એશિયન બજારોમાં બાઉન્સ
યુએસ બજારોમાં સુધારા પાછળ એશિયન બજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળી રહ્યો છે. મોટાભાગના બજારો એકથી બે ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન માર્કેટ 2.1 ટકા સાથે સૌથી સારો દેખાવ નોંધાવી રહ્યું છે. કોરિયા, હોંગ કોંગ, તાઈવાન અને ચીનના બજારો 1.7 ટકા સુધીનો સુધારો દર્શાવે છે. એકમાત્ર સિંગાપુર સાધારણ નેગેટિવ ટ્રેડ સૂચવે છે. મંગળવારે યુએસ ખાતે નાસ્ડેક 2.53 ટકા ઉછળીને બંધ આવ્યો હતો. તેણે ફરી 14 હજારની સપાટી પાર કરી હતી. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 423 પોઈન્ટ્સના સુધારે 34989 પર બંધ જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
મંગળવારે તીવ્ર બાઉન્સ દર્શાવ્યાં બાદ આજે પણ ભારતીય બજાર સુધારા સાથે કામકાજની શરૂઆત દર્શાવે તેવી શક્યતાં છે. સિંગાપુર નિફ્ટી 31 પોઈન્ટ્સના સુધારે 17379ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીમાં 17360ના સ્તરે એક અવરોધ છે. જે પાર થશે તો વધુ સુધારો નોંધાવી શકે છે. બેન્ચમાર્કને 16840નો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય.
ક્રૂડમાં ટોચના સ્તરે પ્રોફિટ બુકિંગ
રશિયાએ મિલિટરી ડ્રીલ પૂરી થઈ હોવા સાથે સૈનિકોને કેટલાંક સ્થળેથી પરત કરી લીધાં હોવાનું જણાવતાં તથા મંત્રણા માટે તૈયારી દર્શાવતાં ક્રૂડના ભાવમાં ટોચના સ્તરેથી વેચવાલી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 93.19 ડોલરની સપાટી પર સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 90 ડોલર નીચે ઉતરશે તો વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતાં છે.
જીઓ-પોલિટીકલ તણાવ ઘટતાં ગોલ્ડ પણ પાછુ પડ્યું
યુક્રેન પર રશિયન આક્રમણની શક્યતાં હાલપૂરતી ટળતાં કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1778 ડોલરની ચાર મહિનાની ટોચ બનાવી મંગળવારે 1850 ડોલર સુધી કરેક્ટ થયું હતું અને તે સ્તર આસપાસ જ ટ્રેડ દર્શાવી રહ્યું છે. એનાલિસ્ટ્સના મતે સોનામાં સુધારાતરફી ચાલ અકબંધ છે અને તેથી ઘટાડે ખરીદી કરવી જોઈએ. કેમકે ઈન્ફ્લેશન સહિતની ચિંતાઓ હજુ યથાવત છે અને વધ-ઘટે સોનુ સુધારો જાળવી રાખશે.
મહત્વની હેડલાઈન્સ
· ટેક મહિન્દ્રા જીઓમેટીકમાં 60 લાખ ડોલરમાં 80 ટકા હિસ્સાની ખરીદી કરશે.
· ટોરેન્ટ પાવરે એસપીવી વિઝ્યૂલ પર્સેપ્ટ સોલાર પાવરમાં 100 ટકા હિસ્સા ખરીદીની કામગીરી પૂર્ણ કરી છે.
· સરકાર આગામી સપ્તાહે આઈડીબીઆઈ બેંકના હિસ્સા વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી શક્યતા છે.
· એબીએફઆરએલ આગામી 3-5 વર્ષોમાં ઈન્ટરનેટ-ફર્સ્ટ બ્રાન્ડમાં ઈન્વેસ્ટ કરે તથા ઓછામાં ઓછી 30 બ્રાન્ડ બનાવે તેવી શક્યતાં છે.
· ચંબલ ફર્ટિલાઈઝરમાં પ્રમોટર ગ્રૂપે 1.53 લાખ શેર્સની ખરીદી કરી છે.
· એસ્કોર્ટ્સ લિ.નું બોર્ડ 18 ફેબ્રુઆરીએ જાપાનની કુબોટાને પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફતે ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરવાની વિચારણા માટે તથા તેને મંજૂરી આપવા માટે મળશે.
· આંધ્ર પ્રદેશની હાઈ કોર્ટે અમરા રાજા બેટરીના પ્લાન્ટના આંધ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલા ક્લોઝર ઓર્ડર્સને ચાર સપ્તાહો માટે લંબાવ્યો છે.
· બર્ગર કિંગે રૂ. 129.25 પ્રતિ શેરના ભાવે ક્વિપ ઈસ્યુ ક્લોઝ કર્યો છે. તેણે રૂ. 136.05 પ્રતિ શેરના ફ્લોર પ્રાઈસથી 5 ટકા ડિસ્કાઉન્ટમાં ઈસ્યુ પૂર્ણ કર્યો છે.
· પંજાબ એન્ડ સિંધ બેંકે આઈએલએન્ડએફએસ તમિલ નાડુ પાવર કંપનીના રૂ. 148.86 કરોડના એનપીએ એકાઉન્ટના બાકી નીકળતાં લેણાને ફ્રોડ તરીકે જાહેર કર્યું છે.
· રેડિંગ્ટન ઈન્ડિયામાં ઈન્વેસ્ટર મરિના 4(સિંગાપુર) પ્રા. લિ.એ 2.14 ટકા હિસ્સાનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું છે.
· જેટ ફ્યુઅલના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 4481.63 અથવા 5.2 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને દિલ્હી ખાતે તે રૂ. 90519.79 પ્રતિ કિલોલિટરની સપાટી પર પહોંચ્યાં છે.