Categories: Market TipsNEWS

Market Opening 21 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ સહિત એશિયન બજારોમાં તીવ્ર વેચવાલી

બુધવારે સવારે એશિયન બજારોમાં 2 ટકાથી પણ વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ બુધવારે 256 પોઈન્ટ્સ ઘટી 338121 પર બંધ આવ્યો હતો. નાસ્ડેકમાં પણ 129 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં વેચવાલી ફરી વળી છે. જાપાનનો નિક્કાઈ 2.2 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય સિંગાપુર 1.33 ટકા, હોંગ કોંગ 2.2 ટકા, તાઈવાન 0.7 ટકા અને કોસ્પી 1.6 ટકાનો ઘટાડો દર્શાવે છે. ચીન બજાર 0.4 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવી રહ્યું છે. બુધવારે બપોરે યુરોપ બજારો પણ 2.1 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોંધાવી રહ્યાં હતાં.

SGX નિફ્ટી મુજબ મોટા ગેપ-ડાઉન ઓપનીંગની શક્યતા

સિંગાપુર નિફ્ટી 180 પોઈન્ટ્સના ઘટાડે 14133ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલશે. આમ નિફ્ટી 14200ના મહત્વના સપોર્ટ નીચે ખૂલશે. જે સ્થિતિમાં નિફ્ટી 14000 સુધી ગગડી શકે છે.

ક્રૂડમાં સાધારણ નરમાઈ

કોવિડને લઈને વિશ્વ સ્તરે વધી રહેલી ચિંતાને જોતાં ક્રૂડના ભાવ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જોકે બ્રેન્ટ ક્રૂડ 66 ડોલરના સ્તર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને તે સૂચવે છે કે હજુ તે મક્કમ અન્ડરટોન દર્શાવી રહ્યું છે. જ્યાં સુધી તે 65 ડોલર પર ટ્રેડ થાય છે ત્યાં સુધી ઘટાડે ખરીદીનો વ્યૂહ જાળવવો.

ગોલ્ડ-સિલ્વરમાં પોઝીટીવ ટ્રેન્ડ

કિંમતી ધાતુઓમાં ફરી સેફહેવનરૂપી ખરીદી જોવા મળી રહી છે. કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 1778 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. જે મજબૂતી સૂચવે છે. જ્યારે સિલ્વર ફ્યુચર્સ 25.79 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે મંગળવારે રાતે ચાંદી રૂ. 68760 પર જ્યારે સોનુ રૂ. 47829 પર મજબૂત બંધ આવ્યું હતું.

મહત્વની હેડલાઈન્સ

એસીસીઃ સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4292 કરોડની આવક નોંધાવી છે. તેણે રૂ. 4237ના અંદાજ કરતાં સારી આવક દર્શાવી છે. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 563 કરોડ રહ્યો છે. જે રૂ. 425 કરોડના અંદાજ કરતાં નોંધપાત્ર ઊંચો છે.
એસબીઆઈ લાઈફઃ ઈન્શ્યોરન્સ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં એન્યૂઅલ પ્રિમીયમ ઈક્વિવેલન્ટમાં 127 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.
આઈસીઆઈસીઆઈ પ્રૂડે. લાઈફઃ ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈન્શ્યોરન્સ કંપનીએ એન્યૂઅલ પ્રિમીયમ ઈક્વિવેલન્ટમાં 119 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.
મેક્સ લાઈફઃ કંપનીએ એન્યૂઅલ પ્રિમીયમ ઈક્વિવેલન્ટમાં 56.5 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.
અદાણી પોર્ટ્સઃ કંપનીના બોર્ડે વિન્ડી લેકસાઈડ ઈન્વેસ્ટમેન્ટ લિ.ને રૂ. 800 પ્રતિ શેરના ભાવે 1 કરોડ શેર્સ પ્રેફરન્સિયલ બેસીસ પર ફાળવવાની મંજૂરી આપી છે.
ઈન્ડિયન ઓવરસીઝ બેંકઃ પીએસયૂ બેંકના બોર્ડે સરકારને રૂ. 4100 કરોડના પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરવા માટે 12 મેના રોજ શેરધારકોની મંજૂરી મેળવવા માટે વિશેષ જનરલ બેઠકનું આયોજન કર્યું છે.
એચડીએફસી લાઈફઃ એન્યૂઅલ પ્રિમીયમ ઈક્વિવેલન્ટમાં 45.2 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.
કેપલીન પોઈન્ટઃ જાણીતા ઈન્વેસ્ટર આશિષ કચોલીયાએ કેપલીન પોઈન્ટમાં તેનો ઈક્વિટી હિસ્સો વધારી 1.17 ટકા પર કર્યો છે.
સ્નોમેન લોજિસ્ટીક્સઃ રેટિંગ એજન્સી ક્રિસિલે કંપનીનું લોંગ ટર્મ રેટિંગ એ સ્ટેબલ પર જાળવી રાખ્યું છે.
ટેક મહિન્દ્રાઃ અગ્રણી આઈટી કંપનીએ હાઈબ્રીડ ક્લાઉડ અને ડેવઓપ્સ સર્વિસ પ્રોવાઈડર ડીજીટલઓનસને 12 કરોડ ડોલરમાં ખરીદી લીધી છે.
સુપ્રીમ પેટ્રોઃ ઈન્ડિયા રેટિંગ્સે કંપનીના રેટિંગને અપગ્રેડ કર્યું છે.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 62.51 કરોડનો કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 178.73 કરોડ પર હતો. કંપનીની ચોખ્ખી પ્રિમીયમ આવક રૂ. 11879.28 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10475.12 કરોડ પર હતી.
એચડીએફસી બેંકઃ બેંકે વર્ચ્યૂઓસો ઈન્ફોટેક પ્રાઈલેટ લિમિટેડમાં 7.2 ટકા હિસ્સો ખરીદ કર્યો છે.
આઈસીઆઈસીઆઈ બેંકઃ બેંકનું બોર્ડ એક કે વધુ તબક્કામાં ડેટ સિક્યૂરિટીઝ ઈશ્યૂ કરીને ફંડ ઊભું કરવા માટે 24 એપ્રિલે બેઠકમાં વિચારણા કરશે.
યૂપીએલઃ કંપનીએ કાર્લોસ પેલ્લીસેરને તત્કાળ અસરથી ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યાં છે.
ક્રિસિલઃ રેટિંગ એજન્સીએ માર્ચ ક્વાર્ટરને અંતે રૂ. 83.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 88.1 કરોડની સરખામણીમાં 5.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.