માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારો વિરામના મૂડમાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 23 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે બંધ આવ્યો હતો. એશિયન બજારો મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. ચીન, હોંગકોંગ, તાઈવાન, કોરિયાના બજારો સાધારણ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
એસજીએક્સ નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 49 પોઈન્ટ્સા ઘટાડે 12747 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર લગભગ આ સ્તર આસપાસ ખૂલી શકે છે. બુધવારે માર્કેટને 12770ના સ્તરે અવરોધ નડ્યો હતો અને હાલમાં તે અવરોધ ઝોનમાંથી પસાર થઈ રહ્યું છે.
પ્રોફિટ બુકિંગનો ટાઈમ
માર્કેટ એનાલિસ્ટ્સના મતે વર્તમાન સમય પ્રોફિટ બુકિંગનો છે. આંઠ ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી 1150 પોઈન્ટ્સ ઉછળ્યો છે. જે અસાધારણ મૂવ છે. માર્કેટમાં નબળા શોર્ટ કપાઈ ચૂક્યાં છે. આમ બજાર વર્તમાન સ્તરેથી કરેક્ટ થઈ ચૂકે છે. જૂની લોંગ પોઝીશન પર પ્રોફિટ બુકિંગ અવશ્ય કરવું જોઈએ.
કેટલીક મહત્વની હેડલાઈન્સ
· સરકારે વિવિધ ક્ષેત્રો માટે 20 અબજનું પેકેજ આપ્યું છે. જેમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.
· બ્લેકસ્ટોને પિરામલ ગ્લાસની ખરીદી માટે એક અબજ ડોલરનો પ્રસ્તાવ મૂક્યો છે.
· સીઆઈઆઈએ જીઓ પ્લેટફોર્મ્સમાં ગુગલની 7.73 ટકા ખરીદીને મંજૂરી આપી છે.
· આરબીઆઈએ સપ્ટેમ્બરમાં 8.17 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ ખરીદ્યું હતું.
· સ્પાઈસજેટે ડેટ રિપેમેન્ટ વેઈવરની માગણી કરી છે.
· બ્રિક્સ દેશો માટે ત્રીજા ક્વાર્ટરના જીડીપીની આગાહીમાં વૃદ્ધિ કરવામાં આવી છે. ભારતમાં તે 10.4 ટકા રહેવાની શક્યતા છે.
· વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં 6210 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે 3460 અબજ ડોલરની વેચવાલી નોંધાવી હતી.
· બેંક ઓફ બરોડાએ યુટીઆઈ ટ્રસ્ટી પ્રાઈવેટમાં 8.5 ટકા હિસ્સા વેચાણ માટે કરાર કર્યાં છે.
· કોલ ઈન્ડિયાનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 40 ટકા ઘટીને 2710 કરોડ રહી હતી. જે 2650 કરોડના અંદાજથી ઊંચી હતી. કંપનીની આવક 9 ટકા ઘટી 5770 કરોડ રહી હતી.
· ઈન્ડિયાબુલ્સ હાઉસિંગે બીજા ક્વાર્ટરમાં 320 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે 710 કરોડ હતો. કંપનીની આવક 27 ટકા ઘટી 2530 કરોડ રહી હતી.