બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાન, સિંગાપુર, કોરિયા અને તાઈવાન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે ચીન અને હોંગ કોંગ નેગેટિવ ઝોનમાં જોવા મળે છે. જાપાનનો નિક્કાઈ તેની વાર્ષિક ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે બજારોમાં મોમેન્ટમ છે. તાઈવાન પણ તેની વાર્ષિક ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીમાં ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 73 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18207ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી 18300ની આસપાસ અવરોધ નડી શકે છે.
ONGCએ રૂ. 18348 કરોડ સાથે ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે સૌથી ઊંચો નફો નોંધાવ્યો
પીએસયૂ ઓઈલ-ગેસ ઉત્પાદકે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2758 કરોડ સામે 565.3 ટકા વૃદ્ધિ દર્શાવી
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસી)એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 18348 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે અત્યાર સુધીમાં કોઈપણ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે વિક્રમી પ્રોફિટ છે. ગયા નાણાકિય વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 2758 કરોડનો નફો દર્શાવ્યો હતો. આમ વાર્ષિક ધોરણે નફામાં તેણે 565.3 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ઓએનજીસી ગ્રૂપની વાત કરીએ તો તેણે રૂ. 18749 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5675 કરોડ પર હતો.
ઓએનજીસીએ બીજા ક્વાર્ટરમાં વિક્રમી પ્રોફિટ દર્શાવી અગાઉ જાન્યુઆરી-માર્ચ 2013 ક્વાર્ટરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ નોંધાવેલા રૂ. 14512.81 કરોડના સૌથી ઊંચા ત્રમાસિક નફાને પાછળ રાખી દીધો છે. આ ઉપરાંત ટાટા સ્ટીલે નાણાકિય વર્ષ 2017-18ના આખરી ક્વાર્ટર દરમિયાન દર્શાવેલા રૂ. 14688.2 કરોડના ચોખ્ખા નફા કરતાં પણ ઓએનજીસીએ નોંધપાત્ર ઊંચો નફો દર્શાવ્યો છે. પીએસયૂ સાહસ ઓએનજીસીના બોર્ડે બીજા ક્વાર્ટરના પરિણામોને રજૂ કરતાં 110 ટકા અથવા તો શેર દીઠ રૂ. 5.50નું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. ડિવિડન્ડ પેટે કંપની રૂ. 6919 કરોડનું કુલ ચૂકવણું કરશે. કંપનીએ 23 નવેમ્બરને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન માટે રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરી છે. કંપનીના ઓઈલ અને ગેસ ઉત્પાદનમાં ઘટાડા છતાં નેટ પ્રોફિટમાં વૃદ્ધિ જોવા મળી છે. ઓએનજીસીનું કુલ ક્રૂડ ઉત્પાદન 3.8 ટકા ઘટી 54.7 લાખ ટન રહ્યું હતું. જ્યારે ગેસ ઉત્પાદન 7 ટકા ગગડી 54.67 કરોડ ક્યૂબિક મીટર્સ રહ્યું હતું.
અત્યાર સુધીમાં ટોચનો ત્રિમાસિક પ્રોફિટ
કંપની ક્વાર્ટર ચોખ્ખો નફો(રૂ. કરોડમાં)
ઓએનજીસી સપ્ટે. 2021-22 18348
ટાટા સ્ટીલ માર્ચ 2017-18 14688
આઈઓસી માર્ચ 2012-13 14513
કોલ ઈન્ડિયા માર્ચ 2015-16 14189
રિલાયન્સ ઈન્ડ. સપ્ટે. 2020-21 13680
PSU બેંક્સે પ્રોવિઝન્સ ઘટતાં બીજા ક્વાર્ટરમાં નફામાં 94 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવી
જાહેર ક્ષેત્રની બેંક્સે ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8841 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે રૂ. 17132 કરોડનો નફો નોંધાવ્યો
બેંક્સની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં વાર્ષિક ધોરણે 2.3 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 5 ટકા વૃદ્ધિ જોવા મળી
પબ્લિક સેક્ટર બેંક્સના પ્રોવિઝન્સ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.09 લાખ કરોડ સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 41 ટકા ઘટી રૂ. 5.79 લાખ કરોડ રહ્યું
સરકારી માલિકી પીએસયૂ બેંક્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 94 ટકા વૃદ્ધિ નોંધાવી છે. બેંકોએ એનપીએ જોગવાઈઓમાં તીવ્ર ઘટાડા અને અન્ય આવકોમાં વૃદ્ધિ પાછળ કુલ રૂ. 17312 કરોડનો ચોખ્ખો નફો રળ્યો છે. જો ત્રિમાસિક ધોરણે સરખામણી કરીએ તો પણ તેમણે ચોખ્ખા નફામાં 22.3 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જૂન ક્વાર્ટરમાં તેમણે મળીને રૂ. 14012 કરોડનો નફો નોંધાવ્યો હતો. બેંક્સ માટે કમાણીનો મુખ્ય સ્રોત એવી નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં વાર્ષિક ધોરણે 2.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 73655 કરોડ રહ્યો હતો. જ્યારે ત્રિમાસિક ધોરણે તે 5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જૂન ક્વાર્ટરમાં પીએસયૂ બેંક્સની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 70152 કરોડ રહી હતી.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મહામારીને કારણે કામગીરી પર અસર થયા બાદ બીજા ક્વાર્ટરમાં તબક્કાવાર સુધારો જોવા મળ્યો હતો. જો ખાનગી બેંકિંગ કંપનીઓની સાથે સરખામણી કરીએ તો વાર્ષિક 11 ટકા વૃદ્ધિ સાથે તેમણે પીએસયૂ હરિફ બેંક્સની સરખામણીમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં 11 ટકાનો ઊંચો વૃદ્ધિ દર દર્શાવ્યો હતો. જોકે ત્રિમાસિક ધોરણે જોઈએ તો પીએસયૂ બેંક્સે ખાનગી બેંક્સના 2.2 ટકાના ગ્રોથ રેટ કરતાં સારી કામગીરી નોંધાવી હતી.
નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં સાધારણ વૃદ્ધિ અંગે જણાવતાં બેંકર્સનું કહેવું છે કે નીચા ક્રેડિટ ઉપાડ ઉપરાંત એડવાન્સિસ પરના યિલ્ડ્સમાં ઘટાડો, ઈન્ટરેસ્ટ રેટ્સમાં ઘટાડો તથા બેડ લોન્સ માટે ઈન્ટરેસ્ટ ઈન્કમમાં આંશિક રિવર્સલ જવાબદાર પરિબળો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં સુધારા પાછળ ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો મહત્વનું પરિબળ છે. અર્થતંત્રમાં રિકવરી અને ઈન્વેસ્ટમેન્ટ સાઈકલમાં સુધારા સાથે લોન ઉપાડમાં વૃદ્ધિ જોવા મળતી હોય છે. જેને કારણે બેંકિંગ સિસ્ટમની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં સુધારો નોંધાતો હોય છે એમ એસબીઆઈના ચેરમેન દિનેશકુમાર જણાવે છે.
જો અન્ય આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 30391 કરોડ પર રહી હતી. અન્ય આવકોમાં ફીની આવક, ટ્રેડિંગ લાભ અને માંડવાળ કરેલા એકાઉન્ટ્સમાંથી રિકવરીનો સમાવેશ થાય છે. જોકે જૂન ક્વાર્ટરની સરખામણીમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જૂન ક્વાર્ટરમાં પીએસયૂ બેંક્સની અન્ય આવક રૂ. 33099 કરોડ રહી હતી. બેલેન્સશીટમાં સુધારા પાછળ બેંકોનું પ્રોવિઝન્સ અને કન્ટિન્જન્સીમાં વાર્ષિક ધોરણે 41 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 20499 કરોડ પર રહ્યું હતું. બેંક અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે મહામારીના ચાર-પાંચ વર્ષો અગાઉ જ મોટા કદની લોન સમસ્યાઓ માટે જંગી રકમનું પ્રોવિઝન્સ કરી દીધું હતું. જેને કારણે પ્રોવિઝન કવર રેશિયો 70 ટકાથી ઉપર પહોંચ્યો હતો. આના કારણે ઈન્ક્રિમેન્ટલ પ્રોવિઝન્સ માટેની જરૂરિયાત ખૂબ ઓછી રહી હતી. બીજી બાજુ બીજા ક્વાર્ટરમાં એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો હતો.
જાહેર ક્ષેત્રની બેંક્સનો દેખાવ
રૂ. કરોડમાં ફેરફાર(ટકામાં)
સપ્ટેમ્બર(2020-21) સપ્ટેમ્બર(2021-22) ત્રિમાસિક ધોરણે વાર્ષિક ધોરણે
ઈન્ટરેસ્ટ આવક 1,80694 175625 1.9 -2.8
ઈન્ટરેસ્ટ કોસ્ટ 108175 102162 -0.2 -6.2
એનઆઈઆઈ 71980 70152 5.0 2.3
અન્ય આવક 25190 33099 -6.7 22.6
પ્રોવિઝન્સ 34697 32989 -37.9 -40.9
નેટ પ્રોફિટ 8841 14012 22.3 93.8
ગ્રોસ એનપીએ 609129 612384 -5.4 -4.9
નેટ એનપીએ 173952 197791 -7.8 4.9
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.