બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં સુધારો અલ્પજીવી નીવડ્યો
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ મંગળવાર મોટાભાગનો સમય પોઝીટીવ ટ્રેડ થયા બાદ આખરે 51 પોઈન્ટ્સના ઘટાડે બંધ રહ્યો હતો. તે 34 હજારની સપાટી પર ટકી શક્યો નહોતો. એશિયન બજારોની વાત કરીએ તો મોટાભાગના બજારો નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ અને કોરિયન બજારોમાં રજા છે. જ્યારે લગભગ બે દિવસ બાદ ખૂલેલુ તાઈવાન બજાર 2.1 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યું છે. જાપાન 0.6 ટકા, સિંગાપુર 0.5 ટકા અને ચીન 0.7 ટકાનો ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ-ટુ-નેગેટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 34 પોઈન્ટસની નરમાઈએ 17528ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નેગેટિવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે મંગળવારનો લો એવું 17350નું સ્તર મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં બજાર વધુ ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે ઉપર બાજુએ તેને 17800નો અવરોધ છે. આમ નિફ્ટીમાં બ્રોડ રેંજ 17300-17800ની જોવા મળે તેવી શક્યતા છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ મોટી વધ-ઘટથી દૂર જોવા મળી રહ્યાં છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી બ્રેન્ટ વાયદો 74-75 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે સવારે તે 0.65 ટકા સુધારા સાથે 74.84 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. કોમોડિટીમાં અન્ડરટોન મક્કમ છે અને 75 ડોલર પર ટક્યાં બાદ તે છેલ્લા પોણા બે વર્ષની ટોચ દર્શાવે તેવી શક્યતા છે.
ગોલ્ડમાં ધીમી લેવાલીના સંકેત
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં છેલ્લાં ત્રણ સત્રોમાં 30 ડોલરનો સુધારો જોવાયો છે. ગયા સપ્તાહાંતે 1750 ડોલર નીચે જોવા મળેલો કોમેક્સ ગોલ્ડ ફ્યુચર આજે સવારે એક ડોલરના સુધારે 1780 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ગોલ્ડમાં બાઈંગ જોવા મળી રહ્યું છે. જોકે આગામી બે સત્રોમાં કોમોડિટીમાં મોટી વધ-ઘટ શક્ય છે. આજે રાતે ફેડ એફઓએમસી બેઠક પૂરી થયા બાદ સેન્ટ્રલ બેંક શું કોમેન્ટરી આપે છે તેના આધારે આગળની દિશા નક્કી થશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
• ન્યુકલિયસ સોફ્ટવેરનું બોર્ડ 24 સપ્ટેમ્બરે બાયબેકની વિચારણા માટે મળશે.
• દીપ એનર્જિ કંપની અને કોલ ઈન્ડિયાએ ઝરિયા સીબીએમ બ્લોક વન માટે એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે.
• ઈન્ફોસિસે મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રના ગ્રાહકોને એન્ટરપ્રાઈઝ લેવલ સર્વિસ મેનેજમેન્ટ પૂરું પાડવા માટે સર્વિસ નાઉ સાથે જોડાણ કર્યું છે.
• ઈન્ડિયાબુલ હાઉસિંગનો બેઝ ઈસ્યુ 4.04 ગણો છલકાયો હતો. કુલ રૂ. 807.83 કરોડનું કલેક્શન થયું હતું.
• કેઈસી ઈન્ટરનેશનલે રૂ. 1157 કરોડના મૂલ્યનો નવો ઓર્ડર મેળવ્યો છે.
• ટોરેન્ટ પાવરે સીઈએસસી પાસેથી 156 મેગાવોટની વિન્ડ એનર્જિ ઉત્પાદક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ખરીદ્યો છે.
• એમટીએઆર ટેકનોલોજીએ તેના 100 ટકા ઈઓયુ માટે નાડકેપ સર્ટિફિકેશન મેળવ્યું છે.
• સોસાયટી જનરાલીએ એસબીઆઈ કાર્ડ્સના 85,06,095 ઈક્વિટી શેર્સ રૂ. 1021 પ્રતિ શેરના ભાવે ખરીદ્યાં છે.
• પ્રમોટર કંપની વેલસ્પન ગ્રૂપ માસ્ટર ટ્રસ્ટે રૂ. 103.36 પ્રતિ શેરના ભાવે 7.5 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• સૂર્યા રોશનીએ સ્માર્ટ એલઈડી સ્ટ્રીટ લાઈટ્સના અમલ માટે રૂ. 41.22 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• રૂટ મોબાઈલઃ કંપની ફંડ ઊભું કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• કર્ણાટક સરકારે રૂ. 35-45 લાખ સુધીના મકાનોની ખરીદી પરની સ્ટેમ્પ ડ્યુટીને પાંચ ટકાથી ઘટાડી 3 ટકા કરી છે.
• હેરંબા ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટરે ઓપન માર્કેટમાંથી 0.25 ટકા અથવા એક લાખ શેર્સની ખરીદી કરી છે.
• વેદાંતાએ ઓરિસ્સા ખાતે એલ્યુમિનિયમ સ્મેલ્ટરની ક્ષમતાના વિસ્તરણ માટે રૂ. 1240 કરોડના રોકાણની મૂકેલી દરખાસ્તને કેન્દ્રિય પર્યાવરણ વિભાગે ફગાવી દીધી છે.
• ઈન્ડિયા મેક્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડે વેબસોલ એનર્જિના 3,17,320 ઈક્વિટી શેર્સ રૂ. 64.01 પ્રતિ શેરના ભાવે ખરીદ્યાં છે.
Market Opening 22 September 2021
September 22, 2021
