Categories: Market TipsNEWS

Market Opening 22 Feb 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે સ્થિરતા વચ્ચે એશિયામાં મિશ્ર વલણ

ગયા સપ્તાહ અંતે યુએસ ખાતે ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 4 પોઈન્ટ્સના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાન, હોંગકોંગ અને કોરિયાના બજારો મજબૂત ઓપનીંગ બાદ ઘણો ખરો સુધારો ગુમાવી ચૂક્યાં છે. નિક્કાઈ 0.78 ટકા, હોંગ કોંગ 0.34 ટકા, તાઈવાન 0.84 ટકા અને ચીન 0.4 ટકાનો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયા 0.40 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 60-64 ડોલરની રેંજમાં અથડાઈ ગયું છે. સપ્તાહાંતે ઘટાડો દર્શાવ્યાં બાદ હાલમાં તે 0.77 ટકાની મજબૂતી દર્શાવી રહ્યું છે અને 62.62 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જો તે 60 ડોલર નીચે ટકશે તો જ વધુ ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે સુધારા માટે તેણે 65 ડોલરની સપાટી પાર કરવી જરૂરી છે. જોકે સતત 18 સપ્તાહથી સુધારા બાદ તેમાં કરેક્શનની શક્યતા ઊંચી છે.

ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 8 ડોલર મજબૂતી સાથે 1785 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 1.21 ટકા સુધારા સાથે 27.56 ડોલર પર ટ્રેડ થરી રહ્યો છે. એમસીએક્સ ખાતે ગયા શુક્રવારે દિવસ દરમિયાન સાત મહિનાનું તળિયું બનાવ્યા બાદ સોનુ પોઝીટીવ બન્યું હતું અને રૂ. 46000ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યું હતું. જ્યારે ચાંદીએ રૂ. 420ના સુધારે રૂ. 68914નું બંધ નોંધાવ્યું હતું. વૈશ્વિક સ્તરે કોવિડ કેસિસની વધતી સંખ્યા પાછળ બુલિયનમાં ફરી મજબૂતીની સંભાવના છે.

મહત્વની હેડલાઈન્સ

·         સરકાર ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અથવા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સના ખાનગીકરણ માટે વિચારી શકે છે.

·         સીપીએસઈ વ્યૂહાત્મક વેચાણ પહેલા સરકાર તમામ બીડર્સ પાસેથી સિક્યૂરિટી ક્લિઅરન્સ મેળવશે.

·         સીએનજી વાહનોની માગમાં વૃદ્ધિનો લાભ લેવા માટે મારુતિ આતુર.

·         મૂથૂત ફાઈનાન્સ 2021-22માં રૂ. 700 કરોડની હોલ લોન્સનું વેચાણ કરવાની યોજના.

·         કેઈર્નના જણાવ્યા મુજબ તે ટેક્સ વિવાદને લઈને પરસ્પર સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ કરી રહી છે.

·         448 ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના ખર્ચમાં રૂ. 40000 કરોડની વૃદ્ધિ. 539 પ્રોજેક્ટ્સ તેના સમય કરતાં વિલંબથી ચાલી રહ્યાં છે.

·         ભારતનું સ્માર્ટ ફોન બજાર 2021માં રૂ.  લાખ કરોડને પાર કરી જશે.

·         દાદરા અને નગર હવેલી તથા દિવ અને દમણની ડિસ્કોમ્સમાં 51 ટકા હિસ્સો ખરીદવામાં ટોરેન્ટ પાવર સૌથી મોટા બીડર તરીકે ઊભરી.

·         ડિસેમ્બરમાં વોડાફોન આઈડિયાના ગ્રાહકોમાં 57 લાખનો વધુ ઘટાડો.

·         ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 24965 કરોડનું કરેલું રોકાણ. જાન્યુઆરીમાં તેમણે રૂ. 15000નું રોકાણ કર્યું હતું.

·         એનટીપીસીએ યુપીના ઔરૈયામાં 5 મેગાવોટની ક્ષમતાનો સોલાર પ્લાન્ટ કાર્યરત કર્યો.

·         પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સમાં ચીનની 15 મોટી કંપનીઓનો સમાવેશ.

·         મહામારીને કારણે 18 લાખ ભારતીયોએ 2030 સુધીમાં તેમનો વેપાર-ધંધો બદલવો પડશે. 

Investallign

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.