બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડ મિટિંગ પછીનો સુધારો અલ્પજિવી નીવડ્યો
બુધવારે ફેડ મિટિંગ બાદ યુએસ સહિતના બજારોએ દર્શાવેલો સુધારો બીજા દિવસે જળવાયો નથી. ગુરુવારે ડાઉ જોન્સ 30 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 2.5 ટકા ગગડ્યો હતો. શુક્રવારે એશિયન બજારો નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં જાપાન, હોંગ કોંગ, સિંગાપુર અને ચીન મુખ્ય છે. કોરિયા અને તાઈવાન સાધારણ સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો નેગેટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 50 પોઈન્ટ્સના ઘટાડે 17279ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નેગેટિવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને નજીકમાં ગુરુવારને 17190ના તળિયાનો સપોર્ટ છે. જે તૂટતાં તે ફરી 17000નું સ્તર તોડે તેવી સંભાવના છે. જ્યારે 16800 નીચે તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. જો 17500 પાર થશે તો ઝડપી સુધારો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં ઉછાળો
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1800 ડોલરને પાર કરવામાં સફળ રહ્યાં છે. ફેડ મિટિંગ બાદ બુધવાર રાતથી તેઓ સતત ઉછળી રહ્યાં છે. જે સવારે કોમેક્સ ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો 5 ડોલરથી વધુ સુધારા સાથે 1804 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ફરી એકવાર ગોલ્ડ 1800 ડોલરના સ્તરને પર ટ્રેડ દર્શાવે છે. જો તે આ સ્તર પર બંધ આપવામાં સફળ થશે તો નજીકના સમયગાળામાં 1830-1850 ડોલર સુધીના સ્તરો પણ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• એન્જિનીયર્સ ઈન્ડિયાએ ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી સાથે શેવાળના મોટાપાયે ઉત્પાદન માટે સંયુક્ત સાહસ કર્યું છે. જેમાંથી તેઓ વેલ્યૂએડેડ પ્રોડક્ટ્સ બનાવશે.
• આઈઆરસીટીસીએ અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસની ફ્રિકવન્સી વધારીને 5 દિવસ માટે કરી છે.
• ટેલિકોમ રેગ્યુરેટર ડેટા ઈકોનોમીને પ્રમોટ કરવા માટે રેગ્યુલેટરી ફ્રેમવર્કની સમીક્ષા કરી રહ્યો છે.
• કેપીઆઈ ગ્લોબલે સોલાર પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર મેળવ્યો છે.
• એલઆઈસીએ યુનિયન બેંકમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 2 ટકા હિસ્સો મેળવ્યો છે.
• ધનસેરી ટીએ રૂ. 6.01 કરોડમાં શાંતિ ટી એસ્ટેટ વેચવા માટે કરાર કર્યો છે.
• ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના બોર્ડમાંથી સમીર ગેહલોત માર્ચના અંત સુધીમાં રાજીનામુ આપશે.
• વેબસોલ એનર્જીમાં ઈન્ડિયા મેક્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડે 3.45 લાખ શેર્સનું રૂ. 97.89 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
• આઈઆઈએફએલ વેલ્થમાંથી હમ્બલીન વત્સા ઈન્વેસ્ટમેન્ટે 30.52 લાખ શેર્સનું વેચાણ કરી એક્ઝિટ લીધી છે.
Market Opening 17 Dec 2021
December 17, 2021
