માર્કેટ ઓપનીંગ
યુએસ પાછળ એશિયા નરમ
યુએસ શેરબજારમાં નરમાઈ પાછળ એશિયન બજારો પણ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન, કોરિયા, હોંગ કોંગ, તાઈવાન, ચીન તમામ બજારો 0.6 ટકા સુધીનો ઘટાડો નોંધાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 185 પોઈન્ટ્સના ઘટાડે 29862 પર બંધ આવ્યો હતો. જોકે મહત્વની બાબત એ હતી કે તેણે 30000ના સાયકોલોજિકલ રીતે મહત્વના લેવલને તોડ્યું હતું.
SGX નિફ્ટી 51 પોઈન્ટ્સ નરમ
સિંગાપુર નિફ્ટી 51 પોઈન્ટ્સ અથવા 0.37 ટકા નરમાઈ સાથે રૂ. 13541 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર નજીક ઓપન થશે. જોક હાલમાં તે 13500નું સ્તર જાળવી રાખે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં તે કુલ ત્રણ વાર 13500 પર બંધ દર્શાવી ચૂક્યો છે.
ક્રૂડમાં મજબૂત સ્ટ્રક્ચર
ક્રૂડના ભાવ ધીમે-ધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 50 ડોલરના સ્તર પર કોન્સોલિડેટ થઈ રહ્યો છે. મંગળવારે સવારે તે સાધારણ નરમાઈ સાથે 50.16 ડોલરનું સ્તર દર્શાવે છે. નજીકમાં તે 53-55 ડોલરની રેંજ દર્શાવે તેવી ઊંચી શક્યતા છે.
મહત્વની હેડલાઈન્સ
· સ્ટાર એલાયન્સે વધઉ સારા કસ્ટમર એક્સપિરિઅન્સ માટે ટીસીએસ સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વ્યાપક બનાવી છે.
· એનએમડીસીનું શેર બાયબેક 17 ડિસેમ્બરે ખૂલશે અને 31 ડિસેમ્બરે બંધ થશે.
· આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઈઓ તરીકે ઉદય કોટકની પુનઃનિમણૂંકને મંજૂરી આપી છે. તેઓ 1 જાન્યુઆરી 2021થી ત્રણ વર્ષ માટે બેંકના ઉપરોક્ત પદસ્થાને રહેશે.
· બીપીસીએલના સ્ટ્રેટેજિક સેલ માટેની ઈવેલ્યુએશન કમિટિ આજે ત્રણ કંપનીઓ વેદાંતા, એપોલો ગ્લોબલ અને થીંક ગેસ તરફથી મળેલા એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટનું ઈવેલ્યૂશન કરશે.
· આરબીઆઈએ 15 ડિસેમ્બરથી અમલમાં આવે તે રીતે કરન્ટ એકાઉન્ટ રુલ્સ સંબંધી કેટલાક નિયમોમાં છૂટછાટ આપી છે.
· બસંત મહેશ્વરી વેલ્થ એડવાઈઝર્સે બર્ગર કિંગમાં રૂ. 112.79 પ્રતિ શેરના ભાવે 24.31 લાખ શેર્સની ખરીદી કરી છે.
· ઈન્ડિયન બેંકે બેસેલ-3 કમ્પાયન્ય બોન્ડ્સના ઈસ્યુ મારફતે રૂ. 560 કરોડની રકમ ઊભી કરી છે.
· સરકાર મલેશિયાથી આયાત થતાં ટેક્ચર્ડ ટેમ્પર્ડ કોટેડ અથવા અનકોટેડ ગ્લાસની આયાત પર 9.71 ટકા ડ્યુટી લાગુ પાડશે.
· જીઓએ વી અને ભારતી દ્વારા ગ્રાહકોને પોર્ટ કરાવવા માટે અનએથિકલ પ્રચાર થઈ રહ્યો હોવાની ટ્રાઈમાં રજૂઆત કરી છે.
· 42 જેટલી એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ ઈન્ડિયન એકાઉન્ટિંગ નિયમો હેઠળ પ્રોવિઝનીંગમાં વૃદ્ધિ કરી હોવાનું અર્ન્સ્ટએન્ડયંગનો અહેવાલ જણાવે છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.