બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં બીજા દિવસે સુધારો
યુએસ શેરબજારોમાં મંગળવારે નોંધપાત્ર સુધારા પાછળ એશિયન બજારો બીજા દિવસે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બજારોમાં હાલ પૂરતો ઓમિક્રોનનો ગભરાટ શમ્યો હોય એમ જણાય રહ્યું છે. હોંગ કોંગ, તોઈવાન, કોરિયા, સિંગાપરુ, જાપાન અને ચીનના બજારો એક ટકા સુધીના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ગઈકાલે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 561 પોઈન્ટ્સ જ્યારે નાસ્ડેક 360 પોઈન્ટ્સના ઉછાળા સાથે બંધ જોવા મળ્યાં હતાં.
SGX નિફ્ટીનો ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 28 પોઈન્ટ્સના સુધારે 16856ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે બજાર કોન્સોલિડેશન દર્શાવે તેવી શક્યતાંને જોતાં બે બાજુની વધ-ઘટ સંભવ છે. નિફ્ટીમાં 16400ના સ્ટોપલોસને જાળવી ઘટાડે લોંગ ટ્રેડ લઈ શકાય છે. જ્યારે 16800-16900ની રેંજમાં 17200ના સ્ટોપલોસથી શોર્ટ પોઝીશન પણ લઈ શકાય. માર્કેટ શોર્ટ ટર્મમાં 16500-17000ની રેંજમાં જ ટ્રેડ થતું જોવા મળે તેવું જણાય છે.
ક્રૂડમાં સાંકડી રેંજમાં વધ-ઘટ
વૈશ્વિક ક્રૂડ છેલ્લાં કેટલાંક સત્રોથી 71-75 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે નિયંત્રણોની સ્થિતિ જોતાં સેન્ટિમેન્ટ નરમ બને તેવી શક્યતા જોવાતી હતી. જોકે તે 70 ડોલર નીચે ટકી શકતું નથી. જે સૂચવે છે કે લોંગ ટ્રેડર્સ તેમની પોઝીશન છોડવા તૈયાર નથી. આ સ્થિતિમાં તે કોન્સોલિડેટ થઈને 75 ડોલરનું સ્તર પાર કરી શકે તો ઝડપી સુધારો સંભવ છે. કોવિડના પ્રથમ રાઉન્ડ વખતે સૌથી વધુ ગભરાટ ક્રૂડમાં જોવા મળ્યો હતો અને કોમોડિટીના ભાવ ઝડપથી તૂટ્યાં હતાં.
ગોલ્ડમાં દિશાહિન ટ્રેડ
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1800 ડોલરથી નીચે ઉતરી 1790 ડોલર આસપાસ અથડાઈ રહ્યાં છે. પીળી ધાતુને ફરી 1800 ડોલર પર લઈ જઈ ત્યાં ટકાવી શકે તે માટે નજીકમાં કોઈ ટ્રિગર જોવા મળતું નથી. આ સ્થિતિમાં તે ધીમો ઘસારો જાળવી શકે છે. 1770 અને 1750 ડોલર, એ બે સપોર્ટ બની શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ક્રેડિટએક્સેસ ગ્રામીણ મદુરા માઈક્રો ફાઈનાન્સમાં રૂ. 250 કરોડનું રોકાણ કરશે.
• યસ બેંકના બોર્ડે રૂ. 10 હજાર કરોડ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે.
• રાધાક્રૃષ્ણ દામાણીએ ઈન્ડિયા સિમેન્ટમાં તેમનો હિસ્સો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 21..14 ટકાથી વધારી 22.76 ટકા કર્યો છે.
• ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડે સોની પિક્ચર્સ સાથે એમાલ્ગમેશનની દરખાસ્તને મંજૂરી આપી છે.
• ઈન્ફોસિસે પોતાને આઈડીસી માર્કેટ સ્પેસમાં અગ્રણી તરીકે પોઝીશન કરી છે.
• નવા લિસ્ટીંગ મેપમાઈઈન્ડિયામાં ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડે 3.18 લાખ શેર્સ રૂ. 1404 પ્રતિ શેરના ભાવે ખરીદ્યાં છે.
• આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સબસિડિયરી ચિત્તુર થાચૂર હાઈવેએ એનએચએઆઈ સાથે કન્સેશન એગ્રીમેન્ટ કર્યાં છે.
• એચસીએસ ટેક્નોલોજીએ સેમેક્સ પાસેથી પાંચ વર્ષો માટેનો ડિજિટલ ટ્રાન્સફોર્મેનશન કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
• ગ્રાસિમમાં પ્રમોટર જૂથે વધુ 85 હજાર શેર્સની ખરીદી કરી છે.
• જેએસડબલ્યુ એનર્જીએ રૂ. 1000 કરોડના શેર્સનું બાયબેક પૂર્ણ કર્યું છે.
Market Opening 22 Dec 2021
December 22, 2021