બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં સતત બીજા દિવસે મજબૂતી
યુએસ બજારમાં જળવાયેલા પોઝીટીવ ટોન પાછળ એશિયન બજારોએ નોંધપાત્ર સમયબાદ સતત બીજા દિવસે સુધારો જાળવી રાખ્યો છે. જેમાં હોંગ કોંગ બજાર 1.7 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવી રહ્યું છે. તાઈવાન, કોરિયા, ચીન અને જાપાનના બજારો પણ એક ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 126 પોઈન્ટ્સના સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 133 પોઈન્ટ્સ મજબૂતી સાથએ 15821 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. વૈશ્વિક બજારોના સપોર્ટ ઉપરાંત સ્થાનિક સ્તરે સોમવારે પ્રગટ થયેલો આર્થિક ડેટા સારો આવતાં બજારના સેન્ટિમેન્ટ પર અસર જોવા મળશે. જોકે જ્યાં સુધી નિફ્ટી 15915ના સ્તરને પાર કરીને ત્યાં બંધ ના આપે ત્યાં સુધી બજારમાં નવી તેજીની શક્યતા નથી. સારા અહેવાલો પાછળ પ્રોફિટ બુકિંગ સંભવ છે. આમ નવુ લોંગ બનાવવાથી દૂર રહેવું. જૂના લોંગમાં પ્રોફિટ બુક કરવાની નીતિ અપનાવવી જોઈએ. માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે આઈટી સેક્ટર સારુ જણાય રહ્યું છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ 75 ડોલર પર ટકેલાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.24 ટકા સુધારા સાથે 75.34 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે સુધારાતરફી ચાલ જાળવી રહ્યો છે. જે દર્શાવે છે કે ક્રૂડ તાજેતરની નવી ટોચ દર્શાવી શકે છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે અને તે 6 ડોલરના સુધારા સાથે 1812 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો 1820 ડોલરનું સ્તર પાર થશે તો ગોલ્ડ ઝડપી સુધારો દર્શાવી શકે છે. સ્થાનિક બજારમાં રૂપિયામાં નરમાઈને કારણે તે વધુ મજબૂતી દર્શાવે તેવી શક્યતા છે. જે સ્થિતિમાં તે ઓગસ્ટ સુધીમાં રૂ. 50000ના સ્તરને વટાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• જૂન મહિના માટે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન 6.59 ટકાની અપેક્ષાની સરખામણીમાં સાધારણ નીચે 6.26 ટકા પર જોવા મળ્યું.
• મે મહિના માટે ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન ડેટા 32.08 ટકાની અપેક્ષા સામે 29.3 ટકા આવ્યો.
• અદાણી ગ્રીન 2020માં વિશ્વની સૌથી મોટી સોલાર પાવર ઉત્પાદક કંપની બની.
• 12 જુલાઈના રોજ દેશમાં સરેરાશ વરસાદ સામાન્યની સરખામણીમાં 7 ટકા નીચે.
• સીસીઆઈએ સ્વીગીમાં સોફ્ટબેંકની હિસ્સા ખરીદીને આપેલી મંજૂરી.
• સીસીઆઈએ ઓએનજીસી ત્રિપુરામાં 23.5 ટકા હિસ્સો ખરીદવા સમીટ ઈન્ડિયાને પણ આપેલી મંજૂરી.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં નવ મહિનામાં પહેલીવાર સાપ્તાહિક ધોરણે આઉટફ્લો નોંધાયો.
• વૈશ્વિક ફંડ્સે સોમવારે રૂ. 746 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે રૂ. 447 કરોડની ખરીદી કરી.
• અજાણી ગ્રીને 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં 1.85 ગીગા વોટની કાર્યરત ક્ષમતા ખરીદી.
• અશોક બિલ્ડકોન ચંદીગઢ પ્રોજેક્ટ માટે રૂ. 726 કરોડના સૌથી નીચા બીડર તરીકે ઉભરી આવી છે.
• ભારતી એરટેલે એપ્રિલમાં 5.17 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં.
• રિલાયન્સ જીઓએ એપ્રિલમાં 47.6 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં.
Market Opening 13 July 2021
July 13, 2021