Categories: Market TipsNEWS

Market Opening 25 Feb 2021

 

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં ઉછાળા પાછળ એશિયા મજબૂત

યુએસ ખાતે શેરબજારોમાં બુધવારે લેવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 425 પોઈન્ટ્સ ઉછળી 31968ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 133 પોઈન્ટ્સ સુધરી 13598 પર બંધ રહ્યો હતો. આમ તેમની અસરે એશિયન બજારોમાં પણ તેજી પરત ફરી છે. જાપાનનો નિક્કાઈ 1.64 ટકા સુધારો દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ અને કોરિયા, બંને માર્કેટ 2-2 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. તાઈવાન અને ચીન પણ 1-1 ટકાનો સુધારો નોંધાવી રહ્યાં છે.

SGX નિફ્ટીનો 15000 પર ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 253 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. જોકે તેમાં બુધવારે સાંજે લંબાયેલા ટ્રેડિંગ સત્રનો સમાવેશ થઈ જાય છે. આમ ભારતીય બજાર 60-70 પોઈન્ટ્સ મજબૂતી સાથે ખૂલી શકે છે અને ફરી 15000નું લેવલ હાંસલ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. બુધવારે બજારમાં ટેકનિકલ ખામી પાછળ ટ્રેડમાં અડચણો જોવા મળી હતી.

ક્રૂડ વર્ષની નવી ટોચ પર

વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી આગળ વધી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 66.44 ડોલરની તાજેતરની નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 70 ડોલરની સપાટી તરફ ગતિ કરી રહ્યો હોય તેવું જણાય છે. જે ભારત જેવા અર્થતંત્ર માટે ખરા અર્થમાં ચિંતાનું કારણ બની શકે છે. એમસીએક્સ ખાતે પણ ક્રૂડ રૂ. 4500ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે.

ગોલ્ડમાં નરમાઈ, સિલ્વર મજબૂત

ગોલ્ડમાં રોકાણકારોનો રસ પરત ફરી રહ્યો નથી. વૈશ્વિક બજારમાં સોનુ 1800 ડોલરની સપાટી પર ટકવામાં અસમર્થતા અનુભવી રહ્યું છ. આજે સવારે તે 2 ડોલરની નરમાઈ સાથે 1796 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ચાંદીને બેઝ મેટલ્સનો સપોર્ટ મળી રહ્યો છે અને તે મજબૂતી દર્શાવી રહી છે. કોમેક્સ ખાતે તે ફરી 28 ડોલરની સપાટી પર ટ્રડે થઈ રહી છે. જ્યાં ટકશે તો 32-34 ડોલર સુધીનો ઉછાળો અપેક્ષિત છે. એમસીએક્સ ખાતે બુધવારે રાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 232ના ઘટાડે રૂ. 46570 પર જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 406ના સુધારે રૂ. 69747 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

·         કેન્દ્રિય કેબિનેટે ફાર્મા ઉદ્યોગ માટે પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી હતી

·         મેક્સિકોના ગ્રૂપ બિમ્બોએ મોડર્ન ફૂડ્સને ખરીદ્યું છે.

·         રિલાયન્સે મધ્ય પ્રદેશમાંથી મળેલા કોલ ગેસનું લઘુત્તમ 6 યુએસ ડોલરથી પ્રાઈસિંગ શરૂ કર્યું છે.

·         પાવર કંપનીએ ડિસકોમ્સ માટેની પેનલ્ટીને એસબીઆઈ લેન્ડિંગ રેટ પર ઘટાડીને 5 ટકા કરી છે.

·         સેબી, નાણામંત્રાલયે એનએસઈ ખાતે બુધવારે ઊભી થયેલી ટેકનિકલ ખામી અંગે એક્સચેન્જ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

·         વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે સરકાર નોન-સ્ટ્રેટેજિક પીએસયૂનું વેચાણ કરવા માટે પ્રતિબધ્ધ છે.

·         ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 2020-21માં 2 ટકા વધશે.

·         ભારતનું કોર્પોરેટ બોન્ડ માર્કેટ માર્ચ 2025 સુધીમાં ડબલ થઈ શકે છે એમ ક્રિસિલે જણાવ્યું છે.

·         પિરામલ એન્ટરપ્રાઈઝિસે નવો અલ્ટરનેટિવ ફંડ મેનેજમેન્ટ બિઝનેસ સ્થાપ્યો છે.

·         આઈઓસી ઈથેનોલ, ઈવી બેટરી પ્લાન્ટ્સની સ્થાપના કરશે.

·         રિન્યૂ પાવરે આરએમજી એક્વિઝીશન કોર્પ 2 સાથે મર્જ થવા માટે કરાર કર્યાં છે.

·         સ્ટ્રાઈડ્સે ઈબુપ્રોફેન ઓટીસી ઓરલ સસ્પેન્શન માટે યુએસએફડીની મંજૂરી મેળવી છે.

·         આરબીઆઈએ જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની બેંક માટે બીડર્સ ડિપ પોકેટ્સ ધરાવતાં હોય તે જરૂરી છે. 

Investallign

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.