માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ છતાં એશિયા પ્રમાણમાં મક્કમ
યુએસ ખાતે મંગળવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 474 પોઈન્ટ્સની નરમાઈએ 34269 પર બંધ આવ્યો હતો. ફુગાવામાં વૃદ્ધિની ચિંતા પાછળ યુએસ માર્કેટમાં વેચવાલી નીકળી હતી. જોકે એશિયન બજારો મંગળવારે સવારે અગાઉથી આને ઘણુ ખરું ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હોવાથી બુધવારે તેમની પ્રતિક્રિયા એકાદ બજારને બાદ કરતાં સામાન્ય જોવા મળી રહી છે. એશિયન બજારોમાં એકમાત્ર તાઈવાન 1.2 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. એ સિવાય જાપાન બજાર 0.6 ટકા, કોરિયા 0.7 ટકા અને ચીન 0.35 ટકાના સિમીત ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 9 ટકાના સાધારણ ઘટાડા સાથે 14842 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ આ એક ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. બજારમાં અન્ડરટોન મજબૂત છે અને તેથી બજાર કોઈ મોટો ઘટાડો દર્શાવે તેવી શક્યતા ઓછી છે. નિફ્ટીને 14700નો સપોર્ટ જ્યારે 15000નો અવરોધ નડી શકે છે.
ગોલ્ડ-સિલ્વર-ક્રૂડમાં સાધારણ નરમાઈ
વૈશ્વિક બજારમાં ગોલ્ડ ફરી સાંકડી રેંજમાં અટવાઈ પડ્યું છે. કોમેક્સ ખાતે જૂન વાયદો 4 ડોલર નરમાઈ સાથે 1832 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર જુલાઈ વાયદો અડધા ટકા ઘટાડા સાથે 27.51 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સાધારણ નરમાઈ સાથે 68.63 ડોલર પર ટ્રેડ થતો જોવા મળે છે. એમસીએક્સ ખાતે મંગળવારે રાતે ગોલ્ડ રૂ. 48000ની સપાટી પરથી ઘણુ છેટે બંધ જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 72000 નજીક બંધ આપવામાં સફળ રહી હતી.
મહત્વની હેડલાઈન્સઃ
· મહિન્દ્રાએ જણાવ્યું છે કે કોવિડના બીજા રાઉન્ડને કારણે માર્ચ ક્વાર્ટરમાં વેચાણમાં 20 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
· યુએસ ખાતે ફુગાવાના ભયે ડાઉ ઉપરાંત ડોલરમાં નરમાઈ.
· ફેબ્રુઆરીમાં ભારતે 82.9 લાખ વાયરસેલ ટેલિફોન ગ્રાહકોમાં ઉમેરો કર્યો. જેમાં ભારતીએ 37 લાખ, જીઓએ 43 લાખ અને વોડાફોને 6.5 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં.
· એપ્રિલમાં ઓઈલ પેદાશોના વપરાશમાં માસિક સ્તરે 9.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
· ગોદરેજ કન્ઝ્યૂમરે એચયૂએલના સિતાપતિને સીઈઓ તરીકે નીમ્યાં.
· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 336 કરોડની વેચવાલી દર્શાવી હતી.
· સ્થાનિક ફંડ્સે રૂ. 677 કરોડનુ વેચાણ કર્યું હતું.
· માર્ક મોબિયસે જણાવ્યું હતું કે ફુગાવાનો ડર તત્કાળ દૂર નહિ થાય.
· ગોદરેજ કન્ઝયૂમરે ચોથા ક્વાર્ટરમાં 59 ટકા વૃદ્ધિ સાથે રૂ. 366 કરોડનો નફો નોંધાવ્યો હતો.
· એપ્રિલ મહિનામાં સીપીઆઈ 4.10 ટકા રહેવાનો અંદાજ છે.
Market Opening 12 May 2021
May 12, 2021