિસોલ્યુશન એપ્લિકેશન ફાઈલ કરી.
- ફ્યુઅલના ભાવમાં તીવ્ર વધારાને ધ્યાનમાં રાખી ઝોમેટોએ ડિલિવરી પાર્ટનર્સના વેતનમાં કરેલી વૃદ્ધિ.
- કહેવાતાં ફેક જીએસટી કેસમાં એલએન્ડટીને રૂ. 30 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો.
- નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુકે કોર્ટની મંજૂરી.
- અદાણી ગ્રૂપ એરપોર્ટ્સ પ્રાઈવેટાઈઝેશનના નવા રાઉન્ડમાં એમએઆઈએલ(મુંબઈ એરપોર્ટ્સ) તરફથી બીડ કરશે.
- વિપ્રોએ એસ્ટી લોડર સાથે 50 કરોડનું ડિલ કર્યું
- ઓલાની ઈલેક્ટ્રીકલ વ્હીલર્સ ફેકટરી બે મહિનામાં શરૂ થશે.
- ફિનટેક પ્લેયર્સે 2020માં વેન્ચર કેપિટાલિસ્ટ પાસેથી 2.7 અબજ ડોલર મેળવ્યાં.
- ન્યૂરેકાનો શેર ઓફર ભાવ સામે 59 ટકા પ્રિમિયમે લિસ્ટ થયો.
- કેડિલાઃ સાયપ્રિયમ થેરાપ્યુટીક્સે કેડિલા સાથે સાયપ્રિમ થેરાપ્યુટીક્સ કોપેર હિસ્ટીડાઈનેટ પ્રોડક્ટ માટે કરાર કર્યો છે. જેનો ઉપયોગ મેંકેસની સારવારમાં થાય છે.
- ડ્રેજિંગ કોર્પોરેશનઃ કંપનીએ અન્ય પીએસયૂ કંપની કોચીન શીપયાર્ડ સાથે ડ્રેજરના બાંધકામ માટે કરાર કર્યાં છે.
- આઈઆરબી ઈન્ફ્રાઃ કંપનીએ થાણે ઘોડબંદર બીઓટી પ્રોજેક્ટ માટે સફળતાપૂર્વક કન્સેશન પિરિયડ પૂરો કર્યો છે.
- ગોદાવરી પાવરઃ કંપનીએ ચીન તથા અન્ય દેશોમાં હાઈ ગ્રેડ આર્યન ઓર પેલેટ્સ(65.6 ટકા ફેરસ)ના નિકાસ માટેના ઓર્ડર્સનું બુકિંગ શરૂ કર્યું છે.
- પીઈએલઃ કંપનીએ કન્વર્ઝન્સ કેમિકલ્સમાં રૂ. 65.10 કરોડના ખર્ચે હિસ્સો ખરીદ્યો છે.
- એમેઝોન ઈન્ડિયાઃ કંપનીએ ઈલેક્ટ્રિલ મોબિલિટી માટેના કમિટમેન્ટના ભાગરૂપે મહિન્દ્રા ઈલેક્ટ્રિક સાથે પાર્ટનરશીપ કરી છે. જે હેઠળ તે 2025 સુધીમાં 10 હજાર ઈલેક્ટ્રિલ વાહન સામેલ કરશે. સાથે કંપની મહિન્દ્રા પાસેથી ટ્રેઓ ઝોર થ્રી-વ્હીલર્સ પણ ખરીદશે.
- ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ નામ એસ્ટેટ પ્રાઈવેટ લિ. અને એમ્બેસી વન કમર્સિયલ પ્રોપર્ટી ડેવલપમેન્ટ્સ પ્રા. લિ.ના ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટમાં મર્જરને મંજૂરી આપી છે.