બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર સહિત વૈશ્વિક બજારોમાં વેચવાલીનો માહોલ
બુધવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 383 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્કે નોંધપાત્ર સમયબાદ એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવ્યો હતો. નાસ્ડેક પણ 130 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. આજે સવારે એશિયન બજારો 2 ટકા સુધીનો ઘટાડો નોંધાવી રહ્યાં છે. જેમાં તાઈવાનનું બજાર 2 ટકા સાથે સૌથી વધુ નરમાઈ સૂચવે છે. જ્યારે હોંગ કોંગ 1.4 ટકા, કોરિયા 1 ટકો, સિંગાપુર એક ટકો, જાપાન 0.7 ટકા અને ચીન પણ 0.7 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો મોટા ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 179 પોઈન્ટ્સના ઘટાડે 16394ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજારમાં લાંબા સમય બાદ આ પ્રકારનું મોટુ ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળી શકે છે. નિફ્ટીને 16230નો નજીકનો સપોર્ટ છે. જ્યારબાદ 16000 મહત્વનો સપોર્ટ છે. ઉપરમાં 16680ની સપાટી મહત્વનો અવરોધ બની રહેશે.
ક્રૂડમાં નવેસરથી નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવ બે સપ્તાહ અગાઉના 68 ડોલરના તળિયા નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.44 ટકા નરમાઈ સાથે 67.25 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેને 65 ડોલરનો નજીકનો સપોર્ટ છે. જે તૂટતાં 60 ડોલર સુધીનો ઝડપી ઘટાડો સંભવ છે.
ગોલ્ડમાં પણ નરમાઈ
વૈશ્વિક ગોલ્ડના ભાવ પણ ઈક્વિટીઝની સાથે ઘટાડો દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર્સના ભાવ 8 ડોલરથી વધુ ઘટાડે 1776 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. તેને 1760 ડોલરનો મહત્વનો સપોર્ટ છે. સોનાના ભાવમાં જોકે ઊંચા ઘટાડાની શક્યતા ઓછી છે. કોઈપણ પ્રકારના રિસ્કની સ્થિતિમાં તેમાં ખરીદી જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ડિઝલના ભાવમાં વૃદ્ધિ પાછળ કોલ ઈન્ડિયાને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 700 કરોડનો ફટકો.
• સૌથી મોટા કોલ ઉત્પાદક કંપનીના ટ્રેડ યુનિયન્સે કામદારોના વેતનમાં 50 ટકા વૃદ્ધિની માગણી કરી છે. અગાઉની મંત્રણાઓમાં 20-25 ટકા વૃદ્ધિ જોવામાં આવી છે. કંપની દર પાંચ વર્ષે નોન-એક્ઝીક્યૂટીવ સ્ટાફના વેતનમાં સુધારો કરે છે.
• ટાટા સન્સની એજીએમમાં ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનની બીજી ટર્મનો મુદ્દો ચર્ચાય તેવી શક્યતા છે. 14 સપ્ટેમ્બરે આ મુદ્દે વોટિંગ થઈ શકે છે.
• નિકાસકારોએ મંગળવારે જાહેર કરવામાં આવી રિમિશન ઓફ ડ્યુટી એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ સ્કિમ હેઠળ સ્ટીલ અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રને આવરી લેવાની માગ કરી છે.
• કંપનીએ ફ્લેક્સિકેપ ફંડ મારફતે તાજેતરના અગ્રણી એનએફઓમાં રૂ. 2860 કરોડનું ફંડ મેળવ્યું છે. એનએફઓમાં 2.5 લાખથી વધુ ઈન્વેસ્ટર્સે ભાગ લીધો હતો. કુલ 53 હજારથી વધુ એસઆઈપી એપ્લિકેશન્સ મળી હતી.
• અરમાન ફાઈનાન્સે જૂન ક્વાર્ટરમાં પ્રોવિઝન અગાઉ રૂ. 17.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.9 કરોડ સામે 6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 49.7 કરોડ જ્યારે એયૂએમ રૂ. 784.8 કરોડ રહ્યું હતું. કંપનીનો નફો રૂ. 3.6 કરોડ જોવા મળ્યો હતો.
• ભારત ડાયનેમિક્સે એમબીડીએ સાથે ભારતમાં એડવાન્સ્ડ શોર્ટ રેંજ એર-ટુ-એર મિસાઈલ ફેસિલિટી સ્થાપવા માટેના કરાર કર્યાં છે.
• કેનેરા બેંકે ક્વોલિફાઈટ ઈન્સ્ટિટ્યૂશ્નલ ઈન્વેસ્ટર્સ માટે ઈક્વિટી ઈસ્યુ માટે રૂ. 155.58 પ્રતિ શેરની ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કરી છે.
• પૂનાવાલા ફિનકોર્પમાં લીપફ્રોગ ફાઈનાન્સિયલ ઈન્ક્લૂઝન ઈન્ડિયા હોલ્ડિંગે રૂ. 180.27 કરોડ પ્રતિ શેરના ભાવે 1,32,18,519 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
• અદાણી ગ્રીન એનર્જીના પ્રમોટર્સે 10 જૂનથી 16 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન ઓપન માર્કેટમાંથી વધુ 3.15 કરોડ શેર્સ અથવા 2.02 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
• હિંદુસ્તાન એરોનોટિક્સે તેજસ એરક્રાફ્ટ માટે એન્જિન્સ માટે યુએસ કંપની સાથે ડીલ કર્યું છે.
Market Opening 19 August 2021
August 19, 2021