બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં બાઉન્સ
કોમોડિટીઝના ભાવમાં તીવ્ર વેચવાલીને પગલે શેરબજારોમાં બાઉન્સ જોવા મળ્યો છે. મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 600 પોઈન્ટ્સ ઉછળી બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 3 ટકા ઉછળ્યો હતો. આજે સવારે એશિયન બજારો 3 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ ટોચ પર છે. જાપાનનો નિક્કાઈ પણ 1.73 ટકા જ્યારે સિંગાપુર 1.43 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. તાઈવાન અને કોરિયા પણ પોઝીટીવ જોવા મળી રહ્યાં છે. જ્યારે ચીનનું બજાર ફ્લેટ ટ્રેડ દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 268 પોઈન્ટ્સ મજબૂતી સાથએ 16920ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી 17000ની સપાટી પાર કરશે તો શોર્ટ કવરિંગ પાછળ વધુ સુધારો સંભવ છે. તેને 16000નો મહત્વનો સપોર્ટ છે.
ક્રૂડમાં ઊપરથી ઘટાડા બાદ સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ ટોચના સ્તરેથી તીવ્ર ઘટાડો દર્શાવ્યા બાદ સ્થિરતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 97.50 ડોલર સુધી ગગડ્યાં બાદ 101 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તે કેટલોક સમય સાંકડી રેંજમાં કોન્સોલિડેટ થાય તેવી શક્યતાં છે. જો 97.50 ડોલરનું સ્તર તોડશે તો એક વધુ ઘટાડો જોવા મળી શકે છે. જે વખતે 90 ડોલરનું સ્તર દર્શાવી શકે છે.
ગોલ્ડમાં નરમાઈ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં નરમાઈ જળવાય છે. મંગળવારે 1908 ડોલર સુધી ગગડ્યાં બાદ વાયદો પરત ફરી 1929 ડોલર પર બંધ રહ્યો હતો. જોકે આજે સવારે તે 8 ડોલર ઘટાડા સાથે 1922 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ઈન્ફ્લેશનને લઈને ઘટેલી ચિંતાઓ પાછળ ગોલ્ડમાં નવી લેવાલી અટકી છે. જ્યારે ઉપરના સ્તરે પ્રોફિટ બુકિંગ ચાલુ છે.
મહત્વની હેડલાઈન્સ
• દેશમાં અગ્રણી રિફાઈનર કેન્યાની કંપનીમાં હિસ્સો ખરીદવા વિચારી રહ્યાં છે. કેન્યાની કંપની તુલોવ 3.4 અબજ ડોલર સાથે ભાગીદારીમાં પ્રોજેક્ટ બાંધવા ઈચ્છે છે.
• એમેઝોને ફ્યુચર રિટેલ સાથે મંત્રણાથી ઉકેલ નિષ્ફળ ગયા બાદ રિલાયન્સને કંપનીના વેચાણની ઘટનાને ફ્રોડ ગણાવી છે. કોર્ટ આજે કેસ અંગે સુનાવણી કરશે.
• ઝોમેટો બ્લિન્કિટમાં સંપૂર્ણ હિસ્સો ખરીદવાની નજીક હોવાનું જણાવ્યું છે. તેણે 1.5 કરોડ ડોલરમાં આ સોદો કર્યો છે.
• વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં મંગળવારે રૂ. 1250 કરોડની વેચવાલી દર્શાવી હતી.
• સ્થાનિક સંસ્થાઓએ મંગળળવારે રૂ. 982 કરોડની ખરીદી કરી હતી.
• ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશને બેટરી સ્માર્ટ સાથે ભાગીદારી કરી છે.
• ભારત સરકારે જણાવ્યું છે કે તે રશિયા સાથે ઓઈલ આયાતમાં વૃદ્ધિ માટે મંત્રણા ચલાવી રહ્યું છે.
• આઈટીસીએ જણાવ્યું છે કે મધર સ્પર્શમાં તેનો હિસ્સો વધીને 16 ટકા પર પહોંચ્યો છે.
• સોફ્ટબેંક વિઝન ફંડ્સના વર્માએ પેટીએમ બોર્ડ પરથી રાજીનામુ આપ્યું છે. તેમણે પીબી ઈન્ફોટેકના બોર્ડ પરથી પણ રાજીનામુ આપ્યું છે.
• પંજાબ નેશનલ બેંકે આઈએલએન્ડએફએસ તમિલનાડુ એકાઉન્ટમાં રૂ. 2060 કરોડની એનપીએને ફ્રોડ ગણાવી છે.