બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારો ગ્રીન ઝોનમાં
યુએસ બજારમાં લગભગ ફ્લેટ બંધ વચ્ચે એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીન- આ તમામ બજારો લાંબા સમયગાળા બાદ એક દિશામાં જોવા મળી રહ્યાં છે. અલબત્ત, તેઓ 0.1 ટકાથી લઈ 0.7 ટકા સુધીનો સાધારણ સુધારો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે સપ્તાહની શરૂઆતમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 12 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેક પણ 7 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 59 પોઈન્ટ્સ સુધારા સાથે 18198ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 18200ના સ્તર પર અવરોધ નડી રહ્યો છે. લગભગ બે વાર તે આ સ્તરેથી પરત ફર્યો છે. જ્યારે 18000ના સ્તરે સાયકોલોજિકલ સપોર્ટ છે. જો તે 17900 નીચે ઉતરશે તો ઝડપી ઘટાડો જોવા મળશે. જ્યારે 18200 પર તે ફરી 18400-18500ની રેંજ દર્શાવી શકે છે.
ક્રૂડના ભાવ મક્કમ
વૈશ્વિક ક્રૂડના ભાવ મક્કમ જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.85 ટકા સુધારા સાથે 82.8 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે અન્ડરટોન મજબૂત છે અને ઘટાડે ખરીદી આવી જાય છે. બ્રેન્ટ વાયદાને 80 ડોલરનો મજબૂત સપોર્ટ છે. જે તૂટતાં તે 73-77 ડોલરના ઝોનમાં જોવા મળી શકે છે. જોકે 86 ડોલર પાર થતાં તેમાં ઉછાળો પણ જોવા મળશે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 3 ડોલર મજબૂતી સાથે 1870 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેનું હવેનું ટાર્ગેટ 1900-1920 ડોલર છે. જે પાર થતાં તે નવી ટોચ તરફ ગતિ દર્શાવી શકે છે. સ્થાનિક બજારમાં સોનુ ચાલુ મહિને જ રૂ. 50 હજારની સપાટી દર્શાવે તેવી શક્યતા છે.
મહત્વની હેડલાઈન્સ
• લોધા ડેવલપર્સે ક્વિપ ઈસ્યુ મારફતે ફંડ ઊભું કરવાની મંજૂરી આપી છે. કંપની રૂ. 1184.7 પ્રતિ શેરના ફ્લોરભાવે શેર ઈસ્યુ કરશે.
• એસ્કોર્ટ્સ 21 નવેમ્બર 2021થી અમલી બને તે રીતે તેના ટ્રેકટર્સના ભાવમાં વૃદ્ધિ કરશે. કંપની ડિબેન્ચર્સ, ક્વિપ અને રાઈટ્સ ઈસ્યુ મારફતે 18 નવેમ્બરે ફંડ ઊભું કરશે.
• સેઈલ માટે રેટિંગ એજન્સીએ આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલ બનાવ્યું છે.
• ફૂડ્સ એન્ડ ઈન્સને એનએસઈ તરફથી તેના શેર્સ લિસ્ટીંગ કરાવવા માટેની મંજૂરી મળી છે.
• કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ ફિનિક્સ મિલ્સની પેટાકંપની પીસીઆરઈપીએલમાં તબક્કાવાર રીતે રૂ. 1350 કરોડનું રોકાણ કરશે.
• આશિયાના હાઉસિંગ જયપુર ખાતે રેવન્યૂ શેરિંગ બેસીસ પર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટના એગ્રીમેન્ટમાં પ્રવેશી છે.
• સાગર સિમેન્ટ્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 18 નવેમ્બરે બેઠક કરશે. જેમાં ફંડ્સ ઊઘરાવવા માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• ફાર્મા કંપની સિપ્લાને ડાઉ જોન્સ સસ્ટેનિબિલિટી ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં ઉમેરવામાં આવશે. આ ઈન્ડેક્સ 12 ઈમર્જિંગ માર્કેટ્સની 108 કંપનીઓનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
• કેપિટલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ કંપનીએ પીબી ફિનટેકના 34,18,354 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે. કંપનીએ રૂ. 1192.96 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
• એસજેએસ એન્ટરપ્રાઈઝિસઃ ગોલ્ડમેન સાચ ફંડ્સે નવા લિસ્ટીંગમાં રૂ. 527.04 પ્રતિ શેરના ભાવે 2,54,786 શેર્સની ખરીદી કરી છે.
Market Opening 16 Nov 2021
November 16, 2021