બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં મજબૂતી જળવાય, એશિયામા મિશ્ર વલણ
યુએસ બજારો નવી ટોચ પર બંધ રહ્યાં હતાં. જોકે એશિયન બજારોમાં સુધારો અટક્યો છે. હોંગ કોંગ, સિંગાપુર અને કોરિયા જેવા બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન, તાઈવાન અને ચીનના બજારો સાધારણ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 44 પોઈન્ટ્સના સુધારે 16663ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. જોકે ઓગસ્ટ સિરિઝ એક્સપાયરી હોવાથી બજારમાં સુધારો ટકે છે કે કેમ તે જોવાનું રહેશે. ઉપરાંત બજારે અગાઉ દર્શાવેલું 16700ની ટોચ પણ અવરોધરૂપ બની શકે છે. આમ બજાર બ્રેકઆઉટ આપે છે કે કોન્સોલિડેશનમાં જાય છે તે જોવું રહ્યું.
મહત્વની હેડલાઈન્સ
• સુપ્રીમ કોર્ટે એજીઆર ડ્યુસ મુદ્દે એરટેલને ટ્રિબ્યુનલમાં જવાની આપેલી છૂટ.
• સરકારની એલઆઈસીમાં એફડીઆઈને છૂટ આપવાની વિચારણા.
• એલઆઈસી એશિયાનો સૌથી મોટો આઈપીઓ બને તેવી શક્યતા.
• સરકારે 12 લાખ ટન જીનેટિકલી મોડીફાઈડ સોયામિલની આયાતની છૂટ આપી.
• 24 ઓગસ્ટ સુધીમાં દેશમાં વરસાદ સામાન્યની સરખામણીમા 9 ટકા ઓછો.
• મંગળવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1645 કરોડની વેચવાલની દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે પણ મંગળવારે રૂ. 2380 કરોડનું વેચાણ કર્યું.
• વિદેશી ફંડ્સે ડેરિવેટીવ્સ સેગમેન્ટ્સમાં રૂ. 1000 કરોડનું વેચાણ દર્શાવ્યું.
• નાણાપ્રધાન જાહેરક્ષેત્રની બેંકના સીઈઓને બુધવારે મળશે.
• સરકારના મોનેટાઈઝેશન પ્લાનમાં હોટેલ અશોક ખાનગી કંપનીને લીઝ પર અપાશે. આઈટીડીસીની હોટેલ્સનું પણ મોનેટાઈઝેશન કરવામાં આવશે.
• સેન્ટ્રમ બે યુનિટ્સને યોજના મુજબ જ સ્મોલ ફાઈનાન્સ બેંકને ટ્રાન્સફર કરશે.
• કેનેરા બેંકેમાં રાકેશ ઝૂનઝૂનવાલાનો 1.5 ટકા હિસ્સો જાહેર થયો.
• પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને એનએચપીસી વચ્ચે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે થયેલા કરાર.
• બ્રિકવર્કે ટાટા સ્ટીલ માટેના આઉટલૂકને સુધારીને એએપ્લસ સ્ટેબલ કર્યું.
Market Opening 25 August 2021
August 25, 2021