બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
શેરબજારોમાં આજનો દિવસ બાઉન્સનો બની રહેવાની શક્યતાં
છેલ્લાં સાત સત્રોથી અવિરત ઘટાડા બાદ શેરબજારમાં આજે બાઉન્સ જોવા મળી રહ્યો છે. યુએસ બજારો ગુરુવારે તેમના તળિયેથી તીવ્ર સુધારા સાથે બંધ આવ્યાં હતાં. જેની અસરે એશિયન બજારો 1.5 ટકા સુધીની મજબૂતી સૂચવી રહ્યાં છે. જેમાં જાપાન 1.47 ટકા, સિંગાપુર 1.42 ટકા, કોસ્પી 1 ટકા, ચીન 1 ટકાની મજબૂતી દર્શાવે છે. એક માત્ર હોંગ કોંગ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. યુએસ ખાતે નાસ્ડેક 3.34 ટકાના તીવ્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 275 પોઈન્ટ્સની મજબૂતી સાથે 16512ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજની શરૂઆત કરશે. નિફ્ટી માટે 16200ની ગુરુવારની બોટમ એક નાનો સપોર્ટ બની રહેશે. આમ તો તે ફ્રી ફોલ ઝોનમાં જ ટ્રેડ દર્શાવી રહ્યો છે. ઉપરમાં 16800નો અવરોધ બની રહેશે. જેની ઉપર 17000-17200નો અવરોધ ગણાશે.
ક્રૂડ 100 ડોલરની નીચે
ગુરુવારે 103 ડોલરની સાત વર્ષોની ટોચ બનાવ્યાં બાદ ક્રૂડ પરત ફર્યું હતું. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.7 ટકા ઉછાળે 97.97 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ટોચથી નીચો ટ્રેડ થઈ રહ્યો છે. જોકે અન્ડરટોન હજુ પણ મક્કમ છે. ઓવરબોટ હોવા છતાં તેમાં પ્રોફિટ બુકિંગનો અભાવ જોવા મળે છે.
ગોલ્ડ ઊંધા માથે પટકાયું
વૈશ્વિક ગોલ્ડમાં ઊંચી ભાવ સપાટીએથી ભારે વેચવાલી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે 1976 ડોલરની 18 મહિનાની ટોચ દર્શાવી 1926 ડોલર પર બંધ રહ્યો હતો. આજે સવારે તે વધુ 12 ટકા ઘટાડે 1915 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. નીચામાં 1880નો સપોર્ટ છે. જ્યારે ઉપરમાં 1976ની ગુરુવારની ટોચનો અવરોધ છે. ગોલ્ડમાં ઘટાડે ખરીદીનું સૂચન એનાલિસ્ટ્સ કરી રહ્યાં છે.
મહત્વની હેડલાઈન્સ
• લિંડે ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 67.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 19.4 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
• કેએસબી પંપે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 39.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 23.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
• બાર્બેક્યૂ નેશનમાં મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુલ ફંડે 5.42 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• સનટેક રિઅલ્ટીમાં પોલાર કેપિટલ એલએલપીએ 8.07 લાખની ખરીદી કરી છે.
• ઈન્ફોસિસે એન્ટરપ્રાઈસિસ માટે મેટાવર્સ ફાઉન્ડ્રી સર્વિસ શરૂ કરી છે.
• ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રીએ ભારત ઈલેક્ટ્રોનિક્સ સાથે ટી-90 ટેંસ માટે થર્મલ ઈમેજર્સ સપ્લાય કરવા માટે રૂ. 1075 કરોડનો કરાર સાઈન કર્યો છે.
• વેદાંતા ગ્લોબલ માર્કેટ્સમાં લો-કાર્બન એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સનું વેચાણ કરશે.
• ઈન્ડુસ ટાવર્સમાં યુરો પેસિફિક સિક્યૂરિટીઝે 6.35 કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું.
• વિસુવિયસ ઈન્ડસ્ટ્રીઝે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 13.14 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 19 ટકા ઘટાડો સૂચવે છે.
• વિપ્રો બ્રાઝિલ ખાતે આગામી નાણાકિય વર્ષ દરમિયાન 500થી વધુ લોકોની નિમણૂંક કરશે.