બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં નવી ટોચ વચ્ચે વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ
ગયા સપ્તાહના અંતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક 74 પોઈન્ટ્સના સુધારે 35677 પર બંધ આવ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 35765ની ટોચ દર્શાવી હતી. જોકે નાસ્ડેક અને એસએન્ડપી500 ઘટીને બંધ રહ્યાં હતાં. એશિયન બજારો આજે સવારે મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ એક ટકો ડાઉન છે. જ્યારે સિંગાપુર અને તાઈવાન પણ રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. કોરિયા, હોંગ કોંગ અને ચીન સાધારણ મજબૂતી સૂચવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 20 પોઈન્ટસ સુધારા સાથે 18164ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ પોઝીટીવ-ટુ-ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. બેન્ચમાર્કને 18000નો સપોર્ટ છે. જે તૂટતાં તે 17700 સુધી ગગડી શકે છે. ઉપરમાં તેને 18350નો અવરોધ છે. જે પાર થતાં 18606ના ઓલ-ટાઈમ હાઈનો અવરોધ બની રહેશે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તેની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.83 ટકાના સુધારે આજે સવારે 85.34 ડોલર પર જોવા મળી રહ્યો છે. તે 86.09 ડોલરની તાજેતરની ટોચને પાર કરશે તો 90 ડોલર સુધીનો સુધારો શક્ય છે. એનાલિસ્ટ્સ ગોલ્ડમાં વધ-ઘટે 100 ડોલર સુધીની શક્યતાં જોઈ રહ્યાં છે.
મહત્વની હેડલાઈન્સ
• આઈસીઆઈસીઆઈ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5339 કરોડના અંદાજ સામે રૂ. 5511 કરોડનો ચોખ્ખો નફો નોઁધાવ્યો છે. કંપનીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પણ રૂ. 11153 કરોડ સામે રૂ. 11690 કરોડ રહ્યાં હતાં.
• એબીબીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 34.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4.8 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 915 કરોડ સામે ઘટી રૂ. 823 કરોડ જોવા મળી હતી.
• ગ્લેન્ડ ફાર્માએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 302 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 218 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 831.5 કરોડ પરથી વધી રૂ. 1080 કરોડ પર જોવા મળી હતી.
• વિમલા લેબ્સે રૂ. 97.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75.4 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 593.8 કરોડ સામે વધી રૂ. 754.9 કરોડ પર જોવા મળી હતી.
• ઓરિએન્ટ ઈલેક્ટ્રીકે રૂ. 34.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32.4 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 433.8 કરોડ સામે ઉછળીને રૂ. 594.4 કરોડ પર રહી હતી.
• તત્વ ચિંતને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 32.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 3.6 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 60 કરોડ પરથી ઉછળી રૂ. 123.6 કરોડ પર રહી હતી.
• મેટ્રોપોલીસે ડો. ગણેશન હાઈટેક ડાયગ્નોસ્ટીક સેન્ટરની 100 ટકા ખરીદી પૂર્ણ કરી છે.
• એચજી ઈન્ફ્રાએ રૂ. 238.7 કરોડના પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કર્યાંનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવ્યું છે.
• વિપ્રોએ નેશનલ ગ્રીડ પાસેથી ડેટા સેન્ટર કોન્સોલિડેશન માટે ઓર્ડર મેળવ્યો છે.
• જીએમઆર ઈન્ફ્રાએ 5 કરોડ પ્લેજ્ડ શેર્સને છૂટાં કરાવ્યાં છે.
• ટાટા કન્ઝ્યૂમરે રૂ. 261 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 234 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2781 કરોડ પરથી વધી રૂ. 3033 કરોડ પર રહી હતી.
• ટાટા એલેક્સિએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 125 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 78.9 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 430 કરોડ સામે વધી રૂ. 595 કરોડ રહી હતી.
Market Opening 25 October 2021
October 25, 2021