બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મજબૂતી
મંગળવારે એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ અને તાઈવાન એક ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં છે. જ્યારે જાપાન, કોરિયા, સિંગાપુર અને ચીન 0.4 ટકાથી એક ટકાની રેંજમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 36 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેકે 15 હજારની સપાટી પાર કરી હતી.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 80 પોઈન્ટસના સુધારા સાથે 18566ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 18500-18600ના ઝોનમાં અવરોધ છે. જે પાર થશે તો 19000નો નવો ટાર્ગેટ રહેશે. ઘટાડે 18100નો સપોર્ટ છે.
ક્રૂડમાં પોઝીટીવ ટ્રેડ
વૈશ્વિક ક્રૂડ તેની છેલ્લાં કેટલાક વર્ષોની ટોચ બનાવી તેની આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 84.38 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે સોમવારે 86 ડોલરની ટોચ દર્શાવી હતી. જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ વાયદાએ 83.19 ડોલરની ટોચ દર્શાવી હતી.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક ગોલ્ડ આજે સવારે 8 ડોલરથી વધુના સુધારે 1774 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ગયા સપ્તાહે 1797 ડોલરની ટોચ દર્શાવી તે ગગડ્યું હતું. યુએસ ખાતે સીપીઆઈ ડેટા અપેક્ષાથી ઊંચો આવતાં ગોલ્ડ સુધર્યું હતું. જ્યારે રિટેલ સેલ્સ ડેટા સારો આવતાં તેમાં ઘટાડો નોંધાયો હતો. ફેડ ટેપરિંગના અહેવાલો હાલના ભાવે સંપૂર્ણ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે અને તેથી ગોલ્ડમાં જીઓપોલિટીકલ અહેવાલોથી લઈને ક્રૂડમાં વૃદ્ધિ જેવા પરિબળો સુધારાનું કારણ બની શકે છે. નીચામાં 1750 ડોલરનો સપોર્ટ છે. જે તૂટતાં 1720 ડોલર અને 1685 ડોલરના સ્તરો જોવા મળી શકે છે. જ્યારે 1800 ડોલરનો અવરોધ છે. જે પાર થશે તો 1810, 1830 ડોલર સુધીનો સુધારો સંભવ છે.
મહત્વની હેડલાઈન્સ
• આઈએમએફના મતે કોવિડના કારણે મધ્યમગાળામાં ભારતીય અર્થતંત્રમાં 25 બેસીસ પોઈન્ટ વૃદ્ધિનું નુકસાન.
• ફ્યુચર ડિલને લઈને રિલાયન્સની મિટિંગ્સ પર એમેઝોનના વિરોધને કોર્ટે ફગાવ્યો.
• સીસીઆઈએ હિંદુજા ગ્લોબલ બીપીઓની બિટેઈન દ્વારા ખરીદીને મંજૂરી આપી.
• ભારતની ડિઝલની માગમાં વૃદ્ધિ.
• આરબીઆઈએ રૂ. 266 અબજના શોર્ટ ડેટનું લોંગ ડેટમાં રૂપાંતર કર્યું.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સ નુકસાન ભૂંસી રિબાઉન્ડ થયાં. 72 કરોડ ડોલરની વૃદ્ધિ દર્શાવી.
• વૈશ્વિક ફંડ્સે સોમવારે ભારતીય બજારમાં રૂ. 512 કરોડની ખરીદી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 1700 કરોડની વેચવાલી નોંધાવી.
• ભારતે કતારને 58 એલએનજી કાર્ગોની ડિલીવરી છૂટી કરવા જણાવ્યું.
• કોલ ઈન્ડિયાની પાંખ એમસીએલે 5,47,000 ટન ડ્રાય ફ્યુઅલની રવાનગી કરી.
• સીજી પાવરે તેની મુંબઈ સ્થિત જમીનને રૂ. 382 કરોડમાં વેચાણ માટ રિઅલ એસ્ટેટ કંપની સાથે કરાર કર્યાં.
• ડિક્સોને ઓર્બિક સાથે સ્માર્ટફોન્સ બનાવવા માટે કરાર કર્યાં છે.
• એડલવેઈસ ફાઈનાન્સિયલે બ્રોકિંગ બિઝનેસના ડિસઈન્વેસ્ટમેન્ટ માટેની જાહેરાત કરી છે.
Market Opening 19 October 2021
October 19, 2021