Market Tips

Market Opening 14 Dec 2020

એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ

યુએસ સહિત વૈશ્વિક બજારોમાં વિતેલું સપ્તાહ કોન્સોલિડેશનનું જોવાયું હતું. જોકે યુએસ બજાર શુક્રવારે સુધારા સાથે બંધ આવ્યું હતું અને તેથી નવા સપ્તાહે કામકાજની શરૂઆત પોઝીટીવ ઓપનીંગ સાથે રહેવાની શક્યતા હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 47 પોઈન્ટ્સના સુધારે 30046 પર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન મોટાભાગનો સત્રોમાં તેણે 30 હજાર પર બંધ દર્શાવ્યું હતું અને સર્વોચ્ચ સપાટી નજીક ટકી રહ્યો હતો. નાસ્ડેક પણ નવી ટોચ દર્શાવી સાધારણ કરેક્ટ થયો હતો. જોકે યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે એશિયન બજારોએ મિશ્ર વલણ દર્શાવ્યું હતું.

હોંગકોંગ-તાઈવાનમાં સાધારણ નરમાઈ

એશયિન બજારોમાં જાપાન અને હોંગકોંગને બાદ કરતાં અન્ય બજારો પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. સિંગાપુર બજાર 1.5 ટકાનો જ્યારે નિક્કાઈ 0.7 ટકાનો સુધારો દર્શાવે છે. ચીન, ઈન્ડોનેશિયા અને મલેશિયા પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

 SGX નિફ્ટી 37 પોઈન્ટ્સ પોઝીટીવ

સિંગાપુર નિફ્ટી 37 પોઈન્ટ્સના સુધારે 13571 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલે તેવી શક્યતા છે. કેશ નિફ્ટી બે વાર 13500ના સ્તર પર બંઘ આપવામાં સફળ રહ્યો છે અને તેથી એવું લાગે છે કે તે 13700 સુધીની ગતિ દર્શાવવા માટે તૈયાર છે.

ક્રૂડમાં મજબૂતી

બ્રેન્ટ ક્રૂડ 50 ડોલર પર મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આમ કોન્સોલિડેશનાંથી બહાર આવીને વધુ સુધારા માટે તૈયાર જણાય છે.

મહત્વની હેડલાઈન્સ

  • ભારત બાઈડેનની ટીમ સાથે ટ્રેડ કરારને લઈને મંત્રણા પુનઃ શરૂ કરે તેવી શક્યતા
  • ઓક્ટોબરમાં ભારતનું ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 1.1 ટકાના અંદાજ સામે વાર્ષિક ધોરણે 3.6 ટકા સુધર્યું હતું.
  • કતાર ભારતમાં એનર્જિ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છી રહ્યું છે.
  • નવેમ્બરમાં ભારતમાં ઓઈલ પ્રોડક્ટ્સનો વપરાશ વાર્ષિક ધોરણે 3.5 ટકા ઘટ્યો હતો.
  • 4 ડિસેમ્બર પૂરા થતાં સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ 4.5 અબજ ડોલર વધી 579.3 અબજ ડોલર થયું હતું.
  • શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય ઈક્વિટીઝમાં 4195 કરોડની ખરીદી કરી હતી.
  • સ્થાનિક ફંડ્સે શુક્રવારે 2360 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું.
  • નાણા મંત્રાલય પીએસયૂ બેંક્સમાં  રૂ. 1,45000 કરોડનું મૂડીકરણ કરવા અંગે નિર્ણય લેશે.
  • ભારત ત્રીજા તબક્કાના ભારત બોન્ડ ઈટીએફ રજૂ કરવા અંગે વિચારણા કરશે.
  • સોમવારે બપોરે નવેમ્બર માટે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ રજૂ થશે. જ્યારે સાંજે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ રજૂ થશે.
  • બર્ગર કિંગ આઈપીઓનું આજે લિસ્ટીંગ થશે. આઈપીઓ 157 ગણો છલકાયો હતો અને ગ્રે-માર્કટ મુજબ તે રૂ. 100ની આસપાસ લિસ્ટીંગ દર્શાવશે.
  • આઈસીઆઈસીઆઈ બેંકે 71 લાખ શેર્સ વેચીને આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝમાં તેનો હિસ્સો ઘટાડીને 75 ટકા કર્યો છે.
Investallign

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

9 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

9 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.