Market Opening 17 June 2021


માર્કેટ ઓપનીંગ

ફેડના 2023માં રેટ વૃદ્ધિના સંકેત પાછળ બજારો નરમ

અગાઉ 2023 અંત સુધી એટલેકે 2024 અગાઉ રેટમાં વૃદ્ધિ નહિ કરવામાં આવે તેવું રટણ કરનાર ફેડ રિઝર્વે તેની પોલિસીમાં બદલાવ કર્યો છે. ફેડ એફઓએમસીના 18માંથી 13 જણાએ સ્વીકાર્યું છે કે રેટમાં પહેલાની ધારણા કરતાં વહેલી વૃદ્ધિ જોવા મળી શકે છે. જેની પાછળ યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસટ્રીઅલ એવરેજ 265 પોઈન્ટ્સના ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારો પણ ચીન અને હોંગ કોંગને બાદ કરતાં નરમાઈ દર્શાવી રહ્યાં છે. નિક્કાઈ 1.31 ટકા સાથે સૌથી વધુ ખરાબ દેખાવ દર્શાવી રહ્યો છે. જ્યારે તાઈવાન અને કોસ્પી 0.5 ટકાનો ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 114 પોઈન્ટ્સ ઘટાડા સાથે 15662 સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નરમાઈ સાથે કામકાજની શરૂઆત કરશે. જો નિફ્ટી 15600ના સ્તર નીચે ટ્રેડ દર્શાવશે તો ટૂંકાગાળામાં બજારનો ટ્રેન્ડ નેગેટિવ જોવા મળી શકે છે. લોંગ ટ્રેડર્સે 15600ના સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવું રહ્યું.
ગોલ્ડમાં કડાકો, ક્રૂડમાં સાધારણ નરમાઈ
ફેડે રેટ વૃદ્ધિની કરેલી વાતની અસર કોમોડિટીઝ પર પણ પડી છે. કિંમતી ધાતુમાં કડાકો બોલાઈ ગયો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 2 ટકા ઘટાડા સાથે 1824 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 2.3 ટકા ઘટી 27.18 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.7 ટકા નરમાઈ સાથે 73.90 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.

મહત્વની હેડલાઈન્સ
• સરકારની પ્રત્યક્ષ વેરાની આવક 2020-21 માટે 100 ટકા વધી રૂ. 1.86 લાખ કરોડ જોવા મળી.
• ફોસ્ફેટીક ખાતરના ઊંચા ભાવોને કારણે સરકારે ખાતર પરની સબસિડીમાં કરેલી વૃદ્ધિ.
• આરબીઆઈએ એપ્રિલ મહિનામાં 4.2 અબજ ડોલરનું હૂંડિયામણ ખરીદ્યું.
• પેટીએમે આઈપીઓ માટે જેપી મોર્ગન, ગોલ્ડમેન સાચ અને અન્ય બેં બેંકર્સની કરેલી નિમણૂંક.
• ઈકરા મુજબ રિટેલ મોલ્સ માટે ક્રેડિટ આઉટલૂક હજુ પણ નેગેટિવ.
• ગોમિકેનિકે 30 કરોડ ડોલરનું ફંડ ઊભું કર્યું.
• 16 જૂને દેશમાં ચોમાસાનો વરસાદ સરેરાશ કરતાં 33 ટકા વધુ.
• વિદેશી સંસ્થાઓએ બુધવારે રૂ. 870 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે પણ રૂ. 874 કરોડનું વેચાણ નોંધાવ્યું.
• ટાટા સ્ટીલમાં એલઆઈસીએ 2.02 ટકા હિસ્સાનું વેચાણ કર્યું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage