માર્કેટ ઓપનીંગ
એશિયન બજારો ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી બાઉન્સ થયાં
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં ફ્લેટ બંધ વચ્ચે એશિયન બજારો ગેપ-ડાઉન ઓપનીંગ બાદ બાઉન્સ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ટેક ઈન્ડેક્સ નાસ્ડેકમાં જોકે 2 ટકાનો ઘટાડો આવ્યો હતો અને તે 13000ની સપાટી તોડી નીચે ઉતરી ગયો હતો. આમ બજારોમાં નરમ ટોન સ્વાભાવિક હતો. એશિયન બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારેસિંગાપુર, હોંગ કોંગમાં સાધારણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તાઈવાન અને કોરિયા 0.8 ટકા સુધી સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે ચીન 0.20 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો સાધારણ પોઝીટીવ ઓપનીંગનો સંકેત
એશિયન બજારો નરમ ખૂલ્યાં ત્યારે 80 પોઈન્ટ્સ ઘટાડો દર્શાવતો સિંગાપુર નિફ્ટી 8-30ના સમયે 24 પોઈન્ટ્સ સુધારા સાથે 14584 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવે તેવી પૂરી શક્યતા છે. જોકે તેના ટકવા સામે સવાલ છે. આજે માર્ચ સિરિઝ એક્સપાયરીનો અંતિમ દિવસ છે અને તેથી બજારમાં ઊંચી વધ-ઘટ જોવા મળી શકે છે. ટ્રેડર્સે નવી સિરિઝમાં લોંગ પોઝીશનને રોલ ઓવર કરવામાં માર્કેટની સ્થિતિ જોઈને નિર્ણય લેવો. નિફ્ટી તેના મહત્વના સપોર્ટથી 200 પોઈન્ટ્સ દૂર ટ્રેડ થઈ રહ્યો છે. 13350 તેનો મજબૂત સપોર્ટ છે.
ક્રૂડમાં તીવ્ર બાઉન્સ
મંગળવારે ઝડપથી તૂટી ગયેલા ક્રૂડમાં બુધવારે તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. 60 ડોલર પર પટકાયેલું બ્રેન્ટ ક્રૂડ સાંજે યુએસ ઈન્વેન્ટરી ડેટા રજૂ થયા બાદ 64 ડોલર વટાવી ગયુ હતું. જોકે આજે સવારે તે 1.44 ટકા ઘટાડે 63.48 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે તેણે 62 ડોલરનો અવરોધ પાર કર્યો છે અને તેથી કેટલોક સમય કોન્સોલિડેશનમાં રહી શકે છે. જો 65 ડોલર પર બંધ આપશે તો ચોક્કસ નવી ટોચ બનાવવાનો પ્રયાસ કરશે.
સોનું-ચાંદીમાં ખરીદીનો અભાવ
કિંમતી ધાતુઓના ભાવ છેલ્લા એક મહિનાથી રેંજમાં અથડાઈ રહ્યાં છે. કોઈ નોંધપાત્ર ખરીદીના અભાવે તેઓ બાઉન્સ દર્શાવવામાં અસમર્થતા અનુભવી રહ્યાં છે. ચાલુ સપ્તાહે ચાંદીમાં 3 ટકાનો ઘસારો જોવાઈ ચૂક્યો છે અને તે રૂ. 65000ના સપોર્ટ નજીક ટ્રેડ થઈ રહી છે. જો આ સ્તર તૂટશે તો તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. છેલ્લા પાંચ મહિનામાં તે રૂ. 59000-71000ની બ્રોડ રેંજમાં અથડાયેલી રહી છે. આજે સવારે વૈશ્વિક બજારોમાં સોનુ 2 ડોલરના સુધારે 1735 ડોલર પર જ્યારે ચાંદી 0.45 ટકાની નરમાઈ સાથે 25.11 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· નાણાપ્રધાનના મતે ભારત કોઈ રેટિંગ ડાઉનગ્રેડનો સામનો કરી રહ્યું નથી.
· ઈન્ડિયન રેલ્વે કોર્પોરેશને ડોલર બોન્ડ વેચાણનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો.
· આદિત્ય બિરલા મ્યુચ્યુલ ફંડે ડેટ પ્લાન્સની મેચ્યોરિટી લંબાવવા માટે કરેલી માગ.
· વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ બુધવારે રૂ. 1952 કરોડની નોંધાવેલી વેચવાલી.
· ટાટા સ્ટીલે 7.025 કરોડ પાર્ટલી પેઈડ-અપ શેર્સના ફૂલ્લી પેઈડ-અપ શેર્સમાં કન્વર્ઝન માટે આપેલી મંજૂરી.
· ઝેડએફ ઈન્ટરનેશનલ યૂકેએ વેબ્કો ઈન્ડિયાને 9.05 ટકા હિસ્સો ઓફર કર્યો.
· સ્વીગી 2 લાખ ડિલિવરી પાર્ટનર્સના કોવિડ વેક્સિનેશનનો ખર્ચ ઉપાડશે.
એરપોર્ટ્સ ટેરિફ વૃદ્ધિથી અદાણી, જીએમઆર જૂથને લાભ થશે.
Market Opening 25 March 2021
March 25, 2021