Categories: Market TipsNEWS

Market Opening 14 July 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ
બે દિવસના સુધારા બાદ બજારો થાક્યાં
એશિયન બજારો સતત બે દિવસ સુધર્યાં બાદ વિરામ લઈ રહેલાં જણાય રહ્યાં છે. તેઓ 0.9 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં ચીનનો શાંઘાઈ કંપોઝીટ સૌથી વધુ નરમાઈ સૂચવે છે. જ્યારે જાપાન, હોંગ કોંગ, સિંગાપુર, કોરિયા પણ 0.25 ટકાથી 0.6 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. તાઈવાન બજાર ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યું છે. મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 107 પોઈન્ટ્સના ઘટાડે બંધ જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 20 પોઈન્ટ્સના ઘટાડા સાથે 15817ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. ભારતીય બેન્ચમાર્ક માટે 15900નો અવરોધ પાર કરવો મહત્વનો બની ગયો છે. અત્યાર સુધી તે આમ કરવામાં ત્રણ વાર નિષ્ફળ ગયો છે. જે બજારમાં તેજીવાળાઓની ઘટી રહેલી તાકાત સૂચવે છે. લોંગ ટ્રેડર્સે હાલમાં સાવચેતીપૂર્વક ટ્રેડ કરવા જરૂરી છે. તેમણે 15700ના સ્તરને સ્ટોપલોસ તરીકે રાખવાનું રહેશે.
ક્રૂડમાં મજબૂતી યથાવત
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં મજબૂતી યથાવત છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 76.31 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 77.83 ડોલરના સ્તરને પાર કરશે તો નવી ટોચ બનાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• એસએન્ડપીએ ભારત માટે બીબીબી-નું રેટિંગ જાળવ્યું છે. તેણે આઉટલૂક સ્ટેબલ આપ્યું છે.
• ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ 2021-22માં 9.5 ટકા રહેવાનો એસએન્ડપીનો અંદાજ.
• નોકરીડોટકોમના જણાવ્યા મુજબ કોવિડના બીજી વેવ બાદ ભારતના જોબ માર્કેટમાં રિકવરી જોવા મળી છે.
• કોર્ટે ડીએચએફએલના રોકાણકારોની અરજી પર રેગ્યુલેટરનો અભિપ્રાય માગ્યો છે.
• પીએનબી હાઉસિંગ અને કાર્લાઈલના ડીલ કિસ્સામાં ટ્રિબ્યુનલે સેબીની દરમિયાનગીરી સામે પ્રશ્નાર્થ કર્યો છે.
• 13 જુલાઈ સુધીમાં દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્યની સરખામણીમાં 6 ટકા ઓછો રહ્યો છે.
• મંગળવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં રૂ. 114 કરોડની ખરીદી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે પણ બજારમાં રૂ. 344 કરોડની ખરીદી કરી હતી.
• આજે જૂન મહિના માટે હોલસેલ પ્રાઈસ ઈન્ફ્લેશનનો ડેટા રજૂ થશે. જે 12.18 ટકા રહેવાનો અંદાજ છે.
• બેંક ઓફ મહારાષ્ટ્રે ક્યૂઆઈપી ઈસ્યુ માટે રૂ. 24.89ની ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કરી છે.
• એચડીએફસી બેંક 17 જુલાઈએ ફોરિન કરન્સી ડેટ મારફતે નાણા ઊભા કરવા માટે વિચારણા કરશે.
• હિંદુસ્તાન ઝીંકના જણાવ્યા મુજબ પ્રથમ ક્વાર્ટરમાં મેટલ કન્ટેન્ટ 9 ટકા વૃદ્ધિ સાથે 2.21 લાખ ટન પર રહી હતી.
• એનએમડીસીએ બે કંપનીઓને અલગ કરવાને મંજૂરી આપી દીધી છે. એનએમસીડી તેની ખાણકામ કંપનીના શેરધારકોને એનએમડીસી સ્ટીલના તેટલાં જ શેર્સની ફાળવણી કરશે.
• એનટીપીસી ગુજરાતમાં 4.75 ગીગા વોટનો સોલાર પાર્ક સ્થાપશે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.