માર્કેટ ઓપનીંગ
યુએસમાં મજબૂતી પાછળ એશિયન બજારો પોઝીટીવ
યુએસ ખાતે મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 116 પોઈન્ટ્સ સુધરી 30931ના સ્તરે બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો મહ્દઅંશે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ માર્કેટ એક ટકાની મજબૂતી દર્શાવે છે. જ્યારે ચીન, કોરિયા, તાઈવાન સહિતના બજારો અડધા ટકા જેટલા પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. જાપાન બજાર નેગેટિવ ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટી નરમ
સિંગાપુર નિફ્ટી 39 પોઈન્ટ્સ નરમ ટ્રેડ થવા સાથે 14518 પર જોવા મળે છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તર આસપાસ જ ટ્રેડ દર્શાવશે. મંગળવારે બજારે 14500નો અવરોધ પાર કર્યો હતો અને તેથી તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. વઘ-ઘટે બુલીશ ટ્રેન્ડ જળવાય શકે છે. જોકે મીડ-કેપ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગની શક્યતા છે. આગામી દિવસોમાં બજેટ પાછળ ભારતીય બજારમાં દિશાવિહીન ટ્રેડની શક્યતા ઊંચી છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 55 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે સવારે તે 0.68 ટકા મજબૂતી સાથે 56.28 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થતો હતો. આમ સેન્ટિમેન્ટ બુલીશ છે.
ગોલ્ડ-સિલ્વર ત્રીજા દિવસે પોઝીટીવ
વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાયો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 8 ડોલર મજબૂતી સાથે 1849 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે કોમેક્સ સિલ્વર વાયદો 0.63 ટકા મજબી સાથે 25.49 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે રાતે એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 66000ના સ્તરને પાર કરી ગઈ હતી. માર્ચ વાયદો એક ટકો સુધરી બંધ આવ્યો હતો. જોકે ગોલ્ડ રૂ. 48975ની સપાટી પર બંધ રહ્યું હતું અને રૂ. 49 હજારની સપાટીને પણ પાર કરી શક્યું નહોતું.
મહત્વની હેડલાઈન્સ
· ભારતે વોટ્સએપને તેની પ્રાઈવસી પોલિસી પરત ખેંચવા માટે જણાવ્યું છે.
· મહામારીનો ડર ઓછો થતાં રોડ કન્સ્ટ્રક્શનની કામગીરીમાં જીવ્ર ઉછાળો.
· ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સમાં વિક્રમી ઈનફ્લો નોંધાયો
· મંગળવારે વિદેશી ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 258 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે રૂ. 199 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી.
· ભારત 2015-26 સુધીમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 15 ટકા યોગદાન આપતું હશે.
· આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ડિસેમ્બર ક્વાર્ટરમાં 7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 314 કરોડનો નફો નોંધાવ્યો છે. જોકે તે રૂ. 368 કરોડના અંદાજને ચૂકી ગઈ છે.
· એલએન્ડટી ઈન્ફોટેકે ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં 38 ટકા વૃદ્ધિ નોંધાવી રૂ. 519 કરોડની આવક નોંધાવી છે. તેણે અંદાજોથી સારા પરિણામ દર્શાવ્યાં છે.
· મેકનેલી ભારતના સંયુક્ત સાહસને સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ તરફથી રૂ. 217 કરોડનો ઓર્ડર મળ્યો છે.
· નેટવર્ક 18 મિડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6.48 કરોડનો નફો જ્યારે રૂ. 142 કરોડની આવક નોંધાવી હતી.