બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ઊંચા રિટેલ ઈન્ફ્લેશન વચ્ચે યુએસ માર્કેટ્સ પોઝીટીવ બંધ
યુએસ ખાતે ડિસેમ્બર માટેનું રિટેલ ઈન્ફ્લેશન 7 ટકાની 39 વર્ષોની ટોચ પર જોવા મળ્યું હતું. જેના સંદર્બમાં ફેડ ચેરમેને જરૂરી જણાશે તો ઝડપી રેટ વૃદ્ધિ કરવા માટે તેઓ ખચકાશે નહિ એમ જણાવ્યું હતું. જોકે આ કોમેન્ટ પાછલ યુએસ બજારો એકવાર ગગડ્યાં બાદ દિવસના તળિયાથી પરત ફર્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 38 પોઈન્ટ્સના સુધારે બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 35 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. જાપાન, સિંગાપુર, તાઈવાન, કોરિયા અને ચીન રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે હોંગ કોંગ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે સિંગાપુર નિફ્ટી 112 પોઈન્ટ્સના સુધારા સાથે 18328ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ મજબૂતી સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. નિફ્ટીએ બુધવારે 18200ના સ્તરને પાર કરીને મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જે સૂચવે છે કે બેન્ચમાર્ક તેની નવી ટોચ દર્શાવવા માટે તૈયાર થઈ રહ્યો છે જોકે તે અગાઉ બજારમાં કેટલુંક કોન્સોલિડેશન જોવા મળી શકે છે. નિફ્ટી ટૂંકાગાળામાં ઓવરબોટ પણ છે અને તેથી તે રેંજ બાઉન્ટ ટ્રેડ દર્શાવે તેવું બને. નજીકમાં 17900ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
મહત્વની હેડલાઈન્સ
• ડિસેમ્બર માટેનું કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન વધીને 5.59 ટકા પર જોવા મળ્યું. એનાલિસ્ટ્સની 5.8 ટકાની અપેક્ષા હતી.
• નવેમ્બર માટેના ઔદ્યોગિક પ્રોડક્શને 1.4 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. એનાલિસ્ટ્સનો અંદાજ 2.8 ટકા વૃદ્ધિનો હતો.
• દેશના બેંકિંગ એસોસિએશને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બેડ લોન માટેના નિયમો હળવા કરવા માટે વિનંતી કરી છે. લેન્ડર્સ 12 મહિના માટેના રિસ્ટ્રક્ચરિંગ એક્સટેન્શનની માગણી કરી રહ્યાં છે.
• સ્ટાફ ખર્ચમાં ઊંચી વૃદ્ધિને કારણે ટીસીએસ નફાના અંદાજને ચૂકી ગયું હતું. જોકે બાયબેક પ્રોગ્રામ કંપનીના શેરને સપોર્ટ કરી શકે છે.
• ઈન્ફોસિસના બોર્ડે સીઈઓ સલીલ પારેખને 3.25 કરોડના સ્ટોક ઈન્સેન્ટીવને મંજૂરી આપી છે.
• બાંગ્લાદેશ ભારત ખાતેથી 90 હજાર ટન ડિઝલની સીધી આયાત કરશે.
• મર્સિડિઝ બેન્ઝ ભારતમાં બનાવેલી ઈલેક્ટ્રિક ઈક્યુએસનું 2020માં વેચાણ શરૂ કરશે.
• વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં બુધવારે રૂ. 1000 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
• સ્થાનિક ફંડ્સે બજારમાંથી રૂ. 1330 કરોડની ખરીદી કરી હતી.
• ડેરિવેટિવ્સ માર્કેટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 1820 કરોડની ખરીદી દર્શાવી હતી.
• યુએસ ખાતે કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન 7 ટકાની 39 વર્ષોની ટોચ પર આવ્યું.
• કોટક મહિન્દ્રા બેંક ફાઉન્ડર્સના વોટિંગ રાઈટ્સ પર 26 ટકાની મર્યાદા લાગુ પાડશે.
• માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સની રૂ. 500 કરોડનું ડેટ ઊભું કરવાની વિચારણા.
• નઝારા ટેક્નોલોજિસ 17 જાન્યુઆરીએ પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુને લઈને વિચારણા કરશે.
• ટાટા મોટર્સે જણાવ્યું છે કે જેએલઆરે ડિસેમ્બરમાં રિટેલ વેચાણમાં 37.6 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે.
Market Opening 13 Jan 2022
January 13, 2022