માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ વચ્ચે સમગ્ર એશિયામાં જોવા મળતો ઘટાડો
યુએસ બજારોમાં ગુરુવારે રાતે નરમાઈ જોવા મળતાં એશિયન બજારોમાં સાર્વત્રિક મંદી જોવા મળી રહી છે. જાપાનને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો ઓછામાં ઓછો એક ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 112 પોઈન્ટ્સ ઘટી 31413ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એશિયામાં નિક્કાઈ 0.95 ટકાનો ઘટાડો દર્શાવે છે. કોરિયન બજાર 1.03 ટકા, તાઈવાન બજાર 1.05 ટકા, હોંગ કોંગ બજાર 1.3 ટકા, ચીન 1.03 ટકા અને સિંગાપુર 1.13 ટકા નરમાઈ સૂચવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં નરમાઈ
સિંગાપુર નિફ્ટી 89 પોઈન્ટ્સના ઘટાડે 15026 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ જ ઓપનીંગ દર્શાવશે. બેન્ચમાર્ક 15000ના મહત્વના માનસિક સ્તર નજીક પહોંચ્યો છે અને તે તૂટતાં ઝડપી વેચવાલીની સંભાવના છે. જ્યારે આઈટી જેવા ડિફેન્સિવ સેક્ટર સપોર્ટ કરી શકે છે અને તેને તીવ્ર ઘટાડાથી બચાવી શકે છે.
ક્રૂડમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં 2 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.11 ટકાના ઘટાડે 62.58 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 65 ડોલર પર લાંબુ ટકી શક્યો નથી અને કરેક્ટ થયો છે. જો તે 60 ડોલરની સપાટી તોડશે તો ઝડપી ઘટાડો જોવા મળી શકે છે. એમસીએક્સ ખાતે પણ તે રૂ. 13નો સાધારણ ઘટાડો દર્શાવતો હતો.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
ગોલ્ડમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. સવારે સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવીને ગોલ્ડ દિવસ દરમિયાન ઘટાડાતરફી ટ્રેન્ડ દર્શાવે છે. વૈશ્વિક કોમેક્સ ખાતે સોનુ આજે સવારે 8 ડોલર નરમાઈ સાથે 1767 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર પણ 1.43 ટકા ઘટાડા સાથે 26.69 ડોલરની સપાટી દર્શાવી રહી છે. એમસીએક્સ ખાતે ગુરુવારે રાતે ગોલ્ડ એપ્રિલ વાયજો રૂ. 92ના ઘટાડે રૂ. 46145ના સ્તરે જ્યારે ચાંદી રૂ. 752 અથવા 1 ટકો તૂટી રૂ. 68479ના સ્તરે બંધ આવી હતી.
મહત્વની હેડલાઈન્સ
· સરકારે જણાવ્યું છે કે ફિસ્કલ અને મોનેટરી પગલાંઓ દેશની આર્થિક વૃદ્ધિને સહાયતા મળે તે દિશાના છે.
· ભારતી, જીઓ અને વોડાફોન આઈડિયા સ્પેક્ટ્રમ વેચાણ માટે પ્ર-ક્વોલિફાઈ બન્યાં છે.
· સુપ્રીમ કોર્ટ એમેઝોને ફ્યુચર-રિલાયન્સ ડીલ પર કરેલી અરજીની સુનાવણી 22 ફેબ્રુઆરીએ કરશે.
· વોરબર્ગ સમર્થિત આઈડીએફસી લેન્ડિંગ વૃદ્ધિ માટે 41.3 કરોડ ડોલર ઊભા કરશે.
· એડ-ટેક સ્ટાર્ટઅપ લેવરેજએડ્યુએ વધુ 65 લાખ કરોડ ઊભા કર્યાં.
· ભારતમાં ઊંચા વેચાણ પાછળ સ્વીસ ગોલ્ડ નિકાસમાં જાન્યુઆરીમાં 7.2 ટકા વૃદ્ધિ નોંધાઈ.
· મોદી સરકારના જંગી બોરોઈંગ પ્લાન્સને કારણે બોન્ડ ટ્રેડર્સ આરબીઆઈ સાથે ઘર્ષણમાં.
· દેશની 10-વર્ષની જામીનગીરી પરના યિલ્ડ ડિસેમ્બર સુધીમાં વધી 6.6 ટકા થશેઃ સ્ટાન્ચાર્ટ.
· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 903 કરોડની ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 1220 કરોડની વેચવાલી નોંધાવી હતી.
· કેઈટે ભારતમાં એમેઝોન ઈ-કોમર્સના ઓપરેશન્સ પર પ્રતિબંધની માગણી કરી છે.
· ભારતમાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક જાન્યુઆરીમાં 40 ટકા ઘટી 77.3 લાખ રહ્યો હતો.
· એસીસીએ અંબુજા સિમેન્ટ્સ સાથે જૂની શરતો પર માસ્ટર સપ્લાય પેક્ટને વધુ 3 વર્ષ માટે રિન્યૂ કર્યો છે.